SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૬ ધન્ય ધરા ભારતt" લલિતકળાઓનું જાણે ધામ હતું! આવી સંસ્થાને વર્ષો સુધી સંસ્કારથી સિંચી, સેંકડો કન્યાઓને તેઓ તૈયાર કરી ગયાં. સવિતાદીદી પોતાનાં કાર્યો દ્વારા અમર છે! તેમની સંસ્થાના પરિવારને હાર્દિક દિલસોજી! અનન્ય લોકસેવક શ્રી સામભાઈ (અવસાન : ૧૩ ફેબ્રુઆરી, ૨૦૦૫) શ્રી સામભાઈના અવસાનની ખબર અમને મોડે મળી. જોકે તેમના કાર્યક્ષેત્ર-સોનગઢ-ઉચ્છલ વિભાગને પણ માર્ચ અધવચ્ચે મળી, કારણ એટલું જ કે તેઓ થોડા અશક્ત થતાં સોનગઢ અને સુરતથી કાયમ માટે પૂણે રહેવા ગયેલા. પૂણે જતાં તેમણે અમને પણ જાણ કરી હતી. ગુજરાતના પરમ લોકસેવક શ્રી જુગતરામ દવેની આદિવાસી, વનવાસી જાતિની સેવા અર્થે જીવન સમર્પણથી તેમની નિષ્કામ અને અનન્ય લોકસેવાથી જે યુવકો ખેંચાઈને આવ્યા, તેમાં બે પારસી મિત્રોનું સ્થાન અદકેરું હતું. તેઓએ સ્વેચ્છાપૂર્વક પોતાની જાતને વન્ય જાતિમાં ઓગાળી દીધી હતી. તેમાં પ્રથમ નામ આવે છે સામભાઈનું. સામભાઈનું વતન સુરત. મોગલ સમ્રાટ બહાદુરશાહે સામભાઈના વડવાઓની કદર કરી નેફસાતખાન-ખાનબહાદુર એવા ઇલ્કાબથી નવાજ્યા હતા, જે પાછળથી તેમની ઓળખઅટકરૂપ બની ગઈ હતી. સામભાઈએ એમ.એ. સુધી અભ્યાસ કર્યા પછી દેશવિદેશના અર્થશાસ્ત્રમાં ઊંડા ઊતર્યા પછી, એમને લાગ્યું કે પ્રજાના સર્વાગી વિકાસ માટે ગાંધીનો સર્વોદય માર્ગ જ એક માત્ર, વર્તમાનમાં અજોડ છે. તેથી તેમણે જુગતરામ દવેને પોતાની જાત, સેવા માટે સમર્પ. જુગતરામભાઈએ તેમને પોતે પ્રસ્થાપિત કરેલ રાનીપરજ સેવા સભાના એક સ્તંભ તરીકે સ્થાન આપ્યું અને સામભાઈએ સુરત જિલ્લાના અતિ પછાત એવા સોનગઢ કિલ્લા તથા ઉચ્છલ-નિઝરના જંગલ વિસ્તારને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. એ માટે સોનગઢમાં ગાંધી ખિદમત ઘરની સ્થાપના કરી, પોતે પોતાનો મોટા ભાગનો સમય ત્યાં આપવા લાગ્યા. આશ્રમશાળા, છાત્રાલયો, જંગલમંડળીઓ, કુટીરઉદ્યોગ દ્વારા તેમણે વનવાસીઓને કેળવવા માંડ્યાં. પારસી કોમની ઉદારતા, ખેલદિલી અને જેની સાથે જીવ મળી જાય તેની ઉત્કટતા અજાણી નથી. તેઓ ‘સામભાઈના હુલામણા નામે લોકપ્રિય થઈ ગયા. સામભાઈની સાથે અમારો સંબંધ ઠેક ૧૯૫૨થી. તેમાં મુનિશ્રી સંતબાલજીના ધર્મદષ્ટિએ સમાજરચનાના વિચારોથી તેઓ આકર્ષાયા, તેથી મુનિશ્રીએ તેમને સુરત જિલ્લા પ્રાયોગિક સંઘ રચવાની પ્રેરણા આપી. તેમાં પણ તેમણે ઠીક ઠીક રસ લીધો, પરંતું જુગતરામભાઈના રચનાત્મક ગઢમાં નવી સંસ્થા રચવાનું તેમને બહુ ઠીક રુચ્યું નહીં, તેમ છતાં તેમનો સંબંધ મુનિશ્રી સાથે છેવટ લગી રહ્યો અને તેમના વિચારો પ્રમાણે પણ લોકસંગઠનોમાં મદદ કરતા રહ્યા. સામભાઈ સુધરેલી દુનિયાના સીધા સંપર્કમાં, પારસી કોમની ઊંચી ખાનદાની, વ્યવસ્થા, પશ્ચિમી રીતરસમ બધાંથી માહેર છતાં તેમને જીવનરીતિ ગાંધીની અનુકૂળ પડી. ભારતીબહેનના પિતા બચુભાઈ સરકારી સમાજ કલ્યાણ ખાતાના અધિકારી. તેમની બદલી રાજકોટથી સુરત થતાં, ત્યાંના નિવાસની મૂંઝવણ ઊભી થઈ. અમે સામભાઈને વાત કરતાં તેમણે કહ્યું : આપણું ઘર છે, તેનો એક ભાગ વાપરવા આપીશું. એ રીતે અમારે પણ સુરત અવારનવાર જવાનું, રાત રહેવાનું બનતાં તેમનાં પત્ની રોશનબહેન સાથે પણ આત્મીયતા બંધાઈ હતી. રોશનબહેન પણ સામભાઈની સાથે ઘણી સભાઓમાં હાજરી આપતાં અને રસ લેતાં. ૧૯૯૭માં રોશનબહેન ગુજરી જતાં અને પરિવારમાં એકલા પડતાં (સંતાન નહોતાં) શારીરિક કમજોરી જણાતાં તેમણે પોતાનું સ્થાન સુરતથી બદલી પૂણે ખસેડ્યું અને ત્યાં જ ૮૮ વર્ષની જૈફ વયે અવસાન પામ્યા. જીવનસ્મૃતિ સ્વાધ્યાયમંદિરની સ્થાપના પછી તેમની હૂંફ અને સહાય અમને પણ મળતાં રહેતાં. તેઓ આજીવન સભ્ય હતા. અવારનવાર પત્રો લખી, પોતાના વિચારો સૂચવતા. તે અમે પ્રસંગોપાત પ્રગટ કરતા. પોતાની લથડતી તબિયત જોતાં તેમણે અમને પોતાનું વસિયતનામું પણ મોકલેલ, પણ એટલું જણાવેલ કે એનો ઉપયોગ પોતાની હયાતી બાદ થાય. સામભાઈ કુદરત ઘેલા હતા. પ્રકૃતિએ પ્રસન, હસમુખા, પારસી બાનીમાં ટીખળ કરતાં એક કવિજીવ હતા, પરંતુ તેમની હયાતી દરમિયાન તેમના ખિદમત ઘરને સંભાળનારું કોઈ મેળવી શક્યા નહીં, પરિણામે જે અન્ય સંસ્થાને જીર્ણતાનો અને છેવટે ભૂમિતલમાં (સ્થૂળ રૂપે–ચેતન ચાલ્યું જતાં) સમાવું પડતું હોય Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy