SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ सत्यमेव जयते Jain Education International નવલિકશોર શર્મા રાજ્યપાલ, ગુજરાત સંદેશ ગુજરાતના ગૌરવનો પરિચયકોશ એવો સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ “ધન્ય ધરા : શાશ્વત સૌરભ', શ્રી અરિહંત પ્રકાશન દ્વારા પ્રકટ થનાર છે જાણી આનંદ થયો. રાજભવન ગાંધીનગર-૩૮૨ ૦૨૦. ગુજરાતની ગરવી ધરાએ વિશ્વાત્મા સમા સંતો, સેવાવ્રતના ભેખધારી તપસ્વીઓ, માનવતાના માન સમા મુનિઓ, દાનધર્મના દાતાર શ્રેષ્ઠીઓ, અનાસક્ત કર્મના પ્રેરક કર્મઠો, સત્ય માટે ખપી જનારા વીરપુરુષો, વિકાસની ગાથાનાં સુવર્ણપૃષ્ઠ સમાન ઉદ્યોગપતિઓની એટલી મોટી બક્ષિસ કરી છે કે આજે દુનિયા તેમનાં યશોગાન ગાઈને તેમાંથી બળ પ્રાપ્ત કરી રહી છે. આવા જ્યોતિર્ધરોનો જ્ઞાનપ્રકાશ વિશેષતઃ નવી પેઢીને યશસ્વી જીવન કંડારવામાં સદૈવ પથપ્રદર્શક નીવડે છે. સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથના પ્રકાશનથી જન-જનને મહામૂલા મૂલ્યોનું માર્ગદર્શન સાંપડશે અને ચોમેર ધન્યતા પાથરતી ગુર્જર ધરાની શાશ્વત સૌરભ પ્રસરશે તેવી અભ્યર્થના સહ ધન્યધરા શાશ્વત સૌરભ’ની સફળતા અર્થે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. For Private & Personal Use Only pan> નવલકિશોર શર્મા www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy