________________
૪૦.
સ્મૃતિમાં ભાદરણ ગામના રેલ્વે સ્ટેશન પાસે સાધુસંતોના ઉતારાના શુભ હેતુથી છ ઓરડીઓનો એક નાનો આશ્રમ બંધાવ્યો હતો. પુત્રની યાદમાં તે આશ્રમને “શાન્તિ આશ્રમ” નામ આપ્યું. ગામમાં આવતા સાધુસંતો માટે રેનબસેરા જેવા આ આશ્રમમાં જે સંત આવે તે ગામમાંથી ભિક્ષા લઈ આવીને જમી લે. એક બે રાત રોકાઈને આગળના ગામે ચાલતા થાય. કોઈ સંત ચાતુર્માસ પણ ગાળે. કૃષ્ણાનંદ આવો ચાતુર્માસ ગાળવા અત્રે આવી ચઢ્યા. ગામના કેટલાક ધર્મપ્રેમી સત્સંગી વડીલો સાંજે આશ્રમમાં આવે અને અહીં રોકાતા સાધુઓનો સત્સંગ કરી જ્ઞાન મેળવે. આવા દૈનિક ક્રમમાં થોડા શિક્ષિત વડીલો સ્વામી કૃષ્ણાનંદના સત્સંગમાં જોડાયા. તેઓને આ સંતની વિદ્વતા અને સરળતા પ્રભાવિત કરી ગઈ. વધુ જ્ઞાનસંપાદન અને સત્સંગની લાલચે તેઓએ આ સંતને પાંચ ચાતુર્માસ અહીં આવવાનો આગ્રહ કર્યો. એ પાંચનો સંકલ્પ પૂરો થતાં થતાં સંત અને સત્સંગીઓ પરસ્પર એટલા ઓતપ્રોત થઈ ગયા કે પછી કૃષ્ણાનંદજી અત્રે કાયમ જ રોકાઈ ગયા. ગુજરાતી આવડતું ન હોવાથી તેઓ અંગ્રેજી અને હિન્દીમાં વાતચીત કરતા. પછી તો સારું ગુજરાતી પણ શીખી ગયા. સત્સંગ વખતે પરિભ્રમણના પોતાના અનુભવો તેઓ વર્ણવતા. સાધુજીવનની વાતો સાથે સંસારના પ્રશ્નોની પણ ચર્ચા થતી રહેતી. આવા રોમાંચક અનુભવો પોતાની જેમ અન્ય સંસારીઓ સુધી પહોંચે તે શુભ હેતુથી તેઓએ સંતશ્રી પાસે દરખાસ્ત મૂકી કે તેમના આવા ઉપયોગી અનુભવો પુસ્તક રૂપે પ્રગટ કરે. એ માટે નાણાંની મદદ કરવાની પણ તૈયારી દર્શાવી. ગુજરાતીમાં અનુવાદ કરી આપવાની સગવડ પણ ઊભી કરી. અતિ આગ્રહને વશ થઈ આ સંતે અનુભવોનાં પુસ્તકો લખવાનું સ્વીકાર્યું.
શાળાકોલેજના શિક્ષણથી જ સારું અને ઝડપી ટાઇપકામ શીખ્યા હોવાથી પોતાની પાસે નિત્ય પત્રવ્યવહાર માટે ટાઇપરાઇટર પણ રાખતા હતા. અંગ્રેજી ભાષાનું તો પ્રભુત્વ હતું જ. એટલે સીધો ટાઇપમાં જ લેખ તૈયાર કરતા. અંગ્રેજીના તજજ્ઞો પાસે ભાષાશુદ્ધિ પણ કરાવી લેતા. અંગ્રેજીના છાપકામનાં પ્રફ પોતે જાતે જોતા, છેલ્લું મશીનપૂફ' પણ આગ્રહથી જોઈ લેતા. અંગ્રેજી પુસ્તક પ્રગટ થયા બાદ જાણીતા વિદ્વાનો પાસે તેનું ભાષાંતર તૈયાર કરાવવામાં આવતું. એ ભાષાંતરમાં પણ ગુજરાતી ભાષાની શુદ્ધિ અને સાહિત્યિક ઓપ આપવાના હેતુથી જાણીતા લેખક શ્રી પ્રિયકાન્ત પરીખ અને આ લખનારની સહાય લેતા. પુસ્તકો દાનથી છપાય અને મફત વહેંચાય એટલે ગમે
ધન્ય ધરા તેવાં પુસ્તકો ચલાવી લેવાની સંસારીઓમાં ટેવ હોય, પરંતુ આ સંતનો સંકલ્પ ઉત્કૃષ્ટ હતો. પુસ્તક મફત અપાય એટલે ગમે તેવું ફટકારી નહીં દેવાનું. સારા કાગળ પર છપાય, ભાષા-મુદ્રણના દોષ વગરનું લખાણ છપાય, પાકા પૂઠાનું મજબૂત બાઇન્ડિંગ થાય અને તેના પર પારદર્શક પ્લાસ્ટિક કવરની સુરક્ષા અપાય. આવું ઉત્તમ અને સુંદર પુસ્તક મેળવતાં–અને તે ય મફતમાંવાચકે તો વાચન જ શરૂ કરવાનું બાકી રહેને! તેમના સ્વાનુભવનાં કુલ છ પુસ્તકો બે બે વાર છપાઈ ગયાં, છતાં ખૂટતાં ગયાં. છેવટે તેમને મહાગ્રંથ માટે સમજાવી સંમતિ મેળવીને “કૃષ્ણાનંદ સંપુટ નામના બે ગ્રંથોમાં એ છ પુસ્તકો પ્રગટ થયાં. ઈ.સ. ૧૯૯૦માં તેમનાં છ અંગ્રેજી પુસ્તકો એક જ ગ્રંથમાં મૂકી પ્રગટ કર્યા અને ગુજરાતી છ પુસ્તકો “સ્વામી કૃષ્ણાનંદ સંપુટ' નામના બે ભાગના સેટમાં પ્રગટ થયાં. પ્રથમ પ્રકાશન બાદ સત્તર વર્ષ દરમ્યાન એમના આ બધા જ સેટ અપ્રાપ્ય થઈ ગયા છે. લેખક તરીકેની તેમની નીડરતાનો પરિચય “કોઈ કંકર કોઈ મોતી’ પુસ્તકમાં જોવા મળે છે. મૂળ અંગ્રેજી ગ્રંથમાં મુકાયેલું એક પ્રકરણ ગુજરાતમાં સાધુસમાજ અને વિવિધ સંપ્રદાયોમાં ફેલાયેલાં દૂષણોને જાહેર કરતું હોવાથી, એમને આ પુસ્તક પાછુ ખેંચવા કોર્ટ કેસ ને ખૂનની ધમકીઓ મળી હતી. આ બધી ધમકીઓનો તેમણે સંતની સ્વસ્થતાથી ગુજરાતી પુસ્તકની પ્રસ્તાવનામાં ખૂબ જ મક્કમતાથી જવાબ આપી દીધો છે. પરિવ્રાજક તરીકે દેહ પાસેથી તેમણે ખૂબ જ કામ લીધુ હતું. અમદાવાદથી કરાંચી, સુરતથી પોંડિચેરી અને બે વાર ઋષિકેશથી બદ્રીકેદારની પદયાત્રાઓ કરી ચૂકેલા આ સંતને ૧૯૮૧માં વેલોર (મદ્રાસ) ખાતે બાયપાસ સર્જરી કરાવવી પડી હતી. ૧૯૮૮માં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું. છેવટે ઈ.સ. ૧૯૮૯ના ઓગષ્ટની ત્રીજી તારીખે મધ્યાહૂં હૃદયરોગથી તેમનો દેહ પડ્યો. તેમની અંતિમ ઇચ્છા અનુસાર તેમના અવસાન બાદ તેમનું દેહદાન કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે કરવામાં આવ્યું હતું. તેમની વધેલી દાનની રકમમાંથી એ મેડિકલ કોલેજના ઉત્તમ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક આપવાની વ્યવસ્થા થઈ છે, જે ચંદ્રકો આજે પણ તેમની સ્મૃતિ તાજી કરાવે છે.
સદાના સન્યાસી અને અ-સંસારી રહ્યા છતાં સંસારી જીવનનાં દુઃખ, અવરોધ અને પ્રશ્નોની બહોળી જાણકારી મેળવતા હોવાથી સ્વામી કૃષ્ણાનંદ સંસ્કારી સંસારીઓના વ્યક્તિગત, કૌટુંબિક અને સંસ્થાકીય ક્ષેત્રની વિવિધ સમસ્યાઓને સહજમાં ઉકેલી આપતા. તેમનું જ્ઞાન વ્યાપક અને ગહન હતું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org