SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ જન્મ પછી કોઈ પણ પ્રાણીનું શિશુ જીવન ધારે છે તે માત્ર ભૌતિક પોષણથી જ નહીં, પણ માતાના પયપાન કરતાં ય અધિક માતાના વાત્સલ્યથી. વાત્સલ્યથી વંચિત બાળક જીવે તો ય ઍપંગ રહી જતું હોય છે. અનાથાશ્રમનાં બાળકોની આંખોમાં આ અભાવ દેખાતો હોય છે. જ્યારે અહીં જુઓ, જેવા તેવા ખાટલા પર, જેવી તેવી ગોદડી પર સૂતેલું બાળક, જાણે સિંહાસન પર આડા પડેલા શહેનશાહ જેવો દમામ ધરાવે છે! પ્રેમ વિના એમ ન બને. છબીકાર-કાલુ ભરવાડ “પ્રેમ' એટલે વાત્સલ્ય. પ્રિય પાત્ર સાથે મુક્તપણે ધીંગામસ્તી-આનંદકિલ્લોલરમતગમત કે તોફાનતરકટ કરવાનો અધિકાર માત્ર પ્રિય પાત્ર જ ભોગવે છે. ઈતરની તો સામું ન જોનાર, એની સાથે વાત પણ ન કરનાર, કોઈ સાથે બે કદમ પણ ન ચાલનાર એક વ્યક્તિ પ્રિય પાત્રને ગમે તેમ વર્તવાનો અધિકાર આપે છે. એક બે પળ માટે નહીં, જીવનભર. પાસે ઊભેલી ગાય આ લીલા જોઈ રહી છે એમ આપણે પણ જોઈ રહીએ છીએ કે પ્રેમની તો કેવી કેવી લીલા છે! છબીકાર-અશ્વિન રાજપૂત પ્રેમ એટલે અધિકાર. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy