SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ પરિવેશની વિવિધ કાવ્યપરિપાટીઓભર્યું કાવ્યસર્જન કર્યું હતું. તેમણે વિવિધ છંદોમાં સેંકડો પદો લખ્યાં છે. એક પદમાં શ્રીકૃષ્ણપ્રીતિની અભિવ્યક્તિ કરતાં જણાવે છે—“બાલકૃષ્ણને બાલિકાનો શણગાર સજાવીને નાચ નચાવતાં નચાવતાં રાધાજી જશોદામાતા પાસે લઈ જઈને કહે છે-“તમારો કાનુડો આ કુંવરી સાથે પરણાવો.'' સુંદર પદો ઉપરાંત ઉપદેશ ચિંતામણિ (૧૮૦૨), સંપ્રદાય પ્રદીપ (૧૮૨૮), સુમતિ પ્રકાશ (૧૮૨૨), બ્રહ્મવિલાસ (૧૮૨૭) વગેરે પ્રબંધાત્મક ગ્રંથોનું પણ સર્જન કર્યું છે. તેઓએ જોધપુર, નવાપુર, બિકાનેર વગેરે રિયાસતો અને જૂનાગઢ, જામનગર, ભૂજ, તેમજ વડોદરાના રાજ્યમાં પણ વિચરણ કરીને ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં. વડોદરાનરેશ સયાજીરાવે તો તેમને ‘રાજકવિ' તરીકે રાખી લેવા તત્પરતા બતાવી હતી. આ સંપ્રદાયમાં મુક્તાનંદ (૧૭૬૧ : ૧૮૩૦), પ્રેમાનંદ ‘પ્રેમસખી’ (૧૭૭૯ : ૧૮૪૫), નિષ્કુલાનંદ (૧૭૬૬ : ૧૮૪૮), અવિનાશાનંદ (૧૮૩૪ : ૧૮૮૩) વગેરે સંતોનું વિપુલ પ્રદાન છે. દેશ-વિદેશમાં જ્યાં જ્યાં સંપ્રદાયનાં મંદિરો છે ત્યાં ત્યાં આ સંતોની વાણી ગવાય છે. આધુનિક કાળ લલ્લુલાલ ગુજરાતી (૧૭૬૩ : ૧૮૩૩ ઈ.) હિન્દી સાહિત્યના ઇતિહાસકારોએ આધુનિક હિન્દી ગદ્યના ચાર મહારથીઓમાં જે લલ્લુદાસ-આગ્રા નિવાસીની ગણના કરી છે તે મૂળે ઉત્તર ગુજરાતના સિદ્ધપુરના ગુજરાતી સહસ્ર ઔદિચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતા પેટિયું રળવાના પ્રયત્નોમાં મુર્શિદાબાદ, કલકત્તા વગેરે સ્થાનોએ ફરતાં ફરતાં ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના ગોકુલપુરા મહોલ્લામાં સ્થિર થયેલા અને ત્યાં લલ્લુલાલનો જન્મ ઈ.સ. ૧૭૬૩માં થયેલો. તેમનું અવસાન ઈ. ૧૮૩૫માં કલકત્તા મુકામે થયું. લલ્લુજીમાં સાહિત્યાધ્યયન અને લેખનના સહજ સંસ્કાર હતા તેથી નસીબયોગે ફોર્ટ વિલિયમ કોલેજમાં હિન્દીના ગદ્યગ્રંથોની રચના કરનાર તરીકે ઈ. ૧૮૦૦માં તેમની નિમણૂક કરવામાં આવી હતી. એમણે જે ગ્રંથોનું લેખન, સંપાદન અને પ્રકાશન કર્યું તેમાં ‘માધવવિલાસ’ (ઈ. ૧૮૧૦માં પ્રકાશિત) વિશેષ સમુલ્લેખનીય છે કારણ કે લલ્લુભાઈએ મેધાશક્તિ અને હિન્દી ખડીબોલી પરના સહજ અધિકારથી, ગુજરાતના નાગર કવિ રઘુરામકૃત હિન્દી નાટક ‘સભાસાર’ (ર.કા.-૧૭૦૦ ઈ.) અને કૃપારામના Jain Education International ધન્ય ધરા ‘પદ્મપુરાણ'માં સંગ્રહિત ‘યોગસાર’નું વ્રજભાષા પદ્યમાંથી ખડીબોલી ગદ્યમાં નિરૂપણ કર્યું છે. ગ્રંથનું પ્રકાશન ફોર્ટ વિલિયમ કોલેજના પ્રેસ તરફથી ૧૮૫૭ ઈ.માં થયું છે, ગ્રંથની ભાષા વ્રજ છે અને તેમાં ગદ્ય અને પદ્ય બંનેનો સમાવેશ છે. હિન્દી સાહિત્યના ઇતિહાસગ્રંથોમાં તેમના ‘પ્રેમસાગર'ના વિશેષ પરિચય મળે છે. હિન્દી સાહિત્યના રીતિકાલીન કવિ બિહારીકૃત ‘સતસૈયા'ની કેટલીક પ્રાચીન ટીકા ગ્રંથોના આધારે તેમણે ખડીબોલી ગદ્યમાં જે લાલચંદ્રિકા' લખી છે તે પણ અધ્યેતવ્ય છે. મહેરામણસિંહ (૧૮૭૨ ઈ.માં લેખનકર્મ) રાજકોટના રાજકુંવર મહેરામણસિંહે છ મિત્રોના સહકારથી ‘પ્રવીણસાગર'–પ્રબંધ કાવ્યનું નિર્માણ કર્યું છે. સૌરાષ્ટ્રના લીંબડીના રાજવી હરભાજી ઝાલાને સુજાનકુંવર નામની કુંવરી હતી, જે કવિયત્રી હતી. રાજકોટના તે સમયના યુવરાજ મહેરામણસિંહ હરભાજીના ભાણેજ થતા હતા. બન્ને વચ્ચે પ્રેમ થવાથી મહેરામણસિંહે પ્રેમસંબંધને નિરૂપતા ‘પ્રવીણસાગર'નું નિર્માણ ૧૭૮૨ ઈ.માં કર્યું.-ગ્રંથમાં આધિકારિક વસ્તુની સાથે ઉપનાયક ભારતીનંદે અને ઉપનાયિકા કુસુમાવલી વિષે પ્રાસંગિક કથા પણ છે. મૂળે ગ્રંથ ૮૪ લહેરો (સર્ગો)માં લખાયો છે. ગ્રંથમાં કુલ ૨૩૩૬ વિભિન્ન છંદો છે. ગ્રંથમાં વ્રજભાષાની સાથે કચ્છી, ડિંગલી અને ગુજરાતીનો પણ વ્યવહાર થયેલો છે. કાઠિયાવાડના મોટા રાજ્યના રાજકુંવર દ્વારા રચાયેલો હોવાથી પ્રવીણસાગર' ઘણાં બધાં રાજ્યોના રાજપરિવારમાં વંચાતો હતો. ડૉ. મહોબતસિંહ ચૌહાણે પ્રવીણસાગર' ઉપર પીએચ.ડી.નો શોધપ્રબંધ લખીને ઘણા ભ્રમોનું નિરસન કરી હિન્દી સાહિત્યના ઇતિહાસમાં રાજપરિવાર તરફથી લખાયેલા એક વિશિષ્ટ ગ્રંથ તરીકે તેનું પ્રતિપાદન કર્યું છે. દલપતરામ (૧૮૨૦ : ૧૮૯૮ ઈ.) ગુજરાતના હિન્દી સાહિત્યના આધુનિક યુગના પુરોધા કવિ દલપતરામ ડાહ્યાભાઈ છે. તેઓ ભોગાવો નદી તટસ્થ વઢવાણના નિવાસી હતા. તેઓ વ્રજભાષા કાવ્યશાળા'માં રસ, છંદ, અલંકાર અને વ્રજભાષાની ખૂબીઓ અને રચનારીતિઓ ભણીને દીક્ષિત થયેલા હતા. તેમના કાવ્યસંસ્કાર મૂળે હિન્દી કાવ્યપરંપરાના હોવાથી તેમની કાવ્યરચનાનો આરંભ વ્રજભાષાથી થયો છે. તેમના પિતા ડાહ્યાભાઈ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણ હતા અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy