SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ચિત્તોડમાં રહેતા ધનાઢ્ય તલાશાને તે ઘટના સાંભળી આઘાત લાગ્યો. પોતાની લક્ષ્મીને સાર્થક કરવા વિદ્યામંડનસૂરિજીનો સાધ લઈ નૂતન જિનબિંબને ગાદીનશીન કરવાના ભાવ થયા, પણ સૂરિજીએ જ્ઞાનાનુભવે દીઠું કે તોળાશાના સૌથી નાના પુત્ર જે છઠ્ઠા નંબરના હતા તે કિશોરવયના કમિશા જ તીર્થનો જર્ણોદ્વાર કરી શકશે. તેથી તેમને મન્ત્રસાધનાની તાલીમ આપવાનું પ્રારંભ કર્યું. થોડાં વરસો મંત્રસાધનામાં વીતી ગયા. તે પછી યોગ્ય સમય પાક્વે જિનબિંબનું નિર્માણ વિધિપૂર્વક કરવામાં આવ્યું. તે પણ કાર્ય સંપન્ન થયે જ્યારે અંજનિધિને છ માસની વાર હતી ત્યારે આચાર્યભગવંતે પોતાના બે આરાધક શિષ્યોને ઉપવાસ સાથે ચિંતામણિ મન્ત્રનો જાપ પ્રારંભ કરાવ્યો. કાંદાને પણ તે જ મંત્રસિદ્ધ કરવા જણાવ્યું. તે જપપ્રભાવે મલિનતત્ત્વો નાશ પામ્યાં. સમ્યગ્દષ્ટિ દેવો સહાયક બની ગયા. સૂરિજીએ અંજનશલાકા પ્રતિષ્ઠા સમયે અક્રમનો તપ કર્યો. દેવો બિંબના અધિષ્ઠાયક બની ગયા અને અનેક ભાગ્ય શાળીઓની હાજરીમાં પ્રતિમામાં પ્રાણ પુરાયા હોય તેમ સાત વાર જિનબિંબે શ્વાસોચ્છવાસ લીધા તેથી તે ચમત્કાર પ્રત્યક્ષ દેખી સૌ નમસ્કાર કરવા લાગ્યા. પ્રતિષ્ઠા-મહોત્સવ પૂર્ણ થયો અને દેવાધિષ્ઠિત તેજ આદિનાથ પ્રભુ આજ સુધી પૂજાતા રહ્યા છે. તે છેલ્લો અને સોળમો ઉદ્ધાર વિધામંડનસૂરિજીની નિશ્રામાં કર્માશાએ કરાવ્યાનો ઇતિહાસ અકબંધ છે. (૨૬) કવિરાજ ધનપાળ રાજા ભોજના દરબારમાં થઈ ગયેલ ધારાનગરીના અનેક વિદ્વાનો પૈકી કવિ ધનપાળનું નામ પણ ખ્યાત–વિખ્યાત છે. એક વખત તેઓ જ જૈનધર્મના કટ્ટર વિરોધી બની રાજા ભોજના મારફત ધારાનગરીમાં જૈન સાધુઓનો પ્રવેશનિષેધ કરનારા બન્યા હતા અને જયારે પોતાના જ ભાઈ શોભન મુનિ થકી બોધ પામી ચુસ્ત જૈન ધર્માનુરાગી બન્યા ત્યારે તેમણે તીર્થપતિ આદિનાથની સ્તુતિઓથી ભરપૂર આદિનાથ કાવ્ય તૈયાર કર્યું. તેની કદરદાની કરાવવા જ્યારે તેઓ ભરી સભામાં કાવ્ય લઈ પ્રસ્તુત થયા ત્યારે રાજા ભોજે ત્રણ માંગણીઓ રજૂ કરી દીધી કે ૠષભના નામના બદલે શંકર લખવું, ભરતના સ્થાને ભોજરાજ શબ્દ ગોઠવી દેવી તથા વિનીતાના સ્થાને ધારાનગરીનો ઉલ્લેખ કાવ્યમાં થાય તો જ રાજા લાખો સોનામહોરનું દાન આપે. પોતાના કાવ્યનું અવમૂલ્યન કવિ ધનપાળ સહન ન કરી Jain Education International elete શક્યા, તેથી કોધાવેશમાં રાજા ભોજનું જ અપમાન કરી નાખતાં કહી દીધું, “આવી ખોટી સરખામણી સાચો કવિ તે કેમ જીરવી શકે છે અભિમાન સાથે અપમાનનો બદલો વાળવા રાજા ભોજે બધાયની વચ્ચે ભયંકર બની નૂતન કાવ્યને સળગતા તાપણામાં હોમી દીધું અને ધનપાળ વિષાદ સાથે ઘેર આવી ઉદાસ બની ગયા. ત્યારે તે જ નિરાશાની પળોમાં આશાનાં અજવાળાં પાથરતી દીકરી તિલકમંજરીએ તે જ કાવ્ય પોતાને સંપૂર્ણ યાદ રહી ગયેલું હોવાથી પોતાના પિતાશ્રીને ફરી લખાવી દીધું. તેથી દીકરીના શ્રેષ્ઠ ક્ષયોપશમને જાણી કવિરાજ ધનપાળે કાવ્યનું નામ જ તિલકમંજરી કરી નાખ્યું, જે આજેય ઉપલબ્ધ છે અને જૈન મુનિભગવંતો તેનો અભ્યાસ પણ કરે છે. કવિ ધનપાળ જન્મે બ્રાહ્મણ હતા. તેમાંય સર્વદેવસૂરિનામક જૈનાચાર્યે કવિરાજના પિતા પાસેથી પોતાના જ ભાઈ શોભનને સમજાવી દીક્ષિત કરી દીધા, તે પછી તો ધનપાળ જૈનોના કટ્ટર શત્રુ બની બેઠા હતા, પણ સમય પાક્યું વિજ્ઞાન બની આવેલ તેમના જ ભાઈ શોભનમુનિએ વિદ્વતા દ્વારા તથા લાડવામાં રહેલ ઝેર અને થીમાં રહેલ ખદબદતા જીવો અળતાનો રસ નાખી દેખાડીને તેમને બોધિત કર્યા પછી કવિરાજ જૈનધર્મના હિમાયતી જ નહીં, બલ્કે પક્ષપાતી બની ગયા હતા. કવિ ધનપાળનાં કાવ્યોથી તે બાબતની પ્રીતિ અવશ્ય થશે. (૨૭) રાજા જયકેશરી રાજા જયકેશી રાજા સિદ્ધરાજ જયસિંહના નાના હતા હતા. સિદ્ધરાજની માતા મીનળદેવી અને તેણીના પિતાશ્રી જયકેશરી. તેઓ ખૂબ જ ન્યાયસંપન્ન અને સિદ્ધાંતવાદી હતા. ઘરમાં એક પાળેલો પોપટ હતો, જે એકવાર રાજા કેશરીની ભોજનવેળાએ કોઈક શિકારી પ્રાણીને દેખી ગભરાઈ ગયેલો તથા તેનો ભય તેની ચેષ્ટા અને આંખોમાં દેખાવા લાગ્યો. કરેલા-ગભરાયેલા પોપટને રાજા જયકેશરીએ આશ્વાસન આપી શાંત કરવા પ્રયત્ન કર્યો અને એ પણ કહ્યું કે “જરાય ડર ન રાખ, તને કંઈ થાય તો તારી પાછળ હું પ્રાણ આપી દઈશ, માટે એકદમ ભયમુક્ત થઈ મારી બાજુમાં આવી જા.' અત્યંત વાત્સલ્યને કારણે પોપટ પીગળી ગયો ને ખોલેલા પાંજરામાંથી ઊડી રાજા જયકેશરી પાસે આવી ગયો. રાજા હજુ તેને હાથમાં લઈ વહાલ કરવા જાય તેટલામાં તો ખૂણામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy