SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આંતરરાષ્ટ્રીય પરિસંવાદો, જ્ઞાનસત્રો, પરિષદો, ચર્ચાસભાઓ, સંમેલનોમાં ઉપસ્થિત રહીને સ્વયંને જ્ઞાનવિજ્ઞાનથી સમૃદ્ધ કર્યા પણ વાંસોવાંસ વિદ્યાપીઠને પણ જ્ઞાનના પારસમણિનો સ્પર્શ કરાવ્યો. એવા રામલાલભાઈનો જન્મ વડોદરામાં ૧૮-૪-૧૯૨૭ના રોજ થયો હતો. કોલેજ સુધીનું શિક્ષણ વડોદરામાં લીધું. અનુસ્નાતક શિક્ષણ અમદાવાદમાં લીધું. વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્ય કરી દિલ્હીના રાજકારણમાં અને દેશની યુવા પ્રવૃત્તિમાં વ્યસ્ત રહ્યા, પણ ૧૯૬૧માં વિદ્યાપીઠમાં પાછા ફર્યા, મહામાત્ર તરીકે પછી કુલનાયક થયા અને મોરારજીભાઈના અવસાન પછી વિદ્યાપીઠના કુલપતિનું પદ મૃત્યુ સુધી (૨૧-૧૧-૧૯૯૯) સંભાળ્યું. સવાયા ગુજરાતી અને સમર્થ કર્મશીલ સુદર્શનભાઈ વર્તમાને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે કાર્યરત ડૉ. સુદર્શન આયંગર શૈક્ષણિક તાલીમે અર્થશાસ્ત્રી છે, પરન્તુ વાંસોવાંસ તેઓ વિશેષ કેળવણીકાર, અન્વેષક અને કર્મશીલકૃતિશીલ છે. સ્વભાવે વ્યવહારુ અને નમ્ર ડૉ. આયંગર કાર્યક્ષેત્રે શિસ્તના આગ્રહી છે. સ્નાતક (૧૯૭૪), પારંગત (૧૯૭૭) અને વિદ્યાવાચસ્પતિ (૧૯૮૫) એમ શિક્ષણક્ષેત્રની ત્રણેય પદવી એમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી અંકે કરી છે અને તે પણ બધી વખત અર્થશાસ્ત્રના વિષય સાથે. પારંગતમાં અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હોવાને કારણે એમને સુવર્ણચંદ્રક મળ્યો હતો. વિદ્યાવાચસ્પતિમાં એમનો શોધવિષય હતો ‘સિંચાઈનું અર્થકારણ’. કૌટુંબિક રીતે અને જન્મથી કર્ણાટકી પણ શૈશવાવસ્થાથી ગુજરાતી સુદર્શનભાઈ ખાદીધારી છે. કર્ણાટકી પરંપરા મુજબ લૂંગી અને ઝભ્ભો પહેરે છે, તો ગુજરાતી લેંઘો-ઝભ્ભો પણ ધારણ કરે છે. અંધખાદીભક્ત નથી અને તેથી ખાદીનું પેન્ટશર્ટ પણ પહેરે છે. ગાંધીવિચારને વરેણ્ય સમજ્યા હોઈ જીવનમાં સાદગી એમનું આગવું આભૂષણ છે, જેમાં દેખાડો નથી, સહજતા છે. અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોવા છતાંય અને માતૃભાષા કન્નડ હોવા છતાંય તેમનું ગુજરાતી-બોલવે, લખવે, વ્યવહારે–ઉત્કૃષ્ટ છે. એમ કહી શકાય કે તેઓ સવાયા ગુજરાતી છે. ૨૭ ડિસેમ્બર, ૧૯૫૪માં જન્મેલા ડૉ. સુદર્શન આયંગર Jain Education International ૫૨૯ સર્વગ્રાહી રીતે બહુશ્રુત છે. ઓગષ્ટ ૨૦૦૫માં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પૂર્વે તેઓ સુરતસ્થિત ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ'ના નિયામક તરીકે કાર્યરત હતા, ફેબ્રુઆરી ૨૦૦૪થી જુલાઈ ૨૦૦૫ સુધી. તે અગાઉ સુદર્શનભાઈ અમદાવાદની ‘ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ'ના નિયામકપદે ૧૯૯૯થી ૨૦૦૪ સુધી કાર્ય સંભાળતા હતા. તે પૂર્વે આ જ સંસ્થામાં ૧૯૯૫થી ૧૯૯૯ સુધી પ્રાધ્યાપક અને કાર્યકારી નિયામક તરીકે ફરજબદ્ધ હતા. આમ આ સંસ્થાના વિકાસમાં એમણે એક દાયકા સુધી અન્વેષણકાર્ય કર્યું. ૧૯૮૯ થી ૧૯૯૫ સુધી બિનસરકારી સંસ્થામાં કાર્યાન્વેષણ પ્રકલ્પના સમન્વક હતા, જે દ્વારા તેમણે આદિવાસી લોકોના સ્થળાંતરના પ્રશ્ને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનાં ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ ખેતીલાયક જમીન અને પુનર્વસનના કાર્યમાં, સરદાર સરોવર પુનર્વસવાટ સમિતિના સભ્ય તરીકે પીડિતોના કલ્યાણનાં કાર્યમાં સંલગ્નતા બક્ષી હતી. ગુજરાત ઇન્સ્ટીટ્યૂટ ઓફ એરિયા પ્લાનિંગમાં ૧૯૮૨ થી ૧૯૮૯ સુધી અન્વેષક તરીકે કાર્ય કરેલું. જોકે એમણે જીવનકાર્યનો પ્રારંભ તો કર્યો સંત ઝેવિયર્સ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે. આ બધી સંસ્થાઓમાં કાર્યરત રહી એક કર્મશીલ તરીકે ડૉ. આયંગરે ગરીબી રેખા હેઠળ જીવતાં લોકોના પ્રશ્નને હલ કરવા યથાશક્તિ ફાળો આપ્યો છે. આ સહુ સંસ્થા સાથે સંલગ્ન રહીને ત્યાંના વહીવટને ઔપચારિકતાના ચોકઠામાંથી મુક્તિ અપાવી, વહીવટની વિભાવનાને વ્યાપકતા બક્ષી, તે તે સંસ્થાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંપર્કબદ્ધ કરી, શોધપ્રકલ્પને વેગ મળે તેવું વાતાવરણ સર્જીને યુવાન સંશોધકોને કામે લગાડ્યા, સરકારી તંત્ર સાથે ઘરોબો સ્થાપીને તે તે સંસ્થાનાં ધ્યેયને કાર્યાન્વિત કર્યાં. કાર્યશાળા પરિસંવાદ ચર્ચાસભા યોજીને વિષયનો વ્યાપ વિસ્તાર્યો, જે જે પ્રકલ્પ હાથ ધર્યા તેના અહેવાલ તૈયાર, સત્વરે કરીને પુસ્તક પ્રસિદ્ધ કર્યાં અને અન્વેષણના ક્ષેત્રના ઘણા મુદ્દાને અનાવૃત્ત કર્યા. આ રીતે તેમણે જે સંસ્થામાં કાર્ય કર્યાં ત્યાં તેને એક પ્રકારનો મોભો મળે મેળવવામાં યથાશક્તિ ફાળો આપ્યો. આ નિમિત્તે એમણે દેશના વિવિધ રાજ્યોમાં યોજાતા શૈક્ષણિક કાર્યમાં ધ્યાનાર્હ યોગદાન આપ્યું અને એ રીતે કાર્યશાળા, અધિવેશન અને ચર્ચાબેઠકમાં ભાગ લેવા યુરોપ, કેનેડા, દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં શોધયાત્રા પણ કરી. ગુજરાતની વિશ્વવિદ્યાલયોમાં અતિથિ અધ્યાપક તરીકે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy