SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કામગીરી વચ્ચે પણ તેમનું ગુજરાતી ગદ્ય જળવાઈ રહ્યું અને તેમણે ઘણું લખ્યું. ગાંધીજીની અસર હેઠળ એમનું પત્રકારત્વ ઘડાયું હતું એવો પણ એક મત છે. ‘હિમાલયનો પ્રવાસ' નામના તેમના સાહિત્યિક નિબંધો વિદ્યાપીઠના સાપ્તાહિકમાં હપ્તાવાર છપાયા હતા અને પુસ્તકાકારે પ્રગટ થયા. તેમણે ગુજરાતીમાં ૩૬, હિન્દીમાં ૨૭, મરાઠીમાં ૧૫ પુસ્તકો લખ્યાં છે. કાકાસાહેબનાં લખાણોની શૈલી ક્યારેક હળવાશભરી, પ્રાસાદિક, સરળ, વિશદ, ભાવોચિત્ત ગાંભીર્ય, ક્યારેક સંસ્કૃતમિશ્રિત તો કદી તળપદા તત્ત્વોથી ભરપૂર લાગે છે. આપણને ચોક્કસ લાગે કે, ઉમાશંકર જોશીએ કાકસાહેબના ગદ્યને કવિતા કહી છે તે વાત સાચી છે. કાર્ટૂનિસ્ટ ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય ‘ગુજરાત સમાચાર'નાં પાનાંઓમાં ‘આચાર્યની આજકાલ' ન હોય એ સ્થિતિ વાચકો કલ્પી જ ન શકે એ હદે એકેએક ગુજરાતીના ઘરમાં જાણીતા થઈ ગયેલા ઇન્દ્રદેવ આચાર્ય એટલે આપણા માનીતા કાર્ટૂનીસ્ટ ‘આચાર્ય’. એવું કહેવાય છે કે, કલાગુરુ રવિશંકર રાવલે તેમને તેમના કામ અંગે બિરદાવતાં કહ્યું હતું કે, “જાદુગરની જેમ તમને હવામાંથી વિષય લાધે છે.'' આચાર્યનાં કટાક્ષચિત્રોએ ગુજરાતી પત્રકારત્વમાં એક ચોક્કસ જગ્યા સ્થાપિત કરી છે. સુરુચિનું તત્ત્વ જાળવીને ઘણું કરીને સંયમી કટાક્ષચિત્રણ તેઓ આટલાં વર્ષોથી કરતા આવ્યા છે. મૂળે તો તેઓ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી. મુંબઈ યુનિ.માંથી પીએચ.ડી. કર્યા બાદ તેમણે કરેલા કેટલાક મોજણીઅહેવાલો બદલ દેશની ઉચ્ચકક્ષાની કંપનીઓએ તેમને આર્થિક સલાહકારપદે નિયુક્ત કર્યા હતા. આમ અર્થશાસ્ત્રની સાથે સમાજની ઘટનાનો વિશેષ ‘અર્થ' કાર્ટૂનના માધ્યમથી સમજાવતાં તેમને સારું ફાવી ગયું હતું. ૧૯૪૭થી તેઓ ચિત્રકલા તરફ વળ્યા હતા. લોકનાદ, સંદેશ, સેવક, પ્રભાત, નવ સૌરાષ્ટ્ર જેવાં અનેક અખબારોમાં તેઓ અવારનવાર વ્યંગચિત્રો આપતા. ગુજરાતી દૈનિકોમાં ‘સાંજવર્તમાન' મુંબઈના પ્રથમ પ્રયોગ જેવું હતું. ‘દાસકાકા’ નામની દૈનિક ચિત્રપટ્ટીએ ઘણી નામના મેળવી હતી. ૧૯૬૦થી ‘હસે તેનું ઘર વસે' નામની દૈનિક કાર્ટૂન કૉલમથી ‘જનસત્તા' દૈનિકમાં કટાક્ષ ચિત્રમાળા શરૂ કરી. ૧૯૫૯થી ૧૯૮૪ સુધી હળવાં લખાણો અને કાર્ટૂનનો વિભાગ ‘આનંદમેળો’ સંભાળ્યો. ૧૯૮૫થી ‘ગુજરાત સમાચાર' સાથે જોડાયા. ‘ગુજરાત સમાચાર'ની રવિવારની પૂર્તિમાં ‘ગામની Jain Education International ૩૮૫ ગમ્મત' નામે ચાર કાર્ટૂનની પટ્ટી ઘણાં વર્ષોથી આવતી રહી છે. તેઓ કહે છે કે, માનવીની નબળાઈ, મૂર્ખતા, બાઘાઈ, જડતા વિશે રમૂજી રજૂઆત સાથે સુધરવાની સાવચેતી આપતું ચિત્ર એટલે કાર્ટૂન. આનંદ માણો અને વહેંચો એજ એનો હેતુ.' લગભગ પાંચ દાયકા જેટલી કાર્ટૂન ચિત્રોની તેમની સફર એક આગવો ઇતિહાસ છે. આંતરરાષ્ટ્રીય કાર્ટૂનપરિષદોમાં તેમનાં ચિત્રો વખાણાયાં છે અને પુરસ્કાર પણ મળ્યા છે. તેમના અંદાજ મુજબ આશરે ૫૦,૦૦૦ જેટલાં કાર્ટૂનચિત્રો તેમણે દોર્યાં છે. દૂરદર્શન અને આકાશવાણી પરથી તેમણે વ્યંગચિત્રો અંગે વ્યાખ્યાનો પણ આપ્યાં છે. વિવિધ સામાજિક સંસ્થાઓએ તેમના વિશેષ પ્રદાન બદલ સમ્માન પણ કર્યું છે. તેમને ગણનાપાત્ર એવોર્ડ્સ મળ્યા છે. તેમનાં કાર્ટૂન અંગે કહેવાયું છે કે, “વ્યંગચિત્રોનું સર્જન એ માત્ર પીંછીનું ચિતરામણ નથી. હળવાશ છતાં અશ્લિલતા નહીં, કટાક્ષ છતાં કડવાશ નહીં, વ્યંગ છતાં વેદના નહીં, એવાં ચિત્રોનું રોજેરોજ સર્જન કરવું એ એક આકરું તપ છે. શ્રી આચાર્ય આવા એક તપસ્વી છે.” કાર્ટૂનિસ્ટ ‘નારદ' સ્વ. શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી ‘નારદ' તરીકે અખબારોમાં છવાયેલા કાર્ટૂનિસ્ટ મહેન્દ્રભાઈનો જન્મ-ઉછેર ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં અને કલાક્ષેત્રે નામ કરવાની ઇચ્છા સાથે ‘જન્મભૂમિ’ જૂથના દૈનિકોમાં કંપોઝિટર તરીકે જોડાયા અએ ઉચ્ચપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને નિવૃત્ત થયા. કાર્ટૂનિસ્ટ વિશ્વમાં નારદે એટલી મોટી જગ્યા હાંસલ કરી હતી કે તેમની જગ્યા કદી ભરી ન શકાય. ‘વ્યાપાર’ના તંત્રી ગિલાણીભાઈની પ્રેરણાથી ‘વ્યાપાર’માં કાર્ટૂન કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ચિત્રલેખા, જી, યુવદર્શન, જનશક્તિ, સંદેશ, ગુજરાત સમાચાર, કચ્છશક્તિ, અભિષેક, જામેજમશેદ વગેરે પ્રકાશનોમાં ‘નારદ' તખલ્લુસથી તેમની કાર્ટૂનયાત્રા ચાલી. અંદાજે ૪૦,૦૦૦ જેટલાં કાર્ટૂનો તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન દોર્યાં હતાં. તેમનાં કાર્ટૂનનાં બે પુસ્તકો ‘દેખ તમાશા' અને ‘વીણાનો ઝંકાર' પ્રકાશિત થયાં છે. તેમના અવસાન બાદ ‘ફૂલછાબે' શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, “નારદ કદીયે તેમની મધ્યમવર્ગીય બુનિયાદ ભૂલ્યા ન હતા. તેમણે સામાન્ય માણસના જીવનના દૈનિક જીવનની નાનીમોટી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy