SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ભગવતીકુમાર શર્મા એક વિશિષ્ટ સંવેદના–ચેતના અને અભિવ્યક્તિના અધિષ્ઠાતા છે. જેટલા તેઓ સાહિત્યકાર તરીકે સ્થાપિત, અધિકૃત છે એટલા જ પત્રકાર, કૉલમલેખક તરીકે પણ. નવલિકા, નિબંધ, વિવેચન, કવિતા ઉપરાંત સાહિત્યની અન્ય વિદ્યાઓમાં પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ‘અસૂર્યલોક’ અને ‘ઉર્ધ્વમૂલ” જેવી ઉત્તમ નવલકથાઓ દ્વારા તેઓ સાહિત્યના ક્ષેત્રમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા હતા. સોનેટ, ગીત, ગઝલ, છાંદસ અને અછાંદસ રચનાઓ પણ તેમણે આપી છે. તેમની અન્ય જાણીતી કૃતિઓમાં ‘આરતી અને અંગાર', 'સમયદ્વીપ', ‘વ્યર્થ ફડકો', ‘છળ બારાખડી', શબ્દાતીત, બીસતંતુ, પરવાળાંની લિપિ, હૃદયસરસાં વગેરેનો સમાવેશ થાય છે. તેમના કાવ્યો પરંપરા અને આધુનિકતાના સમન્વય જેવાં છે. અન્ય સંપાદકોએ તેમના કાવ્યસંગ્રહોને સંપાદિત કર્યા છે. તેમણે વિવેચન, ગઝલ ક્ષેત્રે પણ અધિકૃત ગ્રંથો આપ્યા છે. ‘છેલ્લા પચ્ચીસ વર્ષનું ગુજરાતી પત્રકારત્વ' એ તેમનાં તંત્રીલેખોનો સંગ્રહ છે. તેમને સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે પ્રદાન બદલ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા ડી. લીટ (ડૉક્ટર ઑફ લેટર્સ)ની માનદ્ ડિગ્રી એનાયત કરી છે. તેમને મળેલા પુરસ્કારો, એવોર્ડની યાદી ઘણી લાંબી છે. તેમાં પત્રકારત્વના એવોર્ડ તેમની નિર્ભિકતા, સત્યપ્રિયતા માટે છે તો સાહિત્યના એવોર્ડ સંવેદના, ઋજુતા માટે મળ્યા છે. તેમણે વિદેશપ્રવાસ કરેલા છે. વ્યવસાયી પત્રકારત્વમાંથી નિવૃત્ત થયા બાદ ‘ગુજરાત મિત્ર'માં તેઓ સક્રિય છે. ‘જન્મભૂમિ’, ‘પ્રવાસી', ‘મુંબઈ સમાચાર', ‘સમકાલીન’, ‘સમાંતર', ‘જોગ-સંજોગ’ વગેરે દૈનિક પત્રપત્રિકાઓમાં નિયમિત કટારલેખન કરે છે. મગનભાઈ પ્રભુદાસભાઈ દેસાઈ (૧૮૯૯થી ૧૯૬૯) ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી, પત્રકાર, શિક્ષણશાસ્ત્રી મગનભાઈ નડિયાદની શાળામાં શિક્ષણ લઈ, ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં કરી–બી.એ.નો અભ્યાસ ગાંધીજીની અસર હેઠળ અધૂરો છોડીને ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને સ્નાતક થયા. મગનભાઈ દેસાઈનું પત્રકારત્વ..... શિક્ષણથી લઈને ૧૯૬૦ સુધી વિદ્યાપીઠમાં જ રહ્યા. મહામાત્રના પદ સુધી પહોંચ્યા. શિક્ષણ અંગેના વિચારોના Jain Education International ૩૯૫ પ્રચારાર્થે મગનભાઈએ ૧૯૩૯માં શિક્ષણ અને સાહિત્ય' સામયિક શરૂ કર્યું. ૧૯૫૧થી ૫૨ દરમ્યાન કિશોરલાલ મશરૂવાલા સાથે ‘હિરજન' સામયિકના તંત્રી તરીકે કામ કર્યું, તેમણે પત્રકારત્વની તેમની કામગીરી દરમ્યાન શિક્ષણ, સંસ્કૃતિ, ઇતિહાસ, ગાંધીદર્શન, ધર્મ, રાજકારણ, અર્થકારણ, સમાજશાસ્ત્ર વિવિધ વિષયો પર લેખો અને પુસ્તકો લખ્યાં. ‘સત્યાગ્રહ’ સામયિકના તેઓ આજીવન તંત્રી રહ્યા હતા. મનસુખરામ ત્રિપાઠી (૧૮૪૦થી ૧૯૦૭) ગુજરાતમાં પ્રાચીનતાના આગ્રહી ગણાતા વિદ્વાનલેખક મનસુખરામ ત્રિપાઠીનું સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. ૧૮૬૧માં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો પણ આંખની બિમારીને લીધે છોડવો પડ્યો. અર્થોપાર્જન માટે અન્ય કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં તેમણે સાહિત્યક્ષેત્રે સર્જન અને અન્યને પ્રોત્સાહિત કરવાનું કામ ચાલુ રાખ્યું. મુંબઈની ‘ફાર્બસસભા'ના તેઓ સ્થાપકતંત્રી હતા. ‘બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય હતા. અમદાવાદની ધર્મસભા'ના મુખપત્ર ધર્મપ્રકાશ’ના ઉપતંત્રી તરીકે તેમણે થોડો સમય કામ કરેલું. ‘બુદ્ધિપ્રકાશ’માં પણ તેઓ લેખ લખતા. તેમનાં પત્ની ‘ડાહીલક્ષ્મી'ના નામે નડિયાદમાં સ્થાપેલી લાઇબ્રેરી આજે પણ ચાલે છે. તેમણે અનેક ચરિત્રો આપ્યાં છે. સાહિત્યકારોની સાથે સતત વિદ્યાવ્યાસંગી રહી ગુજરાતીમાં ચીવટવાળી સંસ્કૃતમય શૈલીનાં લખાણોની આપણને ભેટ આપી છે. મહાદેવભાઈ દેસાઈ મહાત્મા ગાંધીના અંતેવાસી રહસ્યસચિવ મહાદેવ હિરભાઈ દેસાઈ ગુજરાતી પત્રકારત્વની દિશા બદલનારું અને ગાંધીયુગના પત્રકારત્વને પ્રસ્થાપિત કરનારું પ્રભાવક પરિબળ છે. તેઓ ચરિત્રાત્મક સાહિત્ય અને પ્રયોગધર્મી લેખક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. ગાંધીજી સાથે જોડાયા પછી તેમણે ડાયરીઓ લખવાની શરૂઆત કરી જે થોડાક અપવાદો બાદ કરતા સતત ચાલુ રહી હતી. મહાદેવભાઈ એટલે સધિત સાક્ષર, સંસ્કારી પત્રકાર. ૧૯૦૯ના ‘નવજીવન'ના પહેલા અંકથી તેઓ તેની સાથે સંકળાયેલા રહ્યા. પ્રસંગોપાત્ત તેના સંપાદક,તંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી. મોતીલાલ નહેરુના આમંત્રણથી તેઓ ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી બન્યા. ૧૯૩૧થી ‘યંગ ઇન્ડિયા’નું સફળ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy