SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ .--. ૩૯૬ : સંચાલન, સંપાદન કર્યું. તેમણે તમામ રિજનપત્રો’ને પોતાના સ્પર્શથી આગવું સ્વરૂપ આપ્યું. તેમણે આજીવન લેખન, સંપાદન, સંકલન અને અનુવાદો કરી ગુજરાતની પ્રજાને ન્યાલ કરી દીધી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (અમર આશા) જેમની કઈ ઓળખાણ સૌથી વધુ મજબૂત છે? એ અંગે વારંવાર ચર્ચાઓ થતી હોય એવા શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીની સાહિત્ય અને પત્રકારત્વનાં બહુવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ છે. ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે' એ પંક્તિથી સાહિત્ય જગતમાં પોતાનો સીમાસ્તંભ રોપનાર મણિલાલભાઈએ ૩૯-૪૦ વર્ષના કુલ આયખામાં ૮૦ જેટલા ગ્રંથોનું સર્જન કર્યું. કવિ તરીકે વધુ જાણીતા એવા મણિલાલભાઈ નિબંધકાર, નાટ્યકાર, ભાષ્યકાર, પત્રકાર અને સંપાદક પણ હતા. ‘પ્રિયવંદĒ’ અને ‘સુદર્શન' નામનાં સામયિકો તેમણે હોંશભેર શરૂ કર્યાં અને હિંમતપૂર્વક, ખૂબ ઝઝૂમીને પણ ઘણાં વર્ષો સુધી ચાલુ રાખ્યાં. પાંડિત્યપ્રચૂર ભાષા હોવાને લીધે મહિલાઓને અને મણિલાલભાઈના ચાહકોને પણ વાંચવામાં અઘરું પડતું હતું. તેમ છતાં મણિલાલભાઈનો આગ્રહ રહેતો કે સૌ કોઈની ભાષા સુધરતી જાય અને સમૃદ્ધ થતી જાય. આ કારણસર તેઓ પોતાની શૈલી અને વિષયપસંદગી અંગે ખુલાસા કરતા નહીં અને સુર્દઢ લેખન કરતા રહ્યા. બંને સામયિકોનો બહોળો વાચકવર્ગ હતો. ‘કાન્તા’તેમજ ‘નૃસિંહઅવતાર' તેમની જાણીતી નાટ્યકૃતિઓ છે. તેજ રીતે ‘સિદ્ધાંતસાર’ અને ‘પ્રાણવિનિમય’ ગ્રંથમાં તેમની વિદ્વતા, મેધા અને પ્રતિભાશીલ તત્ત્વોના દર્શન થાય છે અને આ ગ્રંથોમાં તેમણે હિંદુધર્મતત્ત્વને તેમજ યોગદર્શનને સમજાવી આપ્યું છે' એવું સાહિત્યક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે. તેમણે ‘બાળવિલાસ’ ને ‘સુદર્શન ગદ્યાવલિ' નામના ઉત્તમ નિબંધો આપેલા છે. ‘ગુપ્તવિદ્યા’ને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી ‘ગુલાબસિંહ' નામની નવલકથા પણ એટલી જ જાણીતી છે. શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું ‘આત્મવૃત્તાંત’ ગુજરાતી સાહિત્યમાં હલચલ મચાવનારું બની રહ્યું. પંડિતયુગની આત્મકથાઓમાં એ શ્રેષ્ઠ છે. સંસ્કૃત મહાકવિ ભવભૂતિનાં ત્રણ નાટકો માલતીમાધવ', ‘ઉત્તરરામચરિત’અને ‘મહાવીર ચિરત'નાં તેમનાં રૂપાંતરો પણ જાણીતાં છે. Jain Education International ધન્ય ધરા મણીશંકર જટાશંકર કીકાણી (૧૮૨૨–૧૮૮૪) સૌરાષ્ટ્રમાં અનેક સમાજસુધારકો થઈ ગયા. તેમાં પત્રકારત્વના માધ્યમથી સમાજસુધારાના ક્ષેત્રે કામગીરી કરનાર મણીશંકર કીકાણીનો જન્મ ૧૮૨૨માં થયો હતો. તેમણે ૧૮૩૪થી ૧૮૭૪ સુધી નોકરી કરી. ‘સુપંથ પ્રવર્તક મંડળી'ના તેઓ સ્થાપક હતા. આ મંડળી નાગરસમાજમાં તેમજ અન્ય સમાજમાં સામાજિક કુરિવાજો સામે કાર્યરત રહેતી. સુધારા પ્રવૃત્તિને વેગ આપવાને તેમણે વિદ્યાભ્યાસ મંડળ રચ્યું જેનું મુખ્ય કાર્ય અંધશ્રદ્ધા નિર્મૂલનનું હતું. ૧૮૬૫માં ‘વિદ્યાગુણપ્રકાશ સભા' મંડળની સ્થાપના થઈ. ૧૮૬૮માં રાજકોટથી તેમણે ‘વિજ્ઞાનવિલાસ’ નામનું માસિક ચલાવ્યું હતું. તેમના માર્ગદર્શનમાં એ સમયના લેખકોએ સમાજસુધારાને કેન્દ્રમાં રાખીને લેખો લખ્યા. કીકાણીભાઈએ સામાજિક, ધાર્મિક કે રાજકીય પરિવર્તન માટે ભયમુક્ત અને અંધશ્રદ્ધા મુક્ત સમાજની કલ્પના કરી. ૧૮૮૪માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેઓ પોતાના ધ્યેયને વરીને કામ કરતા રહ્યા. મહીપતરામ રૂપરામ નીલકંઠ (૧૮૨૯–૧૮૯૧) મુંબઈ જેવા શિષ્ટનગર અને શિક્ષિતોની વચ્ચે રહીને સમાજના કુરિવાજો માટે કામ કરનાર મહીપતરામે સમાજસુધારણા માટે સંસ્થાઓ સ્થાપી અને પત્રકારત્વના માધ્યમથી સમાજનું કામ કર્યું. મુંબઈની એલ્ફિસ્ટન કૉલેજમાં શિક્ષણ લીધા બાદ ત્યાંજ શિક્ષક બન્યા. ૧૮૫૭થી અમદાવાદ મુકામે શિક્ષણખાતામાં નોકરી સ્વીકારી. તેમણે રાસ્તગોફતાર, બુદ્ધિવર્ધકસભા, સત્યપ્રકાશ જેવા સામયિકોમાં લેખ લખીને સમાજના પ્રચલિત દૂષણોને ખુલ્લા પાડવા પ્રયત્નો કર્યા. પરહેજગાર મંડળીના સભ્યપદે રહીને તેમણે કેફીપીણાં, બાળલગ્ન, ફટાણાં, વિધવાના કેશલોચનની પ્રક્રિયા જેવા રિવાજો વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી હતી. ગુજરાતની વિવિધ સંસ્થાઓ મારફતે તેમણે સમાજસુધારણાની પ્રવૃત્તિને વેગ આપવાના કાર્યો કર્યા હતા. તેમના યોગદાનને અમર કરવા અમદાવાદમાં ‘મહીપતરામ રૂપરામ નીલકંઠ અનાથાશ્રમ'ની સ્થાપના કરવામાં આવી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy