SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કાર્યકર તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. આ એમના માટે એક સિદ્ધિ છે. આવા સતત પ્રવૃત્તિશીલ કનુભાઈ હજુ પણ પોતાના જીવનમાં પ્રગતિ કરતા રહે એવી આપણા સૌની શુભેચ્છાઓ છે. | વિઠ્ઠલભાઈ આજે આપણા દેશમાં સૌથી મોટી ખોટ હોય તો તે સંસ્કારની છે. વિનય’ અને ‘વિવેક' તો હવે ધીમે ધીમે માત્ર શબ્દકોશમાંના શબ્દો જ બનતા જાય છે અને એ માટે આજનું શિક્ષણ પણ જવાબદાર છે. માણસ-માણસ વચ્ચેનો ભાવ, લાગણી અને સ્નેહ ઓસરતા જાય છે. ઉપયોગિતાના સંદર્ભે સંબંધો બંધાવા લાગ્યા છે. પહેલાં એવું હતું કે, જેની પાસે વિદ્યા હતી, વિદ્વાન હતા એમનું માન સમાજમાં ઊંચું રહેતું પણ હવે તો જેની પાસે ધન-દોલત છે, એનો સમાજમાં માન-મોભો છે, એની વાહ-વાહ છે, પણ જે સામાન્ય છે, ગરીબ છે એનું સમાજમાં કોઈ મહત્ત્વ રહ્યું નથી. એનો સમાજમાં કોઈ માનમોભો હોતો નથી, પણ જે માન-મોભાવાળા હોય છે એનાથી અનેકગણી માનવતા પેલા સામાન્ય માનવીમાં હોય છે, પાણીના એક ટીપામાં દરિયાની વિશાળતા છે, એ જોવાની કોઈને નવરાશ હોતી નથી એ આજના સમયની દુર્દશા છે. છતાં રણમાં રણદ્વીપ પણ હોય છે. અજ્ઞાન માણસને સાચો હીરો મળે તો એને તો એ પથ્થર બરાબર જ હોય છે. પણ જે હીર–પારખું છે, એને મન એનું અનેકગણું મૂલ્ય હોય છે. જે રત્નો દટાઈ ગયેલાં છે, ધરબાઈ ગયાં છે, સૂરજ નહીં પણ માનવદીવડા બનીને ક્યાંક પ્રકાશી રહ્યાં છે અને ફૂલડાં ડૂબી રહ્યાં છે અને પથરા તરી રહ્યા છે, એવા કપરા સમયમાં પણ એવાં રત્નોને–દીવડાઓને-ફૂલોને ખૂણે ખાંચરેથી શોધી કાઢવાનું ભગીરથ કામ કરનારા ભડવીરો પણ ગુજરાતમાં છે. એવી એ વ્યક્તિને તમારે મળવું હોય તો વડોદરા, ‘જીવનદીપ'માં જવું પડે અને ત્યાં તમને મળી જશે શ્રી વિઠ્ઠલદાસ પુરુષોત્તમદાસ પટેલ, ટૂંકમાં વી. પી. સમાજમાં પડેલા માણસોને, એમનાં સુકાર્યોને લણવાનું કામ કરે છે. શ્રી રામુ પંડિતે જેને ધ્યેયનિષ્ઠ, ચોકસાઈ, કરકસર, સુઘડતા અને ઓછાબોલાપણું એ વિઠ્ઠલભાઈની વિશિષ્ટતા. ગાંધીવાદી વિચારના એ પુરસ્કર્તા, મનનીય અને પ્રેરક સાહિત્ય વાંચવાના શોખીન’ એવા ગણાવ્યા છે, એ એમના આજનાં કાર્યોમાંથી આપણે જોઈ શકીએ છીએ. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મુળ તો ચરોતરના, ખેડા જિલ્લાના ૧૦. ઉત્તરસંડા ગામના વતની છે અને આજે ચોસઠ વર્ષની વયે પણ એક જુવાનને શરમાવે એવી ચપળતા, જાગૃતિ અને સભાનતાથી જે કામ કરી રહ્યા છે, એમાં ગાંધીજીએ પાણી પાઈને જે છોડ ઉછેરેલા એમાંના એક એવી આ વિભૂતિનો આપણને પરિચય થાય છે. મહાત્માજીની વિશાળ છાયા નીચે જે કેટલાક છોડવા એમની પાસેથી પ્રેરણા પીને ઊછર્યા છે અને એમનો વારસો નિભાવ્યો છે એમાંના “વી. પી.' એક છે. “વી. પી.” એ આ દેશને કોરી ખાતા, ખોતરી રહેલા ભ્રષ્ટાચારના જંતુઓનો નાશ કરવાનો યજ્ઞ આરંભ્યો છે ત્યારે આપણા સમાજમાં ફક્ત સુકાર્યો થાય એટલું પૂરતું નથી, પણ એ સુકાર્યોને શોધીને જગતના તખતા પર મૂકવાનું ભગીરથ કામ કરવું જોઈએ, જેથી સુકાર્યોની સુવાસ ફેલાતી રહે અને બીજાને પ્રેરણા આપતી રહે, એનાથી સમાજ સ્વસ્થ બને એ દિશામાં ગમો-અણગમો વચમાં લાવ્યા વિના દરેક વ્યક્તિએ સમાજનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરવો જોઈએ, એવી શુભ ભાવના સાથે ગુજરાતના આપણા “વી. પી.” કાર્યમગ્ન છે. આજે જ્યારે લબરમૂછિયા જુવાનો અને એમની જીહજૂરિયાઓની જમાત ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનાં કાર્યો અને એમની સ્મૃતિને ભૂંસી નાખવાના પ્રયત્નમાં પડ્યા છે ત્યારે વિઠ્ઠલભાઈએ એમના વિદ્યાર્થીકાળમાં સરકારશ્રીના સંપર્કમાં આવી એમનાં ‘મિતભાષીપણું' અને હૈયાઉકલતને પામીને એમાંથી પ્રેરણા લઈને તેઓ “હિન્દ છોડો' ક્રાંતિમાં સક્રિયપણે જોડાયા હતા, તો ૧૯૪૨માં ગાંધીજીએ શરૂ કરેલ “કરેંગે યા મરેંગે' આંદોલનમાં, અભ્યાસને છોડીને, જોડાઈ ગયા ત્યારે પોતાના જીવન કરતાં આ દેશની આઝાદી વધારે મહત્ત્વની લાગી હતી. પોતાની માતા ગુલામીની જંજીરોમાં સપડાયેલી હોય ત્યારે વ્યક્તિગત હિતને જુએ, શાંત બેસી રહે તે એ વિઠ્ઠલભાઈ શાના? અને આજે એ ક્રાંતિવીર “એક વ્યક્તિ સંસ્થા” બનીને ઊભરાઈ રહ્યા છે એનો આનંદ ઓછો નથી. આપણું કમનસીબ છે કે, આપણે આપણા ઘરદીવડા ઓળખી શકતા નથી, ત્યારે શ્રી વિઠ્ઠલભાઈ સૂક્ષ્મદર્શક યંત્ર લઈને સમાજમાંથી ઉત્તમ પ્રતિભાઓને શોધવાનું કામ કરી રહ્યા છે. - આજનો યુવાન જ્યારે દિશાહીન, પોતાના જીવનનો માર્ગ શું હોઈ શકે એની જેને ખબર નથી કારણ કે, આજના વિદ્યાર્થી પાસે વાચનનું કોઈ ભાથું નથી, ત્યારે વિદ્યાર્થીઅવસ્થામાં વિઠ્ઠલભાઈએ ઘણું વાંચ્યું છે, વિચાર્યું છે, મનન કર્યું છે અને પોતાના જીવનની ક્ષણેક્ષણે ઉપયોગ થવો જ જોઈએ અને તે પણ dain Education Intermational Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy