SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ ne (((((((Mછે ((((( HITESH Citro { {( (((((ષ્ટિ i શાશ્વત સૌરભ ભાગ-૨ ઠુકરાવી એક દરિદ્ર સુથારને ત્યાં જ ઉતારો રાખ્યો અને સૂકો રોટલો ખાઈ ચલાવી લીધું, પણ મિજબાની કરવા ભાગ ન લીધો. - એક નાના બાળકે પોતાના ઘરમાં ચૂલા ઉપર ઝટઝટ બળી રહેલા નાના લાકડાથી સ્વયં બોધ પામી નાની ઉમરમાં જ ગુરુનાનક પાસે ભાગી આવી દીક્ષા લઈ લેવા તાલાવેલી દર્શાવી ત્યારે તે નાના બાળકની પ્રજ્ઞાને પણ જાહેરમાં પ્રશંસી પોતાના નિર્દોષ બચપણનું સ્મરણ કર્યું હતું. બાળકને ઉતાવળે સન્યાસ ન આપી દઈ, ફક્ત વાત્સલ્ય આપ્યું ને સારા સંસ્કારોથી સિંચન કરી કર્મયોગી બનવા બોધ આપ્યો. હનીચંદ નામના અભિમાની શેઠને પ્રતિબોધવા તથા દાનધર્મનું માહાભ્ય સમજાવવા એક નાની સોય આપી કહ્યું કે આ મારી સોય તમારા વીસ લાખ રૂપિયા સાથે સાચવી રાખો. રૂપિયા ભલે તમારા પણ ફક્ત સોય મને આવતા ભવમાં પાછી કરી દેજો. હનીચંદનો નશો ઊતરી ગયો ને ખ્યાલ આવી ગયો કે જ્યાં મૃત્યુ પછી ગુરુ નાનકની સોય પણ સાથે લઈ નહીં જઈ શકાય, ત્યાં મારું ધન મારી સાથે કેવી રીતે ચાલવાનું? બસ પછી તો નાનકને ગુરુ બનાવ્યા અને જંગી રકમ અનાથ અને ગરીબો વચ્ચે વિતરણ કરી આત્માને હળવો બનાવી દીધો. ગુરુ નાનક ઉપર તથા તેમના પરિવારના સદસ્યો ઉપર અનેક પ્રકારે આફતો આવેલ છતાંય તેઓએ સાવ સમતા જાળવી, તેથી પણ અનેક લોકોમાં તેઓ આદર પામી ગયા છે. (૩૫) સ્વામી રામતીર્થની ખુમારી સ્વામી રામતીર્થ ચોટદાર વ્યાખ્યાતા હતા તેથી તેમનાં વક્તવ્યો અને વિચારોથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ પ્રભાવિત થઈ ગયા હતા. એકવાર વ્યક્તિગત મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપ્રમુખે રામતીર્થને પ્રશ્ન કરી દીધો કે “તમે પોતાને બાદશાહ કેમ માનો છો? રાજા કે બાદશાહ તો અમે કહેવાઈએ જેમની પાસે સમસ્ત અમેરિકાનું વર્ચસ્વ છે, સત્તા અને સંપત્તિ પણ.” સ્વામી રામતીર્થનો જવાબ હતો કે “જો કે મારી પાસે કોઈ વિશેષ સત્તા કે સંપત્તિ નથી છતાંય વિશ્વના તમામ માનવો પ્રતિ સભાવ અને મૈત્રીભાવ છે તેથી સમગ્ર વિશ્વ મારું છે અને બધાંય મારાં પોતાનાં છે તેવો લાગણી ભાવ જ મને બાદશાહ બનાવવા બાધ્ય કરે છે, કારણ કે મારા માટે મારું પરાયું કોઈ જ નથી. સ્વામી રામતીર્થ “જ્યારે તમારી પાસે અમેરિકનો ઉપરનું પ્રભુત્વ જરૂર છે, માટે ઉચ્ચ સ્થાને બિરાજો છો, પણ છતાંય ચીન, જાપાન, રશિયા કે આફ્રિકા, ઇન્ડિયા કે આમ ઘણાય દેશો તમારી આજ્ઞામાં નથી તેથી તમે કઈ રીતે બાદશાહ ગણાઓ? કારણ કે વિશ્વનો એક ભાગ જ તમારા આધિપત્યમાં છે, બાકી માટે તો તમારે જંગ ખેલવા પડે, ખૂબ સહન કરવું પડે, કેટલુંય મેળવવા કેટલુંય ગુમાવવું પડે, વધારામાં અશાંતિ-અજંપો અને અગમભાવિ હાથમાં આવે તેને બાદશાહ કેમ ગણાય?” રાષ્ટ્રપ્રમુખને ખ્યાલ આવી ગયો કે હિન્દુસ્તાની સંતોની પાસે ત્યાગધર્મની ખરી બાદશાહી છે. (૩૬) જ્ઞાનપ્રેમી મદનમોહન માલવિયા પંડિત મદનમોહન માલવિયાનું નામ બનારસની યુનિવર્સિટી માટે પ્રખ્યાત છે. હિન્દુસ્તાની પ્રજા અજ્ઞાનથી મુક્ત બને, ઓછામાં ઓછું જીવનવ્યવહાર પૂરતું પણ જ્ઞાન મેળવે અને આત્મનિર્ભરતાથી જીવે તેવી ભાવનાથી તેઓ સ્વયં ફંડફાળો કરવા નીકળી પડતા. કોઈ કહે કે તમે તો વિદ્વાન છો, પંડિતોમાં નામ કમાયેલા છો, તો જાતે જ પૈસા માટે દોડાદોડ શા માટે કરો છો? જેને ભણવાની ગરજ હશે પોતે પૈસા વાપરશે. ત્યારે માલવિયા સ્પષ્ટ કહેતા કે સારા કામ માટે યાચના કરું છું, મારા પોતાના સ્વાર્થ માટે નહીં. ખૂબ ફરતા અને શેઠોને ખુશ કરતા થાકવા લાગ્યા. જંગી યોજના માટે વિશાળ દાનની જરૂરત હતી. તેથી ક્યાંય મેળ Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy