SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમનું સેવાસમર્પિત જીવન અને સંતસાહિત્યની સુરભિ સમાજને પ્રાણવાન બનાવો! તેમનાં કુટુંબીજનોને દિલસોજી હો અને તેમના આત્માને પ્રભુ શાંતિ આપો! મુકુલભાઈએ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું, પણ તેમનું ખરું કામ તો નવા શિખાઉ લોકો માટે સાદું, સરળસંતપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી સાહિત્ય પૂરું પાડ્યું તે હતું. પોતે દલિતવર્ગના હોવા છતાં પોતાના શિક્ષાબળે તેમણે ગાંધીયુગના તેજસ્વી આચાર્યોનું માન-સમ્માન અને પ્રેમ મેળવ્યાં હતાં. પૂ. મોટા તેમાંના એક હતા. તેમનું સેવા-સમર્પિત જીવન અને સંત સાહિત્યની સુરભિ સમાજને પ્રાણવાન બનાવો! ગાંધીયુગનું ગુલાબી પુષ્પ શ્રી રતિભાઈ ગોંધિયા (અવસાન : ૨૪-૯-૦૩) શ્રી રતિભાઈ સપ્ટેમ્બર માસની ૨૪મી તારીખે આ દુનિયાના બાગમાંથી ચૂંટાઈ ગયા, તેમની બહુમુખી પ્રતિભા તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાંથી પ્રેરણાનું આદાન-પ્રદાન કરતી. ગાંધીજીએ સૂચવેલ અઢારવિધિ રચનાત્મક કાર્યક્રમો–રેંટિયો અને ખાદી–ને જેમ ગાંધી પોતે સૂર્યસ્થાને ગણતા, તેમ ચિંતભાઈએ પણ તેમને તમામ પ્રવૃત્તિના ધરીરૂપ બનાવી પ્રવૃત્તિનાં વિવિધ ચકડોળ ચલાવ્યે રાખતા. ખાદીને તેમણે નવી પેઢી માટે નવા વસ્ત્ર રૂપ બનાવી, એ માટે રાજકોટ, અમદાવાદ જેવાં મહાનગરોમાં સૌ–રસના નામના વેચાણ ભંડારો શરૂ કરી, નગરની જનતાને ખાદીઘેલી કરી. ખાદી એ ગરીબ માણસની રોજી છે તો ગ્રામોઘોગો ગામડાના શ્રમિક કારીગરોની સાંસ્કૃતિક વિરાસત સાથે રોજીરોટી પૂરી પાડે છે. એ અંગેના પણ તેમના પ્રયત્ન જીવનભર ચાલુ રહ્યા. રચનાત્મક પ્રવૃત્તિના મોભી, રાજદ્વારી ક્ષેત્રે ઘણાં પ્રલોભનો, પણ તેને સોનાની જાળ સમજી તેમાં ક્યારેય ન ફસાયા અને શુદ્ધ રચનાત્મક સેવાની ગાંધીકથામાં ગૌરવ અનુભવ્યું. આ ગૌરવે તેમણે ગુજરાતના ખૂણેખૂણે પથરાયેલ નિષ્ઠાવાન સેવકોને શોધી, સમાજ વચ્ચે ઓળખાવી, તેમનું બહુમાન કરવાનો એક અભિનવ ચીલો પાડ્યો. પુત્ર (અશોક)ની સ્મૃતિમાં રાજકોટની ગોંધિયા ઇસ્પિતાલ વ્યવસ્થા, સ્વચ્છતા અને સુઘડતાનો એક આદર્શ પૂરો પાડી રહી છે. માંદગી તો શરીર છે એટલે આવે જ, તો શરીરને સમજવું– Jain Education International ૫૮૯ રોગને જાણવો–આરોગ્ય અને સ્વચ્છતા નિરામયતા માટે એટલાં જ જરૂરી છે એ વાત તેમની સંસ્થાએ ઉપચાર સાથોસાથ દર્દીઓને ગાંઠે બંધાવી. તેના કુશળ વ્યવસ્થાપક, ભાઈ બળવંતભાઈએ તે હાડોહાડ જાળવી છે. શ્રી રતિભાઈ પ્રકૃતિએ ગુલાબી માનસ ધરાવતા. ગુલાબના પુષ્પથી જેમ સહજ ખેંચાણ થાય તેમ રતિભાઈ તરફ તેમનાં મિત્રો, સાથીદારો, કારીગરો, કાંતનારીઓ, દર્દીઓ સૌ જાણે દીવાના બની રહેતાં. તેમની મૈત્રી ઝંખતાં, અને એવા સંબંધનો તંતુ જળવાઈ રહે એમાં ગૌરવ અનુભવતા. એમણે જે જે સંસ્થાઓ ઊભી કરેલ-યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશન, રાજકોટની સમન્વય અને શ્રમજીવી મહિલાઓની ‘અંબા' હોય કે સૂરતમાં બહેન સૂરજબહેન કામદાર ચલાવતાં જરી રેશમ ઉદ્યોગ કેન્દ્ર હોય કે રાજકોટની ઇસ્પિતાલ, આ બધાં ક્ષેત્રોમાં તેમના કેળવાયેલ, મનુભાઈ અને હરગોવિંદભાઈ જેવા કુનેહવાળા, વફાદાર સાથીઓ તેમની હયાતી બાદ પણ આજે સફળતાપૂર્ણ સંચાલન કરી રહ્યા છે. બાલસાહિત્યના ભીષ્મપિતામહ સમા શ્રી રમણલાલ સોની મુ. રમણભાઈનું રચનાત્મક કાર્ય તેમના વતન મોડાસાથી શરૂ થયેલ. શિક્ષક ઉપરાંત તેઓ નગરપાલિકા અને પછી ધારાસભ્ય તરીકે સાબરકાંઠાના પ્રશ્નો રજૂ કરતા. છેલ્લાં ૩૦થી અધિક વર્ષોથી પોતાના પુત્રો સાથે તેઓ અમદાવાદ ખાતે રહેતા હતા, પણ તેમની કલમે અખંડ સરસ્વતીની આરાધના ચાલુ જ. આ કલમે ગજબ કરી છે! અમારી જાણ પ્રમાણે તેમણે ૫૦૦થી અધિક પુસ્તકો ગુજરાતને આપ્યાં છે. સૌથી વિશેષ તો તેઓ બાળકોના દાદા તરીકે ચિરંજીવ રહેશે. ગલબા શિયાળના પરાક્રમો, તેની પ્રબોધક વાતો, અમૃતકથા, મધુરકથા, રમૂજકથા, મધુર વાર્તાવલી, શિશુસંસ્કાર બાલ વાર્તાવલી, સોનાનો ચાંદ વાર્તાવલી જેવા સેટના સેટ લગભગ ૧૫૦ ઉપરાંતના તેમણે આપ્યા. હાથ-પગ ચાલ્યા ત્યાં સુધી પ્રજા વચ્ચે ઘૂમતા રહી, તેના પ્રશ્નો નેતાઓને પહોંચાડી તેમની સાથે સુખ-દુઃખમાં સાથે રહ્યા. પ્રજાએ પણ તેમને પોતાના ગણ્યા. તેઓ જેમ હાથપગ ચલાવતા તેમ ભેજું પણ ચલાવતા, પણ કુદરતી રીતે તેઓ બાળલેખક તરીકે સ્વયં ઊભરી આવ્યા. ગિજુભાઈ પછી ગુજરાતી ભાષાને મોટાગજાના આ બીજા મહાન વાર્તાકાર મળ્યા. તેમણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy