SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ FE આપણા દેશમાં લગભગ એક કરોડ જેટલા અપંગો છે. એમાંના એક એવા શેલાર કનુભાઈ વિશે મારે તમને કંઈક કહેવું છે. આમ તો એ મૂળ સૌરાષ્ટ્રના (મોટા સમઢિયાળા, તા. ખાંભા, જિ. અમરેલી) પણ હવે તો અમદાવાદમાં જ સ્થિર થઈને રહે છે. એમનો જન્મ ૯મી મે, ૧૯૫૧માં અમદાવાદમાં થયેલો અને બે વર્ષની ઉંમરે કમરથી નીચેના ભાગે બન્ને પગે પોલિયો થયેલો–બન્ને પગે અપંગ છે. ડૉક્ટરી સારવાર પછી લાકડાની બન્ને ઘોડીઓની મદદથી ચાલતાં થવાયું છે, મનમાં કશુંક કરવાની ધગશ હોવાના કારણે મ્યુનિસિપલ શાળામાં પ્રાથમિક શિક્ષણ, દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાંથી મેટ્રિક થયા અને એસ વી. કોમર્સ કોલેજમાંથી બી. કોમ.ની ડિગ્રી મેળવી. આ સમય દરમ્યાન ચિત્રકામ, વક્તૃત્વ સ્પર્ધાઓ, તેમજ અન્ય ભાષાઓની પરીક્ષાઓ આપી અને મૈત્રીના શોખીન હોવાના કારણે અન્ય અપંગ મિત્રોના સંપર્કમાં આવ્યા. જ્યારે કનુભાઈ ભણતા ત્યારે એમને અન્ય બાળકોને રમતાં જોઈને એમને પણ રમવાની ખૂબ જ ઇચ્છા થતી! પણ હાય! લાચારી! અપંગ હોવાથી તેઓ કેવી રીતે રમી શકે? તેથી એમના મનમાં રમતો માટે ભારોભાર માન હોવા છતાં રમતોમાં રમી શકાતું નહીં. એટલે પોતાના ભાઈ ફોટોગ્રાફર હોવાના કારણે એમની સાથે રહીને ફોટોગ્રાફીનો શોખ કેળવ્યો પણ મનમાંથી રમતો પ્રત્યેનો જે ભાવ હતો એ ઓછો થયો નહીં. એટલે એમના જેવા અપંગ મિત્રો સાથે રમતો રમવાનો અને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી. કુદરત પણ કેવી છે? મનમાં રમતો પ્રત્યે ભારોભાર અનુરાગ છે અને પગની અપંગતા. આટલો મોટો વિરોધાભાસ! પણ જેને કંઈક કરવું છે, એને અપંગતા આડે આવતી નથી. માત્ર મન મજબૂત હોવું જોઈએ, કંઈક કરવાની ધગશ જોઈએ. પોતાના શરીરનાં અંગોને ભલે લકવો લાગ્યો પણ જ્યારે માણસના મનને લકવો લાગે છે ત્યારે તે કશું જ કરી શકતો નથી! તેથી આજે જે યુવાનો છે, એમને શારીરિક, માનસિક લકવો થયેલો ક્યારેક જોવા મળે છે ત્યારે એમની દયા આવે છે! પણ જ્યારે પૂનામાં અપંગોનો રમતોત્સવ થયો એમાં કનુભાઈ અન્ય મિત્રો સાથે રમ્યા ત્યારે એમને થયું કે, અપંગ મિત્રોનું એક મિત્રમંડળ-સંગઠન કરીને કે સંસ્થા કરવાનો વિચાર મનમાં સૂઝ્યો, પછી તો ‘યુવકવિકાસ’ સંસ્થાના સહકારથી યુવક કાર્યકર શિબિરમાં ભાગ લીધો. નેતૃત્વની તાલીમ લીધી અને Jain Education International ધન્ય ધરા અપંગોની સમસ્યાઓનો અભ્યાસ કર્યો અને એમની સહાયથી ધી સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડીકેપ્સ, અમદાવાદ' નામની સંસ્થા સ્થાપી. પછી તો કનુભાઈનો ઉત્સાહ બેવડાઈ ગયો અને પોતાના અપંગ મિત્રો સાથે બધી જ રમતોમાં ઝંપલાવ્યું. જિલ્લા-રાજ્ય કક્ષાની હરીફાઈઓમાં પ્રથમ આવીને અનેક ઇનામો મેળવ્યાં, ટીમનું નેતૃત્ત્વ પણ કર્યું. અનેક સંસ્થાઓના વડાઓ સાથે અપંગો માટે શું કરી શકાય એની ચર્ચા વિચારણાઓ કરી અને એસ. ટી.માં કન્સેશન મેળવવાના પ્રયત્નો કર્યાં. એમાં આખરે સફળતા મળી છે ખરી. રાજ્યકક્ષાનો અપંગો માટેનો રમતોત્સવ ગોઠવ્યો. એમાં અનેક રમતોમાં પ્રથમ આવ્યા અને ઇનામો મેળવ્યાં. અપંગોમાં પણ સાહસવૃત્તિ વધે તે હેતુથી ટ્રાયસિકલ રેલી અમદાવાદથી ગાંધીનગર સુધીની ગોઠવી અને પછી અમદાવાદથી વડોદરા સુધી પણ સાહસયાત્રા પૂરી કરી. વિશ્વ અપંગ દિનની અને આંતરરાષ્ટ્રીય અપંગ વર્ષની ૧૯૮૧માં ઉજવણી થતી હતી. એમાં અપંગોની શક્તિઓને બિરદાવવા માટે તત્કાળ ચિત્રસ્પર્ધા, વક્તૃત્વ, રમતગમત વગેરેનું આયોજન કરેલું એટલું જ નહીં પણ પોરબંદરથી નવી દિલ્હી રાજઘાટ સુધી ઓટો ટ્રાઇસિકલ દ્વારા સાહસયાત્રાનું આયોજન કર્યું અને એમાં સફળતા મેળવી. અપંગો દ્વારા રક્તદાન કરાવીને ભારતભરમાં વધુ અપંગદાતા મેળવી આપવાનું બહુમાન મેળવ્યું અને અપંગ વર્ષની ઉજવણી નિમિત્તે જુદાં જુદાં રાજ્યોમાં રમતોમાં ભાગ લીધો અને એમાં ગુજરાતની ટીમના મેનેજરની સેવા બજાવી. અમદાવાદથી કાશ્મીર અને ત્યાં બરફમાં ૩-૩૦ સ્કેટિંગ માટે છવીસ અપંગ મિત્રોને પણ સાથે લઈ ગયેલ. કનુભાઈ આમ રમતમાં અને વિશેષમાં તો તરણમાં પોતાની મોટી ક્ષમતા બનાવી શક્યા છે એમ અપંગો માટે ‘પર્વતારોહણ'નું આયોજન કરેલ ૧૦,૭૦૦ ફૂટ સુધી સફ્ળ આરોહણ કરાવીને ભારતભરમાં ગુજરાતને આ પ્રકારના આરોહણનું પ્રથમ બહુમાન અપાવ્યું. આ રીતે કનુભાઈ અપંગ હોવા છતાં ક્યારેય લાચાર બન્યા નથી, કારણ કે એમનામાં ભારોભાર ઉત્સાહ ધબકે છે, કંઈક કરવાની ધગશ એમનામાં પડેલી છે. એટલે આ વર્ષે એમને અપંગોના પુનર્વાસ અને ઉત્થાનનાં કાર્યો બદલ અપંગ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy