SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ બન્યા અને અધ્યાપક તરીકે પણ કામગીરી બજાવી. અત્યાર સુધીમાં પીએચ.ડી.ની ડિગ્રીના માર્ગદર્શક તરીકે ઘણા વિદ્યાર્થીઓને સહાયભૂત થયા છે. અત્યાર સુધીમાં વિવિધ ભાષાનાં અનેક સામયિકોમાં તેમના ૧૪૧ જેટલા લેખો પ્રસિદ્ધ થયા છે. તેમણે લખેલાં પુસ્તકોમાં સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન અને બાળસાહિત્યનો સમાવેશ થાય છે. આ વિષયો પર તેમણે લખેલાં ૩૪ પુસ્તકોમાંથી ‘ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ’, ‘ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ’, ‘ભારતદર્શન’, ‘ભારતીય પ્રાચીન શિલ્પકલા’, ‘મધ્યકાલીન ભારતમાં આર્થિક જીવન અને સંગઠન', ભારતીય સિક્કાશાસ્ત્ર' અને ‘અમદાવાદમાં ભદ્ર વિસ્તારનાં મંદિરો' ગણનાપાત્ર છે. ભો. જે. વિદ્યાભવનના સંશોધન વિષયક ત્રૈમાસિક ‘સામીપ્ય’ના તેઓ સંપાદક હતા. ગુજરાત ઇતિહાસ પરિષદના મંત્રી તથા પ્રમુખ બન્યા હતા અને આ સ્થાનો પર રહી તેમણે કિંમતી સેવા આપી છે. શ્રીમદ્ભાગવત મહાપુરાણના કેટલાક સ્કંધનું તેમણે સટીક ભાષાંતર કર્યું છે. કિરીટકુમાર જે. દવેના સાથમાં તેમણે સ્વામિનારાયણ શિલ્પ-સ્થાપત્યકલા' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક માટે તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. અત્યાર સુધીમાં ભારતીય સંસ્કૃતિ વિષે જે ઉમદા સાહિત્યનું તેમણે સર્જન કર્યું છે તેને બિરદાવવા ઈ.સ. ૧૯૯૭માં એક જાહેર સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ન્યૂ ડાઇમેન્શન્સ ઑફ ઇકૉલૉજી' નામનો અભિનંદનગ્રંથ તૈયાર કરવામાં આવ્યો હતો. ગુજરાતી વિશ્વકોશનું જે મૂલ્યવાન પ્રકાશન ચાલુ છે તેમાં તેઓ સમાજવિદ્યાના સંપાદક છે. ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર્સ માટે પણ તેમણે લેખો લખ્યા છે. કાપડઉદ્યોગના વિખ્યાત સંશોધક અને અટીરાના પૂર્વનિયામક પ્રિયવદન છગનલાલ મહેતા સોનાની મૂરત સુરતમાં ઈ.સ. ૧૯૨૦ના મે માસની પહેલી તારીખે છગનલાલ મહેતાને ત્યાં એક પુત્ર જન્મે છે. છોકરાનાં ફોઈબાએ જ્યારે તેનું નામ પ્રિયવદન પાડ્યું ત્યારે કાપડ–ઉદ્યોગ ક્ષેત્રે તે નામના મેળવશે એવું કોઈએ ધાર્યું નહોતું. મુંબઈમાં અભ્યાસ કરી તેઓ વિજ્ઞાનના સ્નાતક (બી.એસસી.) થયા. આ પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન Jain Education International ૫૧ મેળવી સરકાર તરફથી અપાતી શિષ્યવૃત્તિ તેમણે પ્રાપ્ત કરી. વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા. ત્યાં પ્રિન્સટન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી અનુસ્નાતક થયા. પીએચ.ડી.ની ડિગ્રી પણ તેમણે પછીથી પ્રાપ્ત કરી. શરૂઆતમાં દ્વારકા તાલુકામાં આવેલા મીઠાપુરના તાતા કેમિકલ્સમાં તથા અન્ય ઉદ્યોગોમાં નોકરી કરી અનુભવ મેળવ્યો. ઈ.સ. ૧૯૪૯માં ‘અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન' (અટીરા)માં જોડાયા. અહીં રસાયણ–વિભાગને વિકસાવવા તેમણે સખત મહેનત કરી, તેમજ સેલ્યુલૉઝ રસાયણ ક્ષેત્રે એક વિશેષ કાર્યજૂથની રચના કરી. આ જૂથની મદદ વડે તેમણે આ ક્ષેત્રે સરાહનીય સફળતા પ્રાપ્ત કરી. તેમનું આ પ્રદાન સમગ્ર રાષ્ટ્રમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી શક્યું. પરિણામે ડૉ. પ્રિયવદન મહેતાને વિવિધ યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકેની માન્યતા મળી. તેમણે મોટી સંખ્યામાં શોધનિબંધો લખ્યા હતા. તેમના લેખો અનેક તકનીકી સામયિકોમાં પ્રકાશિત થતા. તેમના એક નિબંધને જાપાનનો ‘એશિયા પ્રોક્ટિવિટી ઑર્ગેનિઝેશન એવૉર્ડ' મળ્યો હતો. ઈ.સ. ૧૯૬૫માં તેઓ અટીરાના નિયામક બન્યા. અટીરાનો સર્વાંગીણ વિકાસ સાધી તેમણે તે સંસ્થા માટે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રૉજેક્ટ મેળવ્યા અને અટીરાને સમગ્ર એશિયાની સર્વોત્કૃષ્ટ સંશોધન-સંસ્થા તરીકે નામના અપાવી. કાપડક્ષેત્રે કંઈ ને કંઈ નવું કરવા તેઓ સર્વદા તત્પર રહેતા. કાપડ–ઉદ્યોગના અનુસંધાનમાં ભરાત કોઈ પણ મહત્ત્વના સેમિનાર કે પરિષદમાં તેમની ઉપસ્થિતિ રહેતી. સુરત ખાતે તેમણે મેન મેઇડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન’ (મંત્રા)ની સ્થાપના કરી અને તેમાં માનાર્હ સેવા આપી. તેમને વાચનનો અસાધારણ શોખ હતો. નિયમિતતાના અતિઆગ્રહી એવા પ્રિયવદનભાઈને ટેનિસ અને બ્રિજનો પણ ખૂબ જ શોખ હતો. શિસ્તના પણ તેઓ તેટલા જ આગ્રહી હતા. અમદાવાદ ખાતે ઈ.સ. ૧૯૯૬માં તેમના જન્મ માસ મે માસની ૨૬મી તારીખે તેમણે અંતિમ શ્વાસ લીધા. ગુજરાતના અમૂર્ત કલાપદ્ધતિના ખ્યાતનામ ચિત્રકાર બાલકૃષ્ણ પટેલ જે કલાકાર નિજાનંદ ખાતર અમૂર્ત ચિત્રકલાની સાધના કરી શકે અને સાહિત્યક્ષેત્રે પણ એટલી જ સરળતાથી જે સર્જન કરી શકે એવા ગુજરાતના ચિંતનશીલ ચિત્રકાર બાલકૃષ્ણનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy