SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૯૯ રાજમોહન ગાંધી ગાંધીજીના પ્રપૌત્ર અને દેવદાસ ગાંધીના પુત્ર જેવી ઓળખ ઉપરાંત એક પત્રકાર અને લેખક તરીકે સ્વતંત્ર અસ્તિત્વ અને ઓળખ સિદ્ધ કરી ચૂકેલા રાજમોહનગાંધીની મુખ્યપ્રવૃત્તિ લેખન અને પત્રકારત્વ ઉપરાંત સમાજસેવાની રહી હતી. ૧૯૬૪થી ૮૧ દરમ્યાન તેમણે “ હિમ્મત' સાપ્તાહિકના તંત્રી તરીકે, ૧૯૮૫થી ૮૭ દરમ્યાન “ઇન્ડિયન એક્સપ્રેસ'ની મદ્રાસ આવૃત્તિના નિવાસી તંત્રી તરીકે પણ કામ કર્યું. તેમના જાણીતાં પુસ્તકોમાં “રાજાજી સ્ટોરી' તથા “એઇટ લાઇડ્ઝ અ સ્ટડી ઓફ ધ હિન્દુ-મુસ્લિમ એન્કાઉન્ટર' “અન્ડરસ્ટેન્ડિંગ ધ મુસ્લિમ માઇન્ડ' અને “પટેલ અ લાઇફ' છે. ૧૯૯૦થી ૧૯૯૩ દરમ્યાન તેઓ જનતાદળ તરફથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. યશવંત શુકલ (શિક્ષણ સાથે પત્રકારત્વ) સમાજ સાથે અનુબંધ સતત રહે તે માટે પત્રકારત્વ સાથેનું જોડાણ અકબંધ રાખવું પડે છે. યશવંત શુકલ એવા જ એક પ્રબુદ્ધ શિક્ષણશાસ્ત્રી થઈ ગયા જેમણે પોતાની મૂલ્યનિષ્ઠ શૈક્ષણિક, સાહિત્યિક વાર્તાલાપની અનોખી કુશળતાથી અને વિશાળ દૃષ્ટિથી, પ્રેમ અને સદ્ભાવનાથી ગુજરાતનાં બૌદ્ધિકો અને સામાન્યજનમાં સમાન રીતે પોતાનું સ્થાન બનાવ્યું હતું. વિવેચનક્ષેત્રે તેમને વિશિષ્ટ પ્રદાન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. તેઓ વિવેચક ઉપરાંત શિક્ષણકાર, સંપાદક, વાર્તાકાર, અનુવાદક અને કટારલેખક પણ રહ્યા. આજીવન તેમણે શબ્દોની અને શબ્દોની શક્તિની તેનાં વિવિધ સ્વરૂપોની આરાધના કરી. તેમણે અનેક મૌલિક અને અનુવાદિત કૃતિઓ આપી છે. પ્રજાબંધુ સાપ્તાહિકમાં તેમની “સંસારના રંગ અને ગ્રંથાવલોકન' કોલમ લોકપ્રિય બની હતી. વૈધ-લાભશંકર ઠાકર સાહિત્ય, પત્રકારત્વ અને આયુર્વેદનો ત્રિવેણી સંગમ જેમનામાં થયો છે તેવા “પુનર્વસુ' ઉપનામથી લખતા લાભશંકર ઠાકરનો પરિચય કરાવવો જ ન પડે. તેમનું કટારલેખનના માધ્યમથી પત્રકારત્વના ક્ષેત્રે આગવું યોગદાન છે. સાહિત્યમાં નાટકો, વાર્તાઓ, નિબંધ અને નવલકથા ક્ષેત્રે તેમનું આગવું યોગદાન છે. ‘ગુજરાત સમાચાર'માં તેમની કટાર વર્ષોથી નિયમિત આવે છે. તેમના પત્રકારત્વની કામગીરીના ભાગરૂપે તૈયાર થયેલા સંચયગ્રંથોમાં “એક મિનિટ', “ક્ષણતત્પણ', “સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે’ જાણીતા છે. આ લખાણોમાં તેમણે જાગૃત નાગરિક તરીકે સમાજમાં સૌને રોજબરોજ નડતી નાની મોટી સમસ્યાઓને સાંકળી લઈને આખાબોલી શૈલીમાં લેખન કર્યું છે. રાધેશ્યામ શર્મા તેમની લેખનશૈલીને સંસ્કૃતપ્રચૂર અને જરૂર પડે તળપદા શબ્દોને વાપરતી શૈલીના સંયોજન તરીકે ઓળખાવે છે. વજુ કોટક (૧૯૧૫થી ૧૯૫૯) ગુજરાતી પત્રકારત્વમાં સૌથી વધુ ફેલાવો ધરાવતા સામયિક તરીકે ‘ચિત્રલેખા'એ ઘણાં વર્ષો સુધી સ્થાન સંભાળ્યું હતું. ‘ચિત્રલેખા’ના આદ્યસ્થાપક અને તંત્રી પત્રકાર તથા નવલકથાકાર-વાર્તાકાર-ગદ્યકાર તરીકે તેઓ ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં અચળ સ્થાને છે. ૧૯૧૫થી ૧૯૫૯ દરમ્યાન ૪૫ વર્ષની યુવાવયે ગુજરાતી પત્રકારત્વનું પાયાનું કામ કરી લેનાર વજુભાઈએ રાજકોટથી અમદાવાદ આવીને કાર્ય શરૂ કર્યું. તેમણે મુંબઈને આખરી અને કાયમી કાર્યક્ષેત્ર બનાવ્યું. - રાજકોટમાં “જય સૌરાષ્ટ્ર' નામના પત્રથી તેમણે પત્રકારત્વની શરૂઆત કરી હતી. તેમણે કેટલાંક ચલચિત્રોનું દિગ્દર્શન પણ કર્યું હતું. ‘ચિત્રપટ' નામના સામયિકના તંત્રીપદે પણ તેઓ રહ્યા. થોડો સમય “છાયા'ના તંત્રી રહ્યા. ૧૯૦૫માં તેમણે પોતાનું સ્વતંત્ર સાપ્તાહિક ‘ચિત્રલેખા' શરૂ કર્યું. ૧૯૫૩માં લાઇટ' નામનું અંગ્રેજી માસિક અને “બીજ' નામનું એકપણ જા.ખ. નહીં છાપવાના નિયમને વરેલું ગુજરાતી ડાયજેસ્ટ શરૂ કર્યું. ૧૯૫૮માં ચલચિત્ર જગતની ગતિવિધિ અંગે માહિતી આપતું “જી' માસિક શરૂ કર્યું હતું. તેમની અનેક કટારો જાણીતી હતી પણ “પ્રભાતનાં પુષ્પો' નામની ચિંતનાત્મક લેખશ્રેણીનાં પુસ્તકો વધુ જાણીતા છે. ‘ચિત્રલેખા’ પરિવારનાં મધુરીબહેન સાથે તેમણે ૧૦ વર્ષનું દાંપત્યજીવન માર્યું. માત્ર ૪૫ વર્ષની વયે કારકિર્દીની ટોચે પહોંચીને તેમણે અચાનક જીવન સંકેલી લીધું. વાડીલાલ ડગલી ' (૨૦-૧૧-૧૯૨૬થી ૬-૧૦-૧૯૮૫) ગુજરાતીઓ માટે પરિચયપુસ્તિકાનો પાયો નાખનાર વાડીલાલ ડગલીની સમગ્ર કારકિર્દી લેખન ક્ષેત્રે જ રહી. “ધ રેશિયલ ટ્રાયેન્ગલ ઇન મલાયા” નામનો મહાનિબંધ લખીને Jain Education Intemational on Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy