SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ વીરતા અને અડગતાની મૂર્તિ વિષ્ણુપ્રસાદ રવિશંકર વ્યાસ (અવસાન ઃ તા. ૨૫-૧-૨૦૦૭) વિષ્ણુભાઈ એટલે વીરતા, અડગતા, સ્વતંત્રતા અને ખુમારીનો અનુપમ નમૂનો. પૂ. રવિશંકર મહારાજ ઘર છોડી ગાંધીજીને સમર્પિત થયા અને પોતાના સંતાનોને પણ એમણે આઝાદીની હવામાં ઉછેર્યાં. વિષ્ણુભાઈ તેમના નાના દીકરા. તેને એમણે વિનોબા પાસે વર્ષા, પછી સાબરમતી, વેડછી જેવાં સ્થાનોએ ત્યાંના સંચાલકોના હાથ નીચે મૂકી તાલીમ અપાવી. પરિણામે વિષ્ણુભાઈ સ્વતંત્ર પ્રકૃતિના, બહાદુર વીરપુરુષ નીવડ્યા. નાની ઉંમરમાં ગાંધીઆશ્રમમાં ખુદ ગાંધીજી આગળ પણ વહેલા નહીં ઊઠવાનો, પ્રાર્થનામાં હાજરી નહીં ભરવાનો, કાંતણમાં અનિયમિત હાજરીના પ્રસંગ ઊભા કરી પડકાર ફેંકતા, ત્યારે કસ્તૂરબા તેમનો પક્ષ લેતાં. તેમનું માનસ વૈજ્ઞાનિક બુદ્ધિનું હતું. તેથી રેંટિયા અને યંત્રશાસ્ત્રમાં તેમણે પારંગતતા મેળવી હતી. અદ્ભુત તરવૈયા, સાહસિક અને અથાક કર્મશીલ હતા. તેમણે કેટલાંય ડૂબતાંને બચાવેલાં અને તરતાં શીખવેલું. પોતાના જીવનમાં સ્વાશ્રયથી જીવવાના ટેકને પરિણામે ઇસનપુરમાં નાનું કારખાનું ઊભું કરી પોતે અને પોતાના એન્જિનિયર પુત્ર કૃપાશંકરે સ્વાશ્રયી ટેકને ઉજાળી ! પાછલી નિવૃત્તિવયમાં પોતાનો બધો સમય આરોગ્યસેવામાં શ્રી ભાનુભાઈ દવેના સહકારમાં ગાળતા. ઇસનપુરથી આખા શહેરમાં તૂટેલા પગે પોતાની સાઇકલ ઉપર જ ફરતા. ૮૦–૮૫ વર્ષ સુધી તેઓ સાઇકલ સવારી કરી લોકોને આશ્ચર્યમાં મૂકી દેતા! તેમનું જીવન રંગીલું અને આનંદી હતું. પિતા મહાન તપસ્વી સેવક, તેમની લાગવગ કે વગવસીલાની ઓથ તે ક્યારેય ન લેતા. મહારાજની સભામાં કોઈ એક ખૂણે અજ્ઞાત તરીકે બેસી વાતો સાંભળતા, મહારાજે ઘર ત્યજ્યું પછી સમજદાર થતાં પોતાની માતા પૂ. સૂરજબાના સહારા રૂપ બની રહ્યા હતા. પરમ માતૃભક્ત હતા. કુટુંબનો વહેવાર તેઓ જ સંભાળતા. ઘડતરની અનોખી સાહસ-શૌર્યકથા વિષ્ણુભાઈ એટલે આપણા પૂ. રવિશંકર દાદાના દીકરા. બાપની કમાણી ઉપર જીવવા કરતાં તેઓ આપકર્મી થઈને Jain Education International ધન્ય ધરા જીવ્યા, ૫૨–સેવામાં પિતાને પગલે ઘસાઈને ઊજળા થયા છે. તેમના જીવન–ઘડતરની વાતો બહુ રસમય છે. આઠ દાયકા પૂરા કર્યા છે, છતાં તન અને મનથી ધારેલ કામ લે છે, એની પાછળ એમના ઘડતરની કમાણી છે. જીવનના અંત સુધી તેઓ એ જ લેંઘો–બાંડિયું, પગમાં સાદાં સ્લિપર અને પોતાની સખી– સહેલી–સાઇકલ ઉપર મનગમતી સવારી કરતા, સ્મિત વેરતા, અલગારીની જેમ ઇચ્છે ત્યાં પહોંચી જતા. જીવનસંધ્યાંનાં મોભી વીરબાળાબહેન નાગરવાડિયા (૧૬ ઑગષ્ટ, ૨૦૦૫) વીરબાળાબહેનનું જન્મસ્થાન તો કરાંચી, પણ પાછળથી તેમણે અમદાવાદને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તેમના પતિ રતિભાઈ ગૂજરાત વિદ્યાપીઠના તાલીમાર્થી બંનેએ મહાત્મા ગાંધીજીની સ્વાતંત્ર્યચળવળમાં ઝુકાવ્યું અને ઢળતી ઉંમરે– ગાંધીજીનાં રચનાત્મક કાર્યોમાં ન સમાયેલ, છતાં સર્વેને કરવા યોગ્ય એવી ઘરડાની સેવાનું અનુપમ કાર્ય એમણે ઉપાડ્યું અને શોભાવ્યું. મૂળ ‘ઘરડાનું ઘર' મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમમાં ચાલતું ત્યાંની મુલાકાત લઈને મેં એક લેખ ૧૯૮૦ની આસપાસ લોકજીવન'માં આપેલ. ત્યારપછી તેનું સ્થાનાંતર અંકુર સોસાયટી પાસે કલ્પતરુ પાસે ‘જીવનસંધ્યા’નું નવનિર્માણ થયું. જ્યાં લગભગ ૨૦૦ જેટલાં સ્ત્રી-પુરુષો રહે છે. તેમણે વાનપ્રસ્થનું એક તીર્થ ઊભું કર્યું છે. દર્શનીય સ્થાન છે. બે એક વર્ષ પહેલાં હું તેમને મળવા અને સંસ્થાની મુલાકાતે ગયો હતો ત્યારે બે એક કલાક બેઠો હતો. ત્યાર પછી તેઓ મને તેમના ઘરે પોતાની સાથે લઈ ગયા અને વધુ આત્મીયતા બતાવી. એ વિરલ મુલાકાત ભૂલી શકાય એવી નથી! વીરબાળાબહેન વૃદ્ધજનો માટે એક સમર્પિત સેવિકા હતાં. નાના બાળકને સાચવવું અને વૃદ્ધને સાચવવાં બંને સમાન છે, પણ સેવા તેમના હૃદયમાંથી ઊગી હતી. તેમને જોતાં જ વૃદ્ધો તેમને વળગી પડે અને તેઓ બધાની એકએક જરૂરિયાત સાચવે. તેઓ ૯૩ વર્ષ સુધી સક્રિય રહ્યાં, એ એમના જીવનનો આનંદ દર્શાવે છે. તેમણે પોતાની પાછળ બીજી હરોળ તૈયાર કરી છે તેથી સંસ્થા તો ચાલશે જ. વીરબાળાબહેનની સેવા જીવનસંધ્યા' મારફતે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી હતી. તેમની સ્મૃતિમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy