SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ છુપાયેલી એક બિલાડીએ જોરદાર તરાપ મારી દીધી અને પલવારમાં પોપટને પીંખી નાખી હતો ન હતો કરી નાખ્યો. રાજા જયકેશરીની આંખ સામે પાળેલો પ્રેમાળ પોપટ પ્રાણ પરવારી ગયો પણ તરફડતા પોપટને લગીર તેઓ બચાવી ન શક્યા. રાજા જયકેશરીને પોતા દ્વારા કોઈનીય પણ સાક્ષી રાખ્યા વગરનાં વચનો યાદ આવી ગયાં. પોતે પોપટ પાછળ પ્રાણ આપી દેવાનું વચન બોલેલ તેજ પ્રમાણે વચનમાં ભંગ ન થાય તે હેતુ સ્વયં ચિતા રચાવી અને તેની ભડભડતી આગમાં પલાંઠી લગાવી પ્રાણત્યાગ કરી દીધા. સત્યવચની તેમણે રાજાપદે રહીને પણ પોતાનું વચન નભાવ્યું. એક ઐતિહાસિક શહાદતની ઘટના બની ગઈ. (૨૮) ચણિક શેઠનો ચમત્કારિક અનુભવ આચાર્ય ભગવંત ઉદ્યોતનસૂરિજી થકી ધર્મમાર્ગમાં સ્થિર થયેલ અણહિલપુર પાટણના શ્રીમાલવંશનો શ્રાવક ચણિક દરિદ્ર હતો. ચણાનો વેપાર કરવાથી ચણિક કહેવાતો હતો તે આચાર્યપૂજ્યના કહેવાથી રોજ પંચાસર પાર્શ્વપ્રભુની પૂજા કરવા લાગ્યો અને નવકારમંત્રની વિશિષ્ટ જાપભક્તિથી આધ્યાત્મિક શક્તિવાળો બની ગયો. નવકારજાપથી આત્મશુદ્ધિ વધતાં એક દિવસ ભક્તામર સ્તોત્રની છવ્વીસમી ગાથા “તુi નમઃ” વગેરે વારંવાર બોલતાં આદિનાથ પ્રભુની ભક્તાદેવી મહાલક્ષ્મી તેના ઉપર પ્રસન્ન-પ્રસન્ન થઈ ગઈ. ણિકના શીલ-સદાચારની આકરી પરીક્ષા લઈ અનુકૂળ ઉપસર્ગો કર્યા પણ તે સમયે પણ જ્યારે ચણિક એકદમ શાંતઉપશાંત બની ભક્તામરની તેજ છવ્વીસમી ગાથાને મનમાં લઈ પ્રભુધ્યાનમય રહ્યા ત્યારે મહાલક્ષ્મીદેવી મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ અને ચણિકને જણાવ્યું કે તે પંચાસર પાર્શ્વપ્રભુની દેવી પદ્માવતી તથા આદિનાથની રાગિણી દેવી ચક્રેશ્વરીની સખી છે. ચણિકનું દુઃખ દૂર કરવા ઉપાય બતાવી દીધો. તેજ પ્રમાણે ચણિકે ત્રણ કોઠીમાં ચણા ભર્યા, જે બીજે જ દિવસે ત્રણેય કોઠી ભરી સોનાના દાણા બની ગયા, જેથી કહેવાતો ચણિક વૈભવવાન બની ગયો. રાજા ભોજને પણ ચણાનો સુવર્ણથાળ ભેંટ ધરતાં રાજાનો કૃપાપાત્ર બની ગયો. પ્રભુનો ઉપકાર માથે ચઢાવી તેણે આદિનાથ પ્રભુનું જિનાલય જિર્ણોદ્ધાર કરાવ્યું. જિનાલયમાં મહાલક્ષ્મી દેવીને પુનઃસ્થાપિત કરાવ્યાં. છૂટે હાથે દાન દીધાં, સંઘો કઢાવ્યા, જિનશાસનની Jain Education International. ખૂબ પ્રભાવના કરાવી. ધન્ય ધરા (૨૯) ધર્મવીર રણપાલ મહામંત્ર નવકાર તથા ચમત્કારિક ભક્તામર સ્તોત્રના નિત્ય પાઠમાં પરોવાયેલ અજમેરનો રણવીર રજપૂત રણપાલ જૈનાચાર્યના પરિચય પછી મુસ્લિમ બાદશાહ જલાલુદ્દીનને પણ નહોતો ગણકારતો. જૈનધર્મનો રાગી રણપાલ ધર્મવીર પણ હતો અને શાશ્વતા નવકાર ઉપરાંત પ્રભાવશાળી ભક્તામરની શ્રદ્ધાથી આદિનાથ પ્રભુનો પણ અનુગામી બની ગયો હતો. એકવાર આગ્રાથી શાસન ચલાવતો બાદશાહ રણપાલ ઉપર વીફર્યો અને પોતાના સૂબા મીર દ્વારા અજમેરના મહેલ ઉપર છાપો મરાવી રણપાલ અને તેના પુત્રને પકડી. લીધા. મીરની ધમકીઓ છતાંય રણપાલ ન ઝૂક્યો, ત્યારે તે બેઉ કેદીને જલાલુદ્દીને જૂની દિલ્હીના કેદખાનામાં આકરી બેડીઓના બંધનમાં ગોંધી રાખ્યા. દુઃખી થવાના બદલે રણપાલ તો કેદખાને પણ શૂરવીર બન્યો ને ભક્તામરની બેંતાલીસમી ગાથા ‘આપાદકંઠ’ ભાવપૂર્વક બોલવા લાગ્યો. રાત્રિના અંધકાર વચ્ચે ચક્રાદેવીની પ્રતિહારી દેવીએ આવી બેઉની સાંકળો તોડી નાખી. કિલ્લો કૂદી પિતાપુત્ર બેઉ ભાગ્યા. સૈનિકો પાછળ પડ્યા. બેઉને સૈન્ય દેખાણું, પણ સૈનિકો તે બેઉનો પડછાયો પણ જોઈ ન શક્યા તેથી થાકી-હારી શાકમારી અને અજમેર સુધી જઈ સૈન્ય ખાલી હાથે પાછું ફર્યું. ત્યારે કર્મ અને ધર્મવીર રણપાલ નવકાર અને ભક્તામર એવા બે પ્રભાવશાળી સ્તોત્ર ઉપર ઓવારી જઈ ખૂબ શ્રદ્ધાવાન બની ગયો અને જીવનનો છેલ્લો ભાગ પણ અજમેર અને ચિત્તોડગઢ વચ્ચે પરિવાર સાથે નિર્ભયતાપૂર્વક વિતાવી સુખનો ભાગી બન્યો. (૩૦) વિક્રમસિંહ ભાવસારની વીરતા જમતાં જમતાં દાળમાં મીઠું ન જણાતાં વિક્રમસિંહ ભાવસારથી સ્પષ્ટ બોલાઈ ગયું, “ભાભી! દાળમાં મીઠું નથી.” કહેવાનો આશય શુદ્ધ હતો પણ ભાભી તરફથી જે સણસણતો જવાબ મળ્યો તેણે ભાવસારનું માથું ફેરવી નાખ્યું, ભાભી બોલી, “દિયર! મીઠું દાળમાં નથી તેમ તમારામાંય નથી. જો ખરેખર મીઠું હોય તો તમારા જેવા બળવાન શત્રુંજય તીર્થ ઉપર યાત્રિકોને જાત્રા ન કરવા દેતી વાઘણને દૂર ન કરી શકે? પાલિતાણાની ભૂમિમાં રહ્યા તો તે તીર્થ માટે તમારી ફરજ શું છે?” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy