SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ ધન્ય ધરા એમના મનમાં પાકી ગાંઠ વળી ગઈ કે આ જ સાચો સાધુ. મારા ગુરુસ્થાને તેમને જ મારા હૃદયમાં સ્થાન આપીશ. સંતબાલજી તો કોઈને શિષ્ય બનાવતા નથી, પણ એમની આસપાસ જે ભાઈબહેનો હતાં તે બધાં તેમને “ગુરુદેવ'થી સંબોધતાં અને આ ચાતુર્માસમાં તેઓ ગીતા-રામાયણ ઉપર પ્રવચન કરી તેમને આધ્યાત્મિક રીતે ઘડી, તાલીમ આપી રહ્યા હતા. નાનચંદભાઈએ સંતબાલજીની દિનચર્યા જોઈ, એમના આત્મદર્શનની તાલાવેલી જોઈ, એમનો નિર્મળ પ્રેમ અનુભવ્યો, સર્વધર્મ સમભાવભરી પ્રાર્થના સંવેદી. તેઓ લોકહિતાર્થે, સેવાવૃત્તિની પ્રવૃત્તિ કરતા હતા. આ બધાથી તેઓ ભારે પ્રભાવિત થયા અને મનોમન ઈશ્વરસાક્ષીએ તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા. ત્યાર પછી નાનચંદભાઈ હવેલી, છાત્રાલય વગેરેની સેવામાંથી મુક્ત બની એ વખતે આવી પડેલ દુષ્કાળ અને પાણીની વ્યવસ્થામાં જોડાઈ ગયા. ભા. ન. પ્રા. સંઘના સભ્ય બની દુષ્કાળમાં પશુરાહતની કામગીરી ઉપાડી લીધી. સંતબાલજીએ પણ તેમનામાં સત્યધર્મની વીરતા, અહિંસાલક્ષી પ્રેમધર્મ, તેમના અંતરમાંથી ઊઠેલ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને અકિંચનવ્રત સમું અપરિગ્રહી જીવન જોઈ પોતાની પ્રવૃત્તિમાં જ્યાં જ્યાં અન્યાયનો સામનો કરવાની–સત્યાગ્રહ કે શુદ્ધિપ્રયોગ કરવાની પળ આવી પડે ત્યાં પોતાના આ પ્રિય સાથી નાનચંદભાઈને બોલાવી લેતા. તેમને સુકાન સોંપતા. બગડ, ખસ અને સાળંગપુરના શુદ્ધિપ્રયોગથી પરિશુદ્ધ થયેલ સ્વામી જ્ઞાનચંદ્રજીએ ગોવંશવધ-પ્રતિબંધ માટે મથુરા, દિલ્હી, ગાંધીનગર જેવાં મહામથકો ઉપર સફળ શુદ્ધિપ્રયોગ આંદોલન કરી દેખાડ્યાં. હજારો લોકોએ ઉપવાસી બની સાથ અને સહકાર આપ્યો. ગોસેવાથી ગોભક્તિ પરિપુષ્ટ બની. દેશની પાંજરાપોળો, ગોસદનો અને ગોશાળાઓ સચેતન બન્યાં. ગુજરાત સરકારે ૧૬ વર્ષથી નીચેના ગોવંશ માટે ગોવધ પ્રતિબંધ કાનૂન બનાવ્યો. સ્વામી જ્ઞાનચંદ્રજીએ પોતાની ઉત્તરાવસ્થા બાલસેવા, ગોસેવા અને પ્રાર્થનામંડળને મોટેભાગે અર્પણ કરી.-ભિક્ષા ઉપર જ (ગાયનાં ઘી-દૂધ વર્ષો સુધી છોડેલાં) વર્ષો કાઢ્યાં. સ્વામી જ્ઞાનચંદ્રજી સાચા અર્થમાં પ્રભુપ્રેમી છે. પ્રભુને પોતાની સૃષ્ટિનાં તમામ બાળકો પ્રિય છે, તમામ જીવન પ્રિય છે, પોતાના અંશરૂપ લાગે છે અને તેથી પોતે એક અજબ પ્રકારનું માતૃત્વ કે વાત્સલ્યભાવ અનુભવે છે. એમની આંખોમાં, એમની વાણીમાં અને એમના પ્રત્યેક ભાવમાં તમને વાત્સલ્યનાં ઝરણાં ઝરતાં દેખાશે. બાળકેળવણીકાર ગિજુભાઈને જેમ “મૂછાળી મા'ની ઉપમા મળેલી તેમ સંતબાલ-પરિવારમાં પણ તેઓ કેટલાંયના “મા” છે. પોતાના ગુરુ સંતબાલજીની “સકળ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રે”ની ભાવના, વર્ષોથી તેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છતાં, સાણંદની એમની સાધના–કુટિરનાં આંદોલનોથી જણાઈ આવે છે. સંવત ૧૯૬૨ના કારતક વદ ચોથે (સન ૧૯૦૬)માં પુષ્ટિમાર્ગની પરંપરામાં જન્મેલા. ઊછરેલા પણ સ્વયં સર્વધર્મ-પ્રેમી વિનોબા, સંતબાલ, ગાંધીજીની પ્રબળ અસરથી બનેલા સ્વામી જ્ઞાનચંદ્રજી ૯૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમનું ગોપીહદય તો પ્રત્યક્ષ મિલનથી જ સ્પર્શી શકાય. ગુજરાતને એક નવી સંતસંસ્કૃતિનો પ્રતિનિધિ અને નવો અભિગમ તેમના જીવનમાંથી જણાઈ આવે છે. તેઓ શતાયુ થાઓ! તેમની ગોવંશવધબંધીની ભાવના વહેલી વહેલી ફળો! (ભૂમિપુત્ર માટે ૧-૧ર-૧૯૯૭ આ લેખ છપાયેલ). Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy