SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ ધન્ય ધરા પ્રેમ” એટલે સેવા. કેટલાક રોગ એવા છે કે સામાન્ય માણસ એ રોગી સામું જોતાં અચકાય, તો એને સ્પર્શવાની તો વાત જ ક્યાં? કુષ્ટરોગ એવો બીભત્સ છે. એક જમાનામાં એવા રોગીને, પછી એ ગમે તેવો આપ્તજન હોય, દરિયામાં વહાવી દેતા. જ્યારે અહીં એક સ્ત્રી, આપણે કલ્પના કરીએ કે એની પત્ની જ હશે, કેવા સમ-ભાવથી, કેવી લાગણીથી, કેવી હૂંફથી, કેવી આત્મીયતાથી એને ખવડાવે છે! એણે જનસેવાની કઈ આચારસંહિતા વાંચી હશે?! છબીકાર-મિલાપસિંહ જાડેજા પ્રેમ' એટલે સહારો. જીવનમાં એક એક ડગલું ભરવામાં કોઈના સહારાની જરૂર પડે છે. બચપનમાં મા-બાપ, યુવાનીમાં પતિ કે પત્ની, વૃદ્ધાવસ્થામાં સંતાનો સામાન્ય રીતે ડગલે-પગલે સહારો ન બને તો જીવન ડગલું ભરતાં ભારે લાગવા માંડે છે. જીવનમાં પ્રેમનો અભાવ સાલવા માંડે છે. ત્યારે કોઈ નહીં, પણ પતિ-પત્નીએ તો પરસ્પરને સહારો આપવો એ એકબીજાનો અધિકાર બની રહે છે. અહીં મંદિરનાં પગથિયાં ચડતું વૃદ્ધ દંપતી પ્રેમનાં પગથિયાં ચડી રહ્યું હોય એવું નથી લાગતું! છબીકાર-કૌશિક પાદરીયા Jain Education International ein Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy