SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ આર્યસમાજના ગુજરાતી અને અંગ્રેજીપત્રોમાં લેખો લખવાની શરૂઆત કરી. હોમરૂલ આંદોલનમાં જોડાયા. મુંબઈના આગેવાનો સાથે દ. ગુજરાતનો પ્રવાસ ખેડ્યો. ૧૯૧૭-૧૮માં મુંબઈ ગયા ત્યાં શ્રી લોટવાળાના ‘હિન્દુસ્તાન’ પત્રમાં જોડાયા. ત્યાં તેમણે પ્રજામંડળ પ્રવૃત્તિની શરૂઆત કરી. આ સમય દરમ્યાન ‘સમાલોચક', ‘વસંત’, ‘સાહિત્ય', ‘૨૦મી સદી', ‘ગુજરાત’, ‘પ્રસ્થાન’, ‘યુગધર્મ’ વગેરે માસિકોમાં તેમના લેખ આવતા રહ્યા. દેશની અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોવા છતાં તેમની રાનીપરજ પ્રવૃત્તિઓ અને લેખનકાર્ય કેન્દ્રસ્થાને રહ્યાં હતાં. તેમની પાસે અલભ્ય પુસ્તકો રહેતાં. તેઓ ‘મોર્ડનરિવ્યૂ’ અને ‘હિન્દુસ્તાન રિવ્યૂ'માં પણ લખતા રહેતા હતા. સકલપુરુષ રમણભાઈ નીલકંઠ નાટ્યકાર, નિબંધકાર, વિવેચક રમણભાઈ નીલકંઠના સાહિત્યનાં વિવિધક્ષેત્રોના પ્રદાનથી ગુજરાતની તત્કાલીન અને હાલની પ્રજા ન્યાલ થઈ ગઈ છે એવું તેમના વિશેનાં લખાણોમાંથી જાણવા મળ્યું છે. ‘રાઈનો પર્વત' જેવી એક નાટ્યકૃતિ દ્વારા ગુજરાતના સાહિત્યજગતમાં પ્રસ્થાપિત થઈ જનાર રમણભાઈએ ‘ભદ્રંભદ્ર' નામની હાસ્યરસિક નવલકથા દ્વારા ગુજરાતના સાહિત્યજગતમાં નવો ચીલો ચીતર્યો હતો. તત્કાલીન નવા-જૂના સમાજસુધારકોનો વૈચારિક સંઘર્ષ કેન્દ્રસ્થાને રાખીને સુક્ષ્મહાસ્ય સાથે લખાયેલી આ નવલકથામાં ભારતભરના હાસ્યસાહિત્યકારોને પોતે જોડાયેલા હોય એવું લાગે છે–એમ એ અંગેનાં લખાણોમાં જોવા મળ્યું છે. ધર્મ અને સમાજ ૧-૨' તેમની ધાર્મિક કૃતિ છે. ‘હાસ્યમંદિર'માં હળવા નિબંધો સંગ્રહાયેલા છે. ‘જ્ઞાનસુધા' સામયિકના તંત્રી તરીકે તેમણે ધર્મસંબંધી ચર્ચા શરૂ કરતા અનેક લેખો લખ્યા હતા. દુર્ગારામ-નર્મદના જમાનાથી ચાલી આવેલી સમાજસુધારા–પરંપરાના તેઓ છેલ્લા પ્રતિનિધિ હતા તેવું સારસ્વતો માને છે. રાજકીય વ્યંગચિત્રકાર રમેશભાઈ ચંદે વિધિસરની ચિત્રકલાની તાલીમ લીધા વગર કાર્ટૂનચિત્રના ક્ષેત્રે મોટું નામ કાઢનાર રમેશભાઈ ચંદ્રેએ કાર્ટૂનિસ્ટ તરીકેની પોતાની કારકિર્દી ૧૯૪૬માં કિશોરવયે ધ સિંધ ઓબ્ઝર્વર'માં પોતાનું પ્રથમ કાર્ટૂન છપાયું–તે દિવસથી કરી. તેઓ ‘રૂપમ’ નામ રાખી કાર્ટૂન કરતા. મૂળ કચ્છના પણ Jain Education International ધન્ય ધરા વડીલો કરાંચીમાં સ્થાયી થયા હતા. તેમણે ત્યાં ‘રૂપમ આર્ટ સ્ટુડિયો' શરૂ કર્યો અને ત્યાંના દૈનિકોમાં કાર્ટૂનો આપવાનું શરૂ કર્યું હતું. આઝાદી પછી તેઓ મુંબઈ આવીને વસ્યા. ‘જન્મભૂમિ’ અને ‘ચિત્રલેખા'માં ‘અવધૂત’ નામે તેમનાં કટાક્ષ ચિત્રો પ્રકાશિત થતાં હતાં. ‘દર્પણ’ નામથી તેમનાં પોકેટકાર્ટૂન પણ છપાયાં હતાં. તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળેલાં છે. તેઓ માને છે કે, જેમ એક સફળ સંગીતકાર થવા માટે રિયાઝ જરૂરી છે તેમ એક સફળ કાર્ટૂનીસ્ટ થવા માટે નિયમિત સ્કેચ કરવાનો મહાવરો રાખવો જોઈએ.” તેઓ ક્યારેય વ્યંગ કે હાસ્ય ઊભું કરવા માટે પાત્રોના ચહેરામહોરાં કે હાવભાવને વિકૃત કરવામાં માનતા નથી. કલાના માધ્યમથી સામાજિક સેવા–નિસબતના અનેક ક્ષેત્રોમાં તેઓ જોડાયેલા છે અને તેમનાં ચિત્રોના પ્રદર્શનથી તેઓ સામાજિક પ્રશ્નો, રાજકીય સમસ્યા અને દૂષણોને સફળતાપૂર્વક લોકો સુધી પહોંચાડી શક્યા છે. સામાજિક કટાક્ષચિત્રની પરંપરાના આવાહક રમેશ બુચ. કલાકારોના કુટુંબમાં જન્મ, ઉછેર અને વિશેષ કેળવણીને લીધે રમેશભાઈ બુચે નાની ઉંમરથી બ્રશ પકડ્યો. આઠ–દસ વર્ષની ઉંમરથી જ વિવિધ દૈનિકોમાં કથાનકને કેન્દ્રસ્થાને રાખીને કાર્ટૂનચિત્રો સર્જવાનું શરૂ કર્યું. જામનગરથી મુંબઈ વચ્ચેનું અંતર તેમનાં કાર્ટૂનોએ ઘડીકમાં કાપી નાખ્યું. ‘જન્મભૂમિ-પ્રવાસી’માં તેમની સર્જનયાત્રા ૫૦ વર્ષ જેટલી અવિરત ચાલી. સામાજિક સમસ્યાઓ જેવી કે, બેકારી, મોંઘવારી, ગરીબી, શોષણ, વસ્તીવધારો વગેરે તેમનાં કાર્ટૂનના મુખ્ય વિષયો બની રહેતા. તેમણે જનસત્તા ઉપરાંત ઇલસ્ટ્રેટેડ વીકલી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, શંકર્સ વીકલી, ધર્મયુગ, નેશનલ હેરલ્ડ ઇવનિંગ ન્યૂઝ ઓફ ઇન્ડિયા, ફ્રી પ્રેસ જર્નલ, ભારતજ્યોતિ, બ્લીટ્સ, સન્ડે સ્ટાન્ડર્ડ વગેરે જેવાં દૈનિકો ઉપરાંત અનેક ગુજરાતી માસિકોમાં કાર્ટૂનના માધ્યમથી પ્રદાન કર્યું છે. તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળેલાં છે. તેમનાં કાર્ટૂનના સાત સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમના કેટલાંક કટાક્ષચિત્રોને કાયમી રેકોર્ડ્ઝમાં પણ સમાવવામાં આવ્યાં છે. કાર્ટૂનિસ્ટ બંસી વર્મા ‘ચકોર’ તેમને ‘સામાજિક કટાક્ષચિત્રપરંપરાના આાહક' તરીકે ઓળખાવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy