SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ સ્વામી સહજાનંદ તે ભદ્રિક બાઈએ કહ્યું “સ્વામીજી! દૂધ પીરસવું બાકી રહ્યું છે, હવે થોડી વારમાં દૂધ લાવું પછી જ આરામ ફરમાવો." પેટ ભરાઈ ગયું હતું છતાંય ભક્તાદીની ભાવધારા ભરેલી જ રહે તેથી સ્વામીજી ના ન કહી શક્યા અને જોતજોતાંમાં તો પેલી ભોળી સ્ત્રી સ્વામીજી માટે દૂધના બદલે છાશની આખી દોણી જ ઉઠાવી લાવી અને પ્યાલા ભરી ભરીને છાશ સ્વામીને પિવડાવી દીધી. ફક્ત પોતાના ભક્તની ભક્તિ જાળવી રાખવા સ્વામી સહજાનંદ આનંદને સહજ બનાવી યજમાનને ત્યાં રહ્યા અને ભોજન-પાણીના પછી વિશ્રામ લઈ ઉતારે પાછા વળ્યા. બન્યું એવું કે છેક સ્વામીજીની વિદાય પછી જ પેલી ભક્તાણી નારીને ખ્યાલ આવ્યો કે તેણી ભૂલ કરી બેઠી છે, તેથી ઉતાવળી બાવરી તેણી પણ સ્વામી પાસે પ્રાયશ્ચિત્ત કરવા તેમના સ્થાને દોડી આવી અને દૂધના બદલે છાશની પુરસ્કારી બદલ માફી માંગી. ત્યારે સહજાનંદ પોતાની સહજ ભાષામાં હેતથી બોચ્યા, "બહેન! તમે જેટલા ભાવહી અમારો સત્કાર કર્યો, તેજ અમારે મન મુખ્ય હોવાથી છાશમાં પણ દૂધ કરતાં વધારે મીઠાશનો અનુભવ થયો, માટે તમારે તે બાબત ભૂલનો એકરાર કરવાની જરૂર નથી." Jain Education International ધન્ય ધરા (૩૩) સ્વામી કોંડદેવની સિદ્ધાંતચુસ્તતા શિષ્યોમાં રાષ્ટ્રપ્રેમ, દેશદાઝ તથા સમર્પણભાવના ઉત્પન્ન થતી હોય તેમાં આચાર-વિચારની શુદ્ધતા ગુરુના પક્ષે પણ કેટલું કામ કરી જાય છે તેની સત્ય ઘટના નિકટના સમયની સત્ય બીના છે. સ્વામી કોંડદેવને છત્રપતિ શિવાજી પોતાના ગુરુ માનતા હતા. સ્વામી કોંડદેવ ખૂબ જ સિદ્ધાંતવાદી અને વ્રત-નિયમના દર ટેધારી હતા. જાત ઉપર દોર પણ અન્ય સાથે તેમનો બધોય વ્યવહાર કોમળતા ભરેલો હતો. શિવાની ભક્તિથી ખુશ થઈ તેમણે નવો જાહેર કરેલ કે પોતાના શિષ્યના બગીચામાંથી કોઈએ પણ માળીની રજા વગર ફ્ળ કે ફૂલ તોડવાં નહીં, પણ ભૂલથી સ્વામીજીના હાથે જ એક ફૂલ ચૂંટાઈ ગયું ને પોતે જ નિયમનો ભંગ કરી નાખ્યો છે તેવો ખ્યાલ થોડી વાર પછી આવતાં સ્વયં પશ્ચાત્તાપની ભાવનાથી ઘેરાઈ ગયા અને ભાવાવેશમાં નજીકના ક્ષેત્રમાં પડેલ એક ધારિયાથી ગુના કરેલ હાથને કાપી નાખવા સજ્જ થઈ ગયા પણ તેજ વખતે જીજાબાઈની નજર ત્યાં પડતાં તેણીએ બૂમરાણ કરી નાખી. નાની ભૂલની આવી સજા ન કરી શકાય તેમ જીજાબાઈ સ્વામીજીને શીખ આપવા લાગ્યા. વાત વધતાં શિવાજી પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયા. બેઉએ મળીને સ્વામીજીને નાની વાત ભૂલી જવા ખૂબ સમજાવ્યા, પણ સ્વામી કોંડદેવની એક જ હઠ હતી કે જે નિયમ બનાવે તે જ જો નિયમ તોડે તો તેને તો સજા વધુ આકરી થવી જોઈએ. અંતિમ સમાધાન એવું કરવામાં આવ્યું કે સ્વામીજીના ખમીસના જમણા હાથની અડધી બાંય સદા માટે કાપી નાખવી. જીવનના અંત સુધી તે જ પ્રમાણે અડધી બાંયવાળા ખમીસૌથી સ્વામીજીએ ચલાવી લીધું ને જ્યારે તે બાબત વિચાર આવે નિયમભંગના પાપને યાદ કરી આંખો છલકાવી થયેલ ભૂલ કરતાં ભારી પશ્ચાત્તાપ કરી આત્માને ફોરો બનાવી દીધો. (૩૪) ગુરુ નાનકની ગુરુતા શીખ સંપ્રદાયના સંત ગુરુનાનકના જીવનપ્રસંગો બોધપ્રદ હોવાથી પ્રસ્તુત છે. બચપણથી જ ભણવા-ગણવા કરતાં પણ કુદરતના વાતાવરણ વચ્ચે રહી, પ્રભુભક્તિમાં પરોવાયેલું તેમનું મન લીકપ્રવાહથી પર હતું. ગરીબો ઉપર વધુ હમદર્દી હોવાથી ગરીબોના ઘેર જ ઊતરતા. ગામના મુખીએ જમવાનું આમંત્રણ આપ્યું તો તેને પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy