SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૧ ગાંધીયુગના કઠિ કર્મવીશે. – મનુભાઈ પંડિત આમ તો આફ્રિકાને “અંધારિયો ખંડ' કહેવામાં આવતો પણ બાદશાહ અકબરના શાસન પછી આ દેશ પણ અંધારિયો મલક બની ગયો હતો. અંધારું એટલે અજ્ઞાન, આળસ, ગરીબાઈ, અંધશ્રદ્ધા, વહેમ, રોગચાળો અને એવું એવું પશુથી પણ બદતર જીવન. પશુ તો પ્રાકૃતિક જીવન જીવે છે એટલે એ કેટલીક બદીઓથી બચી જાય છે, માનવીએ તો પ્રાકૃતિક જ નહીં, પણ સાંસ્કૃતિક જીવન રચવાનું હોય છે, તો જ એ વિશ્વના અન્ય માનવીઓ સામે ઉન્નત મસ્તકે ઊભો રહી શકે છે. ભારતનો ઇતિહાસ મોહનદાસ કરમચંદ ગાંધીના આગમન સાથે નવી દિશામાં આગળ વધે છે. ગાંધીજીએ ભારતને અંગ્રેજ-શાસનની ચુંગાલમાંથી છોડાવીને માત્ર રાજકીય સ્વતંત્રતા જ નથી અપાવી. ગાંધીજીનું મુખ્ય કાર્ય તો દેશવાસીઓનો સર્વતોમુખી વિકાસ થાય તેવી દિશાઓ ખોલવાનું હતું. ગાંધીવિચારણા સૂર્યની જેમ ઝળહળે છે, જેમાંથી અનેક પ્રેરણા-પ્રકાશનાં કિરણો નીકળે છે, એમાં આધ્યાત્મિક અને ધાર્મિક વિચારો છે, તો આર્થિક ઉદ્ધાર માટે સ્વાવલંબી વ્યવસાય ચલાવવાની ઝુંબેશ પણ છે. એમાં વહેમ-અંધશ્રદ્ધાની સાધનાથી મુક્ત થવાની ભલામણ છે. ગાંધીજીએ સત્યાગ્રહ દ્વારા માત્ર અંગ્રેજશાસનને હટાવવાનું કામ નથી કર્યું, પણ માનવી જીવન જે-જે ક્ષેત્રમાં પ્રવર્તે છે તે તમામ ક્ષેત્રોને પુનર્જીવિત કરવાનું કામ કર્યું છે અને એ સૌ કાર્યો માટે આળસ ત્યજીને સખત પરિશ્રમ કરવાનો ઉપદેશ આપ્યો છે. એ ઉપદેશને મૂર્તિમંત કરનારા હજારો સેવકોની ફોજ ઈ.સ. ૧૯૨૦થી ૧૯૪૮ સુધી આ દેશ પર છવાઈ ગઈ. આ દેશની પ્રજાને કર્મઠ કર્મવીરોની જીવનમાંડણી બહુ નજીકથી જોવાનું સદ્ભાગ્ય સાંપડ્યું પણ છેલ્લા દાયકામાં ગાંધીયુગનાં આદર્શો, સિદ્ધાંતો અને મૂલ્યો કાંઈક ઝાંખાં પડતાં જાય છે ત્યારે જીવનસ્મૃતિ સ્વાધ્યાયમંદિર દ્વારા શ્રી મનુભાઈ પંડિત અને ભારતીબહેન પંડિત આ દંપતીની તેજસ્વી કલમે નાનાં-મોટાં પ્રકાશનો દ્વારા એને છાંટી એ ભાવનાને સજીવન કરવાનું ભારે મોટું પુરુષાર્થઅભિયાન ચાલી રહ્યું છે. ગીતા અને ઉપનિષદે જે જીવનશૈલીમાં ભરપેટે ગુણગાન ગાયાં છે તેનાં ઉદ્ભટ્ટ જીવનયાત્રીઓ મહાત્મા ગાંધીના પુણ્યપ્રતાપે આ દેશે જોયા. ગાંધીના ઉચ્ચતમ આદર્શ અને સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત્ કરનારા ગામડેગામડે પથરાયા. જાત અને જીવન સમર્પિત કરનારા પાયાના ભેખધારીઓનું જીવનકવન ખરેખર તો આપણને ઉત્કૃષ્ટ જીવનનાં દર્શન તરફ દોરી જાય છે. પૂ. મુનિ સંતબાલજીના પરમ અનુયાયીઓની સેવાસાધનાનો પરિચય પણ અત્રે આ લેખમાળામાં વાંચવા મળશે. “ વિશ્વ વાત્સલ્ય” સામયિકના કાર્યકાળમાં જેમના જેમના સંપર્કમાં આ લેખના લેખકને આવવાનું બન્યું તેમના વિષેની નોંધ પણ અત્રે મૂકી છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી મનુભાઈ પંડિત અમદાવાદમાં જીવનસ્મૃતિ સ્વાધ્યાયમંદિરનું સફળ સંચાલન કરી રહ્યા છે. કેળવણી વિષયક, જીવનચરિત્રાત્મક અને સ્મૃતિગ્રંથો દ્વારા પ્રેરણાદાયી સાહિત્ય અને પ્રકાશનમાં તેમના દ્વારા ૧૨૫ નાનાં-મોટાં પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧૯૯૩માં તેમની આ પ્રવૃત્તિ બદલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy