SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ધન્ય ધરા ના. ગવર્નર દ્વારા સંસ્કાર એવોર્ડ આપવામાં આવેલ. તેમનાં પ્રકાશનોમાં મોટાભાગનાં ગાંધીનાં આશ્રમવાસીઓ, અંતેવાસીઓ, અથવા તેમની પરંપરામાં જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપુત્રોનાં ચરિત્રો નોંધપાત્ર છે. તેઓ પોતાને લખવાની પ્રેરણા આપનાર, પોતાના ગુરુ વેડછી આશ્રમવાળા શ્રી જુગતરામ દવેને માને છે. વેડછીમાં ગ્રામસેવક દીક્ષિત થતાં શ્રી જુગતરામભાઈએ સૂચવ્યું કે, ગમે તે ક્ષેત્રમાં કામ કરો, તમારા માધ્યમ દ્વારા દેશનાં અજ્ઞાન, અક્ષરજ્ઞાનવિહોણાં, લાચાર ગ્રામવાસી કે ગ્રામજનને ભૂલશો નહીં. તમે જે કંઈ પ્રવૃત્તિ કરો ત્યારે અહીંના આદિવાસીને નજર સમક્ષ રાખજો. એ રીતે તેમના પ્રારંભનાં દસેક પુસ્તકો શાળાના વિદ્યાર્થીઓ અને સમાજશિક્ષણને કેન્દ્રમાં રાખીને ગુજરાત નઈ તાલીમ સંઘ, તેમજ સમાજશિક્ષણ સમિતિ-સૂરત પ્રગટ કર્યા. | નવજીવન ટ્રસ્ટમાં ગાંધીજીના અક્ષરદેહ વિભાગમાં પંદર વર્ષ કામ કરતાં, તેમણે આ વિચારને પચાવવા પ્રયત્ન કર્યો. બાપુએ સાહિત્યકારોને વિનંતી કરેલી કે એક સામાન્ય કોશિયો પણ સમજી શકે એવી સરળ છતાં બોધદાયક શૈલી તમારાં લખાણોમાં હોવી જોઈએ. ૧૯૮૨માં તેમણે જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિરની સ્થાપના તેમનાં પત્ની ભારતીબહેનના સહયોગમાં કરી જેનો ધ્યેયમંત્ર-રીપ સે સીપ બને છે. એની મારફતે 100 જેટલાં પ્રકાશનો થઈ ચૂક્યાં છે અને છેલ્લાં પંદર વર્ષથી જીવનસ્મૃતિ ત્રિમાસિક પત્રિકા ચાલુ છે. આ પત્રિકા દ્વારા સત્સંગ-સેવા અને સ્વાધ્યાયને કેન્દ્રમાં રાખી ગુજરાતના સર્જનાત્મક ક્રિયાશીલ અને રચનાત્મક-સંસ્થાઓ તેમજ વ્યક્તિઓની પ્રવૃત્તિઓને સમાજ સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ ચાલુ છે. | ઉચ્ચ જીવનશૈલીને મદદ કરનારાં તેમના પ્રકાશનો ખરેખર તો માણવા જેવાં હોય છે. પંડિત દંપતીને સો સો સલામ. આ સેવાભાવી સજ્જન શ્રી મનુભાઈ પંડિતનું સંપર્ક સ્થાન : ૧૭ વસંતનગર સોસાયટી, ભૈરવનાથ રોડ, મણિનગર, અમદાવાદ-૮. –સંપાદક ૬. અનપૂણબહેન મહેતા [અવસાન ઃ ૧૫-૧૨-૧૯૯૨] વેડછી ક્ષેત્રના આદિપુરુષ શ્રી ચુનીભાઈ મહેતા એ તેમના પિતા; પિતા પાસેથી આદિવાસી સેવાની દીક્ષા સ્વીકારી અને જુગતરામભાઈને ખોળે ખેલી એમની પ્રિય પ્રવૃત્તિ બાલવાડીને એમણે પોતાના જીવનનું એક મિશન બનાવ્યું હતું. મઢી આશ્રમ એ કન્યાકેળવણી ક્ષેત્રે સ્થપાયેલ પહેલો આશ્રમ, આદિવાસી કન્યાઓ તેમજ સ્ત્રીઓના સર્વાગી વિકાસ અર્થે મઢીની સફળતાને પગલે ડઝનબંધ આશ્રમો આજે સુરત જિલ્લામાં જે કામ કરી રહ્યા છે તેની પાછળ તો આ આશ્રમે તૈયાર કરેલ અને કેળવાયેલ બહેનોનો અસાધારણ ફાળો છે. શરીર સાવ ભાંગેલું, દમિયેલ અને અશક્ત હોવા છતાં એની પાસેથી એમણે જે કામ લીધું તે કોઈ અધ્યાત્મ યોગિનીની આત્મસાધનાની પ્રબળ ચેતનાનું મૂર્ત સ્વરૂપ હતું. છેલ્લા દાયકામાં સંસ્થાગત અને વહેવારગત પ્રશ્નોની આંચ એમને જાણે દઝાડતી હતી ત્યારે પણ તેઓ સ્વસ્થ અને તેમના પત્રોમાં લખ્યા કરતાં : “ચિંતા કરશો નહીં, “હું હરિની, હરિ છે મુજ રક્ષક' મારે માથે હજાર હાથવાળો છે. એટલે ગમે તેવા ઝંઝાવાતો વચ્ચે પણ હું ઊખડી પડવાની નથી, અહીં જ હાડ ગાળીશ.” આત્મિક કેળવણીના પાઠ એમણે પોતાના જીવન દ્વારા મઢી આશ્રમમાં જે આપ્યા તે ગાંધીજીના અંતેવાસીઓની એક અસાધારણ આશ્રમી કેળવણીનું ઉત્તુંગ શિખર જ ગણાય! ૧૯૬૪-૬૫માં જુગતરામકાકાએ ઈશોપનિષદને ગુજરાતીમાં ઉતાર્યું પછી તેમાંના કેટલાક શ્લોકો તેમણે અમને ભેગા કરીને સંભળાવ્યા અને સમજાવ્યા. અન્નપૂર્ણાબહેને તો એને પોતાનું જ બનાવી લીધું અને સવારની પ્રાર્થનામાં નિયમિત દાખલ થઈ ગયાં. તેમનું આધ્યાત્મિક વાચન મર્યાદિત હતું તેમ છતાં ગીતા અને ઉપનિષદરૂપી દુગ્ધપાનથી એમણે પોતાની કાયાને સદેવ તાજી રાખી હતી અને આત્માના અમરત્વને સમજી ગયાં હતાં. Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy