SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પડકારોના પયયરૂપ પાણીદાર પાટીદારો –ડૉ. બહેચરભાઈ પટેલ વરાળ અને વીજળીની શોધને લીધે વિશ્વના ઈતિહાસમાં પહેલી વાર જબરદસ્ત પરિવર્તનો આવ્યાં, જેને વિદ્વાનો ‘રેનેસાં' એટલે કે “પુનર્જાગૃતિનો કાળ' તરીકે ઓળખે છે. યંત્ર અને ઉદ્યોગ તથા અર્થપ્રધાન સંસ્કૃતિનો આરંભ અહીંથી ગણાય છે. આ સંક્રાન્તકાળ પહેલાં માનવીએ નદીકાંઠાની સંસ્કૃતિ વિકસાવી હતી. ખેતી અને પશુપાલન એ મુખ્ય વ્યવસાય હતા. વસવાટ માટે ઉપયોગી વસ્તુઓ બનાવવા વસવાયાની સેવા લેવાતી. કુંભાર સુતાર, કડિયા, દરજી, મોચી વગેરે આ વસવાટને ઉપયોગી થતા. આ સંસ્કૃતિની એક વિશેષતા એ હતી કે આ કારોબાર વંશપરંપરાગત ચાલતો. બાપીકો ધંધો કરવો એ દરેક માણસને સ્વાભાવિક હતું અને ગમતું. એનાથી ઘર-ખોરડું, જ્ઞાતિ-જાતિ, ગામ-વિસ્તાર ઓળખાતા, પરંતુ યંત્રોદ્યોગના ઝડપી આગમને આ આખા માળખામાં ધરમૂળથી ફેરફારો કરી નાખ્યા અને જીવનશૈલી પલટાવી નાખી. માત્ર માનવ અને પશુબળને આધારે ચાલતા–ધંધા-ધાપા યંત્રો દ્વારા ચાલવા માંડ્યા. આ ધમધમાટ એટલે યંત્રોનો ટેકનિકલ કારોબાર જે ચલાવી શકે તે આગેવાન બને એવી વ્યવસ્થા ઊભી થઈ. પરિણામે આખી જિંદગી મહેનત-મજૂરી કરી વાડી-ખેતરની માટી સાથે બથોડાં ભરતો પાટીદાર સમાજ અન્ય વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી પદાર્પણ કરતો થયો. શિક્ષણનો ઇજારો માત્ર બ્રાહ્મણોનો નહીં, વેપારનો ઇજારો માત્ર વૈશ્યનો નહીં એવી એક સ્પષ્ટ સમજ ઊભરી આવી અને કણબી-ખેડૂત–પાટીદાર કોમમાંથી અનેક શક્તિશાળી પ્રતિભાઓ અન્ય ક્ષેત્રમાં કાર્યરત થઈ, અનેક સિદ્ધિઓ હાંસલ થતી રહી, જેનો પ્રલંબ ઇતિહાસ ઊભો થયો, જે આપણે આજે જોઈએ છીએ. આ ઉજ્જવળ આકાશગંગાના તેજસ્વી તારલાઓમાંથી કેટકેટલાં કેવાં કેવાં ક્ષેત્રોમાં અમર નામના કરી ગયાં છે, કરી રહ્યા છે તેની આછી ઝાંખી કરાવવાનો અહીં ઉપક્રમ છે. આ લેખમાળાના લેખક ડૉ. બહેચરભાઈ પટેલ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, અભ્યાસી અને વિવેચક તરીકે લબ્ધપ્રતિષ્ઠ છે. તેઓ ગુજરાતીના અધ્યાપક, અનુસ્નાતક પ્રાધ્યાપક, પીએચ.ડી.ના માર્ગદર્શક ને કૉલેજઆચાર્ય તરીકેની ઉજ્વળ ને દીર્ઘ કારકીર્દિ ધરાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને સાહિત્યમીમાંસા એમનાં મુખ્ય ક્ષેત્ર છે. ડૉ. બહેચરભાઈ પટેલે પીએચ.ડી.ની પદવી માટે પૂ. કે. કા. શાસ્ત્રીની પ્રેરણાથી પ્રા. જ. કા. પટેલના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ખંભાતના અજ્ઞાત કવિ કાશીસુત શેઘજી પર ‘કાશીસુત શેઘજી-એક અધ્યયન (તેના “રુકિમણીહરણ'ની અધિકૃત વાચના સહિત), મહાનિબંધ કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં સંશોધન-અધ્યયન-વિવેચનના શ્રીગણેશ કર્યો. એ શોધપ્રબંધ તેના પરીક્ષક ડોલરરાય માંકડ ને અનંતરાય રાવળની ભલામણ અનુસાર યુનિવર્સિટીએ પ્રકટ કર્યો હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિષય પરનો એ એક ઉત્તમ ને નમૂનેદાર અધ્યયનગ્રંથ છે. તેઓ ઉચ્ચ સાહિત્યશિક્ષણક્ષેત્રે ‘ભારતીય સાહિત્યમીમાંસા', “પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના સીમાસ્તંભો', સાહિત્યવિવેચન', “સાહિત્યમીમાંસા', “સૌંદર્યશાસ્ત્ર અને “પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર' જેવા ગ્રંથોથી વિદ્વાન સાહિત્યમીમાંસક તરીકે સુપ્રતિષ્ઠિત છે. તે ગ્રંથોએ તથા “અર્વાચીન ગુજરાતી સાહિત્ય” અને “મધ્યકાલીન માત્ર કાવ્યશાસ્ત્ર જેવા સંશો વિદ્વાન Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy