SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગુજરાતમાં આવાં ઉત્તમ વૃદ્ધતીર્થસ્થાનો ખીલે એવી આશા રાખીશું. સમર્પિત સેવિકા શશીકળા મહેતા (૧૯૩૧થી ૨૦૦૩) શશીકળાબહેન મહેતા એક સમર્પિત રાષ્ટ્રસેવિકા હતાં. તેમણે જીવનભર ગાંધીજીના આદર્શો પ્રમાણે, અવિવાહિત રહીને પોતાનું જીવન રાષ્ટ્રને ચરણે ધર્યું. સ્વાવલંબનની ખુમારીથી જીવવા માટે તેમણે પોતાની નજીક આવેલ દૂધકેન્દ્ર ચલાવ્યું. રાષ્ટ્રભાષા હિંદીના વર્ગો તેમજ અશિક્ષિત મહિલાઓના વર્ગો તેમણે તથા તેમના ભાઈ રમેશભાઈએ વર્ષો સુધી ચલાવ્યા. તેમની ૫૦ વર્ષની દીર્ઘ સેવા બદલ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિએ તેમનું સમ્માન કર્યું. શશીકળાબહેનને નાનપણથી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રત્યે ચાહના હતી. ગરબા, સંગીત, નાટક વગેરેમાં તેઓ સક્રિય રસ લેતાં. તેઓ વાયરલેસ ઑપરેટરની તાલીમ ધરાવતાં હતાં. પંદર વર્ષની ઉંમરે તેમણે ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં ‘વંદે માતરમ્’ ગીત ગાઈને જાહેર જીવનમાં પદાર્પણ કર્યું. ૧૯૬૫ના પાકિસ્તાનના યુદ્ધ વખતે દાદર મહિલા મંડળે—આ સમય દિવાળીનો હોવાથી તેઓ મોરચે લડતા યુવાનોને ભૂલ્યાં નહોતાં અને સ્વેટરો તથા ભાઈબીજની મીઠાઈ મોકલી હતી. તેઓ ‘જી' વૉર્ડના ડિફેન્સ કમિટીના સભ્ય હતાં. મોરબીની રેલહોનારત પ્રસંગે ત્યાં તત્કાલીન રાહત કેન્દ્ર ઊભું કર્યું હતું. ૧૯૮૮માં તેમણે ‘સાહિત્ય ગુર્જરી-શિવાજી પાર્ક'ની સ્થાપના કરી, તેના નેજા નીચે સઘળી પ્રવૃત્તિઓ ચલાવતાં. તેમના સાહિત્યસર્જનમાં ‘જ્યોતિર્ધામ’, ‘સ્વદેશપ્રેમનાં કાવ્યો’, ‘રાજપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ’, ‘પરાગરજ’ના બે ભાગ તેમજ ‘અતીતને આરેથી' જાણીતા છે. તેમની વાર્તાઓમાં એમની જિંદગી જીવવાની નીતિ-રીતિના અંશો ઝળકે છે. તેઓ એક સ્ત્રીલેખિકા હોવાથી સ્ત્રીઓનાં હાર્દ, લાચારી, માનસિક તેમજ શારીરિક ગુલામી, વિષાદ, વ્યસ્તતા અને મહિલાઓનાં દુ:ખ તેમણે ખૂબ જ નિકટતાથી જોયાં હતાં, એટલે તેમનાં સર્જનોમાં નારીહૃદયની સંવેદના વિશેષ જોવા મળે છે. તેમના મોટાં બહેન ઇન્દ્રકુમારી ગાંધી, અમદાવાદમાં રાણીપમાં આવેલ, અંધ કલ્યાણ કેન્દ્રના સમર્પિત સેવિકા છે. તેમનું આખું જીવન અંધો માટે જ ખર્ચાયું છે. Jain Education International તેમના પિતા આનંદલાલ મહેતા, ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ બેચના વાણિજ્ય સ્નાતક હતા. તેમનું તેમજ તેમના સમગ્ર પરિવારના દેહદાન દ્વારા આ પરિવારે એક અનોખી રાષ્ટ્રભક્તિ દાખવી છે. આવા એક સમર્પિત કુટુંબની કથા આ પુસ્તકમાંથી મળી રહેશે. જીવનસ્મૃતિ તરફથી તેમનું પુસ્તક પ્રગટ થયું હતું. શ્રી શંકરલાલ બેંકર ૫૯૩ [અવસાન : ૭-૧-૧૯૮૫] તેમની જાહેર સેવા પ્રવૃત્તિનું ફલક છેલ્લાં ૬૦ વર્ષમાં એટલું તો વિસ્તૃત થતું ગયું છે કે તેની કેવળ યાદી કરીએ તોપણ ઠીક ઠીક વિસ્તાર માગી લે, પરંતુ આ બધામાં સૌથી નોંધપાત્ર હતી તેમની ખાદીપ્રવૃત્તિ અને મજૂરપ્રવૃત્તિ અને એની આડમાં હતી-સ્ત્રીકેળવણી અને દલિત કેળવણી. સંતબાલજી મહારાજનું મજૂર મહાજન સંઘ સાથે ભારે આત્મીયપણું હતું, કારણ કે તેમની પ્રવૃત્તિમાં—ધર્મમય સમાજ રચનામાં–કેન્દ્રમાં શ્રમજીવી હતો અને બાપુને હાથે સ્થપાયેલ અને અનસૂયાબહેન અને બેંકરસાહેબના સીધા માર્ગદર્શન નીચે તેમ જ નંદાજી, ખંડુભાઈ, વસાવડાજી જેવા કુશળ કાર્યકર્તાઓ મળતાં મહાજન દિવસે દિવસે ફાલતું જતું હતું. તેને ગ્રામ્યદૃષ્ટિ તરફ વધારે અભિમુખ કરવાનો મહારાજશ્રીનો મુખ્ય પ્રયત્ન રહેતો. મજૂર મહાજનના પાયામાં જ તેઓશ્રીને ધર્મલક્ષીપણું જણાતું. છેક ૧૯૧૭માં અમદાવાદના મિલમાલિકો અને મજૂરો વચ્ચે લડત થઈ તે ધર્મયુદ્ધ’થી જાણીતી છે. ધર્મયુદ્ધની વિશેષતા એ હોય છે કે તેમાં બંને પક્ષમાંથી કોઈનીય હાર કે જીત થતી હોતી નથી અથવા જીતે છે તો બંને જીતે છે. આ હતો તેનો પાયો, અને આ યુદ્ધના મહારથીઓમાંના એક હતા શંકરલાલભાઈ. ચરખાસંઘનું મંત્રીપદ સ્વીકાર્યા પછી તેમને દેશભરમાં કાંતણકેન્દ્રોના નિરીક્ષણઅર્થે પરિભ્રમણ કરવું પડતું. ત્યાં તેમને જીવતી ગરીબી, બેરોજગારી અને શોષિત સ્ત્રીઓની આહ સાંભળવા મળતી. તેમાંથી નારીપ્રવૃત્તિને તેમણે પ્રેરણા આપ્યા જ કરી. શતાયુ વંદના શતાયુ સ્વામી શ્રી કાંત For Private & Personal Use Only અત્રે દફનાઈ ગઈ છે : શ્રીકાંતની સખી અંતરવેદના, જીવનસંગિની અંતરવેદના! www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy