SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ હરિ દેસાઈ મૂળ અમદાવાદના જ હરિ દેસાઈ પત્રકારત્વક્ષેત્રે મુંબઈ થઈને અમદાવાદ પાછું આવેલું સબળ વ્યક્તિત્વ છે. '૭૭માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ઇકોનોમિક્સના ગ્રેજ્યુએટ થઈને મુંબઈમાં ‘હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ એજન્સીમાં પોલીટીકલ કોરસપોન્ડન્ટ તરીકે જોડાયા. ૧૯૮૧થી ‘જન્મભૂમિ’ ગ્રુપમાં એસોસીએટ એડીટર તરીકે, '૯૫ સુધી કાર્યરત રહ્યા. સમકાલીનના તંત્રી તરીકે પણ તેમણે કાર્ય કર્યું. એન. આર. જી. એન. આર. આઈ. ફાઉન્ડેશન, ગુજરાત રાજ્યસરકારના ચેરમેન તરીકે પણ કામ કર્યું. તેમણે સંદેશ, સમભાવ, દિવ્યભાસ્કર દૈનિકમાં એક્ઝીક્યુટીવ એડિટર, કૉલમીસ્ટ તરીકે કામ કર્યું અને હાલમાં ‘સંદેશ’દૈનિકમાં સલાહકાર તરીકે તથા ગૂજરાત વિદ્યાપીઠના ભૂદાન ચળવળના રાષ્ટ્રીય અધ્યયનમાં સંશોધક તરીકે કાર્યરત છે. પત્રકારોના હિત માટે સ્થાનિક અને રાષ્ટ્રીયકક્ષાની સંસ્થાઓમાં પણ તેઓ અગ્રેસર છે. તેમને ગુજરાત રાજ્ય સરકારનો શ્રેષ્ઠ તંત્રીલેખન માટેનો વર્ષ ૧૯૯૮નો એવોર્ડ અને ગુજરાત દૈનિક અખબાર સંધનો શ્રેષ્ઠ પત્રકાર તરીકે વર્ષ ૧૯૯૮નો એવોર્ડ મળેલ છે. તેમણે ત્રણ પુસ્તકો લખ્યાં છે. ગુજરાતમાં વિવિધ યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં તેઓ માનદ્ અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે છે. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ (૧૮૮૨ થી ૧૯૩૮) ગુજરાતી લેખક અને સંદર્ભ સાહિત્યના સંકલનકાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા સુરતના વતની હીરાલાલભાઈને તેમના સમયમાં ઉચ્ચ ગજાના સાહિત્યકારોનો સંપર્ક રહ્યો. તેમણે અનેક લેખનસ્પર્ધાઓમાં ભાગ લઈને ચંદ્રકો મેળવ્યા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં તેઓ મંત્રી તરીકે જોડાયા અને ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે તેમણે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એ સંસ્થાને વિકસાવી. તેમણે અનેક પુસ્તકાલયો ઊભાં કર્યા અને ગ્રંથાવલોકન પ્રવૃત્તિ વિકસાવી. તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ લખ્યો છે. જે ૧૯૩૨થી ૩૭ દરમ્યાન ત્રણ ભાગમાં પ્રગટ થયો છે. ૧૯૩૦થી ૧૯૩૮ દરમ્યાન તેમણે ગ્રંથ અને ગ્રંથકાર નામની શ્રેણી પ્રગટ કરી હતી. તેમણે સ્વતંત્ર અને સંલગ્ન રીતે અનેક Jain Education International ૪૦૩ સંપાદનો ગુજરાતીઓને આપ્યા છે. તેમના આ ગ્રંથો તેમની ચીવટ અને અભ્યાસની લગનીનો દસ્તાવેજ છે. શુકદેવ ભચેચ (તસવીર પત્રકાર) વ્યવસાયે ફોટો જર્નાલીસ્ટ એવા શુકદેવભાઈને સમગ્ર પત્રકારત્વ જગત અને અમદાવાદની જનતા અચૂક ઓળખે છે. યુવાનવયે નોકરી નથી કરવી એમ નક્કી કર્યું. અમદાવાદના રાયપુરમાં ફોટોગ્રાફીના સ્ટુડિયોથી શરૂઆત કરી. કલા, સંસ્કાર અને બહોળો સાંસ્કૃતિક અનુભવ તેમને સફળ બનવામાં કામે લાગી ગયો. તેમની સાહિત્યરુચિએ તેમને વિવિધ વિષયોનું ખેડાણ કરવાનું શીખવ્યું. પચાસથી પણ વધુ વર્ષો સુધી તેમણે તસવીર પત્રકારત્વ કર્યું. ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'ની અમદાવાદ આવૃત્તિ માટે તેમણે આજીવન ફોટોગ્રાફી કરી. શહેરનું સર્વોચ્ચ નાગરિક સમ્માન પણ તેમણે મેળવ્યું. તેમની તસવીરોનો એક વિશેષ ભાગ અમદાવાદમાં સંસ્કારકેન્દ્ર, પાલડીના મ્યુઝિયમમાં છે. ભૈરવનાથ માર્ગ ઉપર મ્યુનિસીપાલીટીએ તેમના નામે એક માર્ગ ખુલ્લો મુક્યો છે. રાધેશ્યામ શર્મા (૫ જાન્યુ. ૧૯૩૬) ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર એવી બહુવિધા ઓળખ ધરાવનારા રાધેશ્યામ શર્માએ ગુજરાતીઓને અઢળક જ્ઞાનસંપુટ, માહિતી ગ્રંથો, ચિંતન સાહિત્ય અને મૌલિક મનોમંથન આપ્યાં છે. પત્રકારત્વની કારકિર્દી ‘ધર્મલોક'ના સંપાદનથી શરૂ થઈ. ‘અક્રમવિજ્ઞાન’ના માનાર્હ સંપાદક બન્યા. ‘યુવક’, ધર્મસંદેશ’નું સંપાદન પણ કર્યું. ૧૯૮૫ સુધી સઘન પત્રકારત્વ કર્યું. ત્યારપછીના વર્ષોમાં સાહિત્ય, પત્રકારત્વની યાત્રા સમાંતર ચાલી. તેમની સાહિત્યિક ઉપલબ્ધિઓની ચર્ચા અહીં કરવા ઘણું લંબાણથી લખવું પડે. માત્ર પત્રકારત્વના ક્ષેત્રની વિગતો અહીં નોંધીએ તો, તેમણે ઘણાં પત્રકારો, લેખકો, કલાકારોના જીવનકવન અંગે વિગતે સાડા ચારસોથી વધુ ઇન્ટરવ્યુ લીધા છે. વર્ષ ૨૦૦૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેઓને એનાયત થયો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy