SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ પલ્પ પહાડની ટોચે કે ગિરિગુફામાં છુપાઈને નથી બેઠો. ઈશ્વર તો આપણી અંદર છુપાઈને બેઠો છે. હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓમાં જે ઈશ્વરીભાવ પેદા થયા તે આપણી તપોવનની સંસ્કૃતિમાંથી પેદા થયા–એવા જ ભાવ ત્યાંની પ્રકૃતિમાં ભળતાં સહજ રીતે આપણી અંદર સ્પંદિત થતા હોય છે. ત્યાં માનવપણું ભૂલી કુદરતનો અંશ બની જાય છે. પિંડ અને બ્રહ્માંડ નોખાં નથી, એક જ છે. એ અનુભૂતિ ઈશ્વરસાક્ષાત્કારની અવધિ ગણાય.” શાશ્વત સૌરભ ભાગ-૨ - સ્વામીના વેણમાં હવે શંકા લાવવાનું કોઈ કારણ જ નહોતું, પણ તેમની જૈફ ઉંમરે લગભગ ૭૦ની આસપાસ–તેમની જઠરાગ્નિ આટલી પ્રદીપ્ત હોય તેનાં કારણો શોધવા મારું મન લાગી ગયું. આશ્રમમાં કોઈ કોઈ વખત ધૂની અને અલગારી સેવકો પણ આવી ચડતા. એક વખત સેવાગ્રામ આશ્રમમાં ગૌશાળાના એક કાળના વ્યવસ્થાપક બળવંતસિંહજી આવ્યા હતા. તેમણે અમારા સૌના ચહેરા જોયા પછી સલાહ આપી : “ગાયના દૂધ પીઓ, અલમસ્ત બનો, ક્યા યહ સૂરત બનાઈ રખી હૈ? તુમસે તો મેં કિતના જવાન હૂં?” બળવંતસિંહજી ખરેખર જવાન નહોતા, શરીરે, પણ મનથી જવાન જરૂર લાગતા હતા. અમે કહ્યું : “અમે બધા પણ યુવાનો છીએ.” તરત તે બોલી ઊઠ્યા: આ જાઓ મેરે સામને.....અને તેમણે એક ચેલેન્જ ફેંકી–પાંચ કિલો શેરડી મૂકો મારી આગળ અને તમારી આગળ. બંનેનો સમય માપી અને કૂચાનું વજન કરી લ્યો. જુઓ કોણ જુવાન છે.” ત્યારથી હું આવી વ્યક્તિઓ સાથે ચર્ચામાં ન ઊતરતો. તેમનું કહેવું સાચું જ હોય! તો સ્વામી આટલી જૈફ ઉંમરે આવી પ્રદીપ્ત જઠરાગ્નિ જાળવી શક્યા છે તેની પાછળ તેમનું નિયમિત અને મિતાહારીપણું હશે કે તપસ્વી જીવન હશે કે હિમાલયનાં પરિભ્રમણોમાં બાહ્યઠંડીના વાતાવરણ સામે ઉગ્ર રીતે ટકી રહેવાનું બળ પૂરું પાડતો વૈશ્વાનલ હશે? હિમાલયનું આકર્ષણ કોને નથી હોતું? આશ્રમમાં આવે ત્યારે અમે પણ તેમની હિમાલયની વાતો સાંભળવા બહુ ઇજાર હોઈએ. તે વર્ણન કરે તેમાં બધી ભાષાઓની ભેરુબંધી, વર્ણનાત્મક શબ્દોથી શબ્દને તાદશ કરી મૂકે. અમે પૂછ્યું : “આપણા દેશના અનેક સાધુ-સંતો સંન્યાસીઓ ઈશ્વરની ખોજ અર્થે, આપની જેમ હિમાલયના પહાડો ખૂંદતા હોય છે તો આપને પરિચિત એવા કોઈને ઈશ્વરની અનુભૂતિ થઈ હોય એવું ખરું?” એમણે માર્મિક રીતે કહ્યું : “એક એકને, દરેકને પોતાનો ઈશ્વર ત્યાંથી જ મળે છે. તમે અનુભવ કરી જુઓ. જેની ઇચ્છા થાય તે ચાલી મારી જોડે.” પછી સમજાવતાં કહે, “ઈશ્વર કાંઈ આર્યકન્યા ગુરુકુળના સવિતાદીદી (૧૪ ઑગષ્ટ-૨૦૦૬) નવેમ્બર ૨00૫માં મેં પોરબંદર આર્યકન્યાનાં યશસ્વી સેવિકા વાસંતીબહેનની શ્રદ્ધાંજલિ પુસ્તિકા પ્રગટ કરેલી. વાસંતીબહેનની બાળમૂર્તિ નાનજી શેઠને પોરબંદરના રસ્તેથી મળી, તેમાંથી સંસ્કારિત બની તેઓ વિ વાસંતીબહેન બની ગયાં! તેમના ચારિત્રમાં તેમનાં દીદી સવિતાદીદીનો અનેરો ફાળો હતો. તેઓ પોરબંદરના સપૂત, ગાંધીજીનું કીર્તિમંદિર બંધાવી આપનાર દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતાનાં દીકરી થાય. સમાજમાં શિક્ષણ જ્યારે નિસ્તેજ થતું હતું ત્યારે નાનજી કાલિદાસે પોરબંદરમાં કન્યાઓ માટે ગુરુકુળની સ્થાપના કરીજીવનલક્ષી શિક્ષણની સંસ્થા ઊભી કરી. કન્યા ગુરુકુળ એટલે મહિલાઓનું તપોવન અને સૌરાષ્ટ્રનું શાંતિનિકેતન, સવિતાબહેને ૧૯૪૯-૫૦માં લંડન યુનિ.માંથી ડિપ્લોમા ઇન એજ્યુકેશન પ્રાપ્ત કર્યા બાદ આર્યકન્યાઓનું સંચાલન સંભાળી લીધું. તેઓ મણિપુરી નૃત્યશૈલીના નિષ્ણાંત હતાં અને એ ક્ષેત્રમાં તેમને ઢગલાબંધ સમ્માનો મળ્યાં હતાં, પણ વિશેષ તેમણે સત્યવાન સાવિત્રી'ની અમર નાટિકા દેશવિદેશોમાં ભજવી બતાવી હતી. તેમનું દિગ્દર્શન, કથાવસ્તુ, ઉત્કૃષ્ટ અભિનય, આકર્ષક નૃત્યમુદ્રાઓ, સર્વોચ્ચ સન્નિવેશ, અનુપમ વસ્ત્રોઆભૂષણો અને ક્ષણેક્ષણનો કલાસભરનો ઉપયોગ તેમણે ગુજરાતને ચરણે ધર્યા હતાં. આજથી ૫૦ વર્ષ પહેલાં ૧૯૫૦ની આસપાસ અમારા વિદ્યાલયની કન્યાઓ સાથે અમારે તેમના અતિથિ બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. સંસ્થાની વ્યવસ્થા, કલા, યજ્ઞ-યજ્ઞાદિ, ભરતગૂંથણ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય આદિ Jain Education Intemational ducation Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy