SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ કos ધન્ય ધરા ( કૌટુંબિક સંસ્કારને કારણે, અમેરિકાના મોટા શહેરમાં કે ભારતના નાનકડા ગામમાં પણ મુક્ત રીતે, અનૌપચારિક રીતે અનુકૂળ થઈ રહેવાની ક્ષમતા તેમણે કેળવી લીધી હતી. પરિણામે તેઓ વિશ્વ-વિખ્યાત વૈજ્ઞાનિક માનવ બન્યા હતા. સમયના ઝડપી વહેણ સાથે. વિજ્ઞાનક્ષેત્રે પણ ઝડપી શોધો થતી રહી છે. જો આ શોધ જીવનોપયોગી ન હોય તો તે અર્થહીન બને છે. આવી શોધ માટે સાધનાની જરૂર છે. આવા તેમના વિચારો હતા. ૧૯૪૨માં દક્ષિણ ભારતમાં વૈજ્ઞાનિક શોધના કાર્યમાં રહેવાનું થયું. અચાનક જ મૃણાલિનીબહેન સાથે મુલાકાત થઈ. વિચારો-વર્તનોની સામ્યતાને કારણે બંને લગ્નથી જોડાયાં પરંતુ સતત વૈજ્ઞાનિક શોધમાં વ્યસ્ત-મસ્ત વિક્રમભાઈ કુટુંબીજનો સાથે લાંબો સમય રહી શકતા ન હતા. | વિક્રમભાઈએ પોતાની સર્વશક્તિ વિજ્ઞાનક્ષેત્રે જ વાપરી. ભારતની પ્રજા અને માનવજીવનનો વિકાસ એ જ તેમનો મુખ્ય હેતુ હતો. ઊંચા માનવજીવન માટે, વૈજ્ઞાનિક શોધોમાં તેમને રસ હતો. ઊંચા અવકાશના ક્ષેત્રના કોઈ પણ સંશોધનકાર્યમાં તેમનું દિલ ધરતીના માનવો સાથે જ સતત વિચારતું રહેતું. આવી વિરાટ વિભૂતિએ વિજ્ઞાનક્ષેત્રે અનેક સંશોધનો કર્યા. સંસ્થાઓ ઊભી કરી; ઔદ્યોગિક ક્ષેત્રે સંસ્થાઓ ઊભી કરી. પ્રજાહિતનાં આવાં કાર્યોથી તેમને દેશ-વિદેશમાંથી સમ્માન મળ્યું. શાંતિસ્વરૂપ ભટનાગર ચંદ્રક, રાષ્ટ્રપતિ પદ્મભૂષણ અને અવસાન પછી પણ પદ્મવિભૂષણ એનાયત થયો. આ રીતે તેઓ અવકાશ યુગના પિતા બન્યા. ભારતને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મૂક્યું. અમદાવાદમાં જ તેમણે સ્થાપેલી કેટલીક સંસ્થાઓ આજે પણ તેમની વૈજ્ઞાનિક શોધ-શક્તિની સાક્ષીરૂપે કામ કરે છે. અટીરા, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સેટેલાઇટ કોમ્યુનિકેશન્ન સેન્ટર (થલતેજ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને અણુશક્તિ પંચ જેવી મોટી જવાબદારીનાં કામ તેમણે સફળતાથી પાર પાડ્યાં છે. માત્ર પ્રજાહિતાર્થે જ વિજ્ઞાનક્ષેત્રે સમર્પિત કરનાર વિક્રમભાઈ, સદાય સાદગીને વરેલા હતા. સાદા સફેદ પાયજામા-ઝભામાં જ્ઞાનથી શોભતા વિક્રમભાઈએ ત્રિવેન્દ્રમ નજીક દરિયા કાંઠે કોવાલમ્ પેલેસમાં જ ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ની મધ્યરાત્રિએ કાયમી વિદાય લીધી. –શ્રી પ્રમોદ જોશી નદી* ગૈરવશાળી પ્રતિભાઓ ' : ગિજુભાઈ બધેકા ભોગીલાલ સાંડેસરા રેખાંકન : સવજી છાયા નાનાભાઈ ભટ્ટ રણજીતરામ વાવાભાઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy