SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દoo ગૌરવશાળી નારીરનો – શ્રીમતી સુલભાબહેન આર. દેવપુરકર * * પૃથ્વીને માતા કહી છે, કારણકે એના વગર “અસ્તિત્વ' જેવો શબ્દ ક્યાં ટકી શક્યો હોત? પિતા તો છે, આ બ્રહ્માંડમાં; અને વળગેલી અસંખ્ય નક્ષત્રમાળાઓ છે, પણ પૃથ્વી સિવાય અન્ય ગ્રહો-નક્ષત્રોમાં જીવનું અસ્તિત્વ ક્યાં છે, તે સંશોધનનો વિષય છે. એમ માતાનું માહાભ્ય છે. માતા જ જન્મ-ઉછેર-લાલન-પાલન-સંરક્ષણ સંવર્ધનનું એક માત્ર કારકબળ છે. નાનકડા જીવજંતુથી માંડીને વિશાળકાય પ્રાણીઓનું અસ્તિત્વ માત્ર એક માતા થકી જ છે. એમાં માનવપ્રાણીનાં સંરક્ષણ-સંવર્ધનની જવાબદારી તો અનેકવિધ હોય છે. એ વ્યક્તિમાં સીમિત રહેતી નથી, સમષ્ટિમાં વિસ્તરે છે. ઘર-કુટુંબ-શેરી-મહોલ્લો-જ્ઞાતિ–વર્ગગામ-શહેર-દેશ-પરદેશ સુધી નજર દોડાવો તો જણાશે કે માતાનું સ્થાન સમાજમાં એક અને અબાધિત છે, કારણ કે ઉદરસ્થ શિશુની સંભાળ રાખવાથી એની સભાનતા શરૂ થાય છે અને નવજાત શિશુની કાળજી લેવામાંથી એ સભાનતા સક્રિય થાય છે, એટલે નારીને આ સારસંભાળ લોહીમાં મળી ગઈ હોય છે. આ સેવાવૃત્તિ એનો આગવો વિશેષ બની રહે છે. | ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસમાં અને ઝળહળતા વર્તમાનમાં શીલવંતી ગુણવંતી વીરાંગનાઓ વિદુષીઓ, સતીઓ, ભક્તિ, સેવા, કર્મક્ષેત્રે અગણિત તારિકાઓ ઝળહળે છે. રાજમાતા મીનળદે, નાગબાઈ, સતી તોરલ, રાણકદેવી, ભક્તશિરોમણિ મીરાંબાઈ, અમૃતમયી માતા અમરબાઈ એમ અનેક પ્રાતઃસ્મરણીય નામો મનઃચક્ષુ સમક્ષ આવે છે. વીસમી તથા એકવીસમી સદીમાં પણ અસંખ્ય નારીરત્નોએ ગુજરાતને અનોખી ગરિમા બક્ષી છે. સાહિત્ય, સેવા, રાજકારણ, શિક્ષણ, વ્યવસાય, કલા, સાહિત્ય એમ વિવિધ ક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન કરનારી અનોખી મહિલાઓની ઝલક મેળવીએ. આ લેખમાળા રજૂ કરનાર શ્રીમતી સુલભાબહેન દેવપુરકર (જન્મ ૧૯૬૪) એક સુસંસ્કૃત પરિવારમાં જન્મી ઉચ્ચ અભ્યાસ કરી પોરબંદરની શ્રી વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજમાં અંગ્રેજી વિષયનાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી રહ્યાં છે. હાલમાં Ph.D. માટે “૧૯ સદીમાં ભારતીય નવલકથાકારો' પર સંશોધન કરી રહ્યાં છે. તેઓ પોતે સર્જનાત્મક સાહિત્ય, વિવેચન અને અનુવાદમાં મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે. બાળ સાહિત્યમાં પણ તેમનું વિશેષ પ્રદાન રહ્યું છે. તેમની કૃતિઓમાં અંગ્રેજી કાવ્યસંગ્રહ ટુવીટર (Twitter) ૧૯૯૮માં, ગુજરાતી કાવ્યસંગ્રહ ‘તમરા” ૨૦૦૨માં, વાર્તા સંગ્રહ “સામે પાર' ૨૦૦૪માં પ્રગટ થયા છે. બાળસાહિત્યમાં “મનુડાની હોડી અને બીજી વાતો' ૧૯૯૯માં, “જંતરમંતર' ૨૦૦૨માં, “છત્ત અને ફg” ૨૦૦૩માં, “મેરે આસપાસ કી દુનિયા” ૨૦૦૩માં અને “ડાહી ડમરી ડોળી” ૨૦૦૪માં પ્રકાશિત થયાં છે. અંગ્રેજીમાં બાળવાર્તાઓ જે તે સામાયિકોમાં પણ પ્રગટ થતી રહી છે. ઇન્ડિયન લિટરેચર’માં રમેશ પારેખની કવિતાનો કરેલો અનુવાદ શ્રેષ્ઠ અનુવાદ તરીકે છપાયો. ‘તમારા'ની કવિતા એક મહત્ત્વના સંગ્રહમાં સ્થાન પામી અંગ્રેજીમાં સંશોધનલેખો, ગુજરાતીમાં પુસ્તક અવલોકનો, લેખો ઇત્યાદિ પ્રકાશિત. ટૂંકી વાર્તા ક્ષેત્રે પ્રદાર્પણ સમયે શ્રી નરોત્તમ પલાણના શબ્દો હતા–“એમની કલમમાં એક પ્રૌઢીનો અનુભવ થાય છે.” | સુંદર ચિત્રાત્મક શૈલી, મનુષ્યનાં મનમાં અંત સીલમાં ડોકિયું કરવાની દૃષ્ટિ, માનવસહજ સૌ ઊણપો, ખૂબીઓ, ખામીઓને સ્વીકારી જીવન પ્રત્યે ઉદારતાથી જોવાની આવડત છે. માનવજીવનમાં દુઃખ અને હાસ્ય બન્નેની શક્યતાઓનો સરસ વિસ્તાર કરી જાણે છે. ધન્યવાદ. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy