SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ 362 આમ રાષ્ટ્રીયતા અને વસ્તુનિષ્ઠાના પ્રબળ સમર્થક ડૉ. મજુમદાર ‘ઇતિહાસમાં સત્ય, સંપૂર્ણ સત્ય અને સત્ય સિવાય બીજું કાંઈ પણ ન કહેવાનું આપણું વલણ હોવું જોઈએ' એમ માનતા. ઇતિહાસ માટે કોઈ શાહી માર્ગ નથી' એ સિદ્ધાંતમાં માનનાર આ મહાન ઇતિહાસવિદે હંમેશા ખૂબ જ નિષ્ઠાથી ભારતના ઇતિહાસ-લેખનની અજોડ એવી સેવા કરી છે. પ્રા. રસિકલાલ છોટાલાલ પરીખ (જન્મ : ૨૦-૦૮-૧૮૯૭, અવસાન ૧-૧૧-૧૯૮૨) ભારતના વિદ્યાજગતમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર સદ્ગત રસિકલાલ છોટાલાલ પરીખ એક નાટ્યલેખક, વાર્તાકાર, વિવેચક અને સંસ્કૃતવિદ્યાના જ્ઞાતા અને એક ઇતિહાસ લેખક હતા. ૧૯૧૯માં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિર તરફથી સંશોધનાત્મક પુરાતત્ત્વ ત્રૈમાસિક શરૂ થયું એમાં સાહિત્યિક, આભિલેખિક અને પુરાવશેષીય એ ત્રણે સાધનોનો અભ્યાસ અને સંશોધન થતું. ‘ભારતીય વિદ્યા' વિશેના લેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા. ૧૯૩૮માં મહાવીર જૈન વિદ્યાલય દ્વારા હેમચંદ્રાચાર્યના ‘કાવ્યાનુશાસન’નું સંપાદન કરવાનું કાર્ય રસિકભાઈને સોંપવામાં આવ્યું. પૌરાણિક અનુશ્રુતિઓને આધારે આનર્તો અને યાદવોનો ઇતિહાસ સંક્ષેપમાં રજૂ કર્યો છે. એ પછી મૌર્યકાલથી સોલંકી કાલ સુધીનો ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ આલેખ્યો છે. ૧૯૩૯-૪૦માં મુંબઈ સરકારની સહાયથી અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનની વ્યવસ્થા શરૂ થઈ. પ્રારંભમાં આનંદશંકર ધ્રુવ એના નિયામક હતા. સોસાયટીના સહાયક મંત્રી રસિકભાઈને આ વિભાગનું સંચાલન સોંપવામાં આવ્યું હતું. ૧૯૪૧માં આ વિભાગના અધ્યક્ષ નિમાયા. ૧૯૪૬માં ભો. જે. વિદ્યાભવનરૂપે આ વિભાગ વિકસતાં સંસ્થાના નિયામક તરીકે રહ્યા અને ૧૯૫૪ સુધી નિયામક તરીકે સેવાઓ આપી. ૧૯૫૪થી ૧૯૬૭ સુધી માનાર્હ નિયામક રહ્યા. ત્યાર પછી ટ્રસ્ટના મંત્રી તરીકે અને માનાર્હ અધ્યાપક તરીકે સેવાઓ આપી. ૧૯૫૦માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થતાં એની વિનયન વિદ્યાશાખાના પ્રથમ ડીન તરીકે સાત વર્ષ સુધી સેવાઓ આપી. પ્રા. રસિકભાઈએ ૧૬ વિદ્યાર્થીઓને પી.એચ. ડી.નું Jain Education International ધન્ય ધરા માર્ગદર્શન આપ્યું. એમાં સંસ્કૃત તામ્રપત્રો ઉપરથી ઇતિહાસની તારવણી, પ્રાચીન કલાઓનો અભ્યાસ, જૈન દાર્શનિકોએ બીજા દર્શનોમાં આપેલો ફાળો, વૈદિક, બૌદ્ધ અને જૈન દર્શનનો તુલનાત્મક અભ્યાસ, ભવાઈ, સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યનો વિકાસ, શિલ્પો પરથી ગુજરાતનું સાંસ્કૃતિક જીવન, સંસ્કૃત અલંકાર શાસ્ત્રમાં રસ અને ધ્વનિ, ગુજરાતના મેળાઓ, ઉત્સવો વગેરે, ભરત નાટ્યશાસ્ત્રમાંથી પ્રાપ્ત થતું સાંસ્કૃતિક વસ્તુ, ભારતીય નૃત્ય-નાટ્ય કલા, ભરત અને એરિસ્ટોટલની તુલના વગેરે વિષયોની વિવિધતા જોતાં રસિકભાઈની બહુમુખી વિદ્વત્તા દૃષ્ટિગોચર થાય છે. આવું જ બહુવિધ વિષયોનું ખેડાણ એમણે જે ભો. જે. વિદ્યાભવનમાં કરાવ્યું એમાં પણ દેખાય છે. સંસ્થા દ્વારા ચાલતી ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળામાં દેશભરમાંથી વિવિધ વિદ્વાનોએ જે વ્યાખ્યાનો સંસ્થામાં આપ્યાં તે પુસ્તકોરૂપે પ્રગટ થયાં છે. સંસ્થા દ્વારા પ્રગટ થયેલ ‘શ્રીમદ્ ભાગવત પુરાણ'ની સર્વદેશીય વાચના તૈયાર કરવામાં રસિકભાઈના મૂલ્યવાન માર્ગદર્શનનો લાભ મળ્યો હતો. એમની જ પ્રેરણાથી ગુજરાત વિદ્યાસભા આશ્રયે ‘સુંદરી’ના નેતૃત્વ હેઠળ નાટ્યવિદ્યામંદિર તથા નટમંડળની સ્થાપના થઈ હતી. ભો. જે. વિદ્યાભવન દ્વારા પ્રગટ થયેલ ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'ની ૯ ગ્રંથોની શ્રેણીના તેઓ મુખ્ય સંપાદક હતા. વ્યાખ્યાનશ્રેણી મુંબઈ યુનિવર્સિટી દ્વારા આયોજિત ૧૯૫૦-૫૧ના વર્ષની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા માટે આપેલાં વ્યાખ્યાનો માટે ‘ગુજરાતની મુસ્લિમ યુગ પૂર્વેની રાજધાનીઓ' એ વિષય પસંદ કરેલો. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ૧૯૬૩માં યોજાયેલ ગોવર્ધનરામ ત્રિપાઠી વ્યાખ્યાનમાળામાં ‘ઇતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ' વિશે પાંચ વ્યાખ્યાનો આપ્યાં, જે યુનિવર્સિટી દ્વારા ૧૯૬૯માં ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયાં. ૧૯૬૬માં વલ્લભવિધાનગર મુકામે યોજાયેલ ગુજરાત ઇતિહાસ પરિષદના ચોથા અધિવેશનમાં તેમણે આપેલા પ્રમુખીય વ્યાખ્યાનમાં ઇતિહાસ મીમાંસા રજૂ કરી છે. શ્રીનગરમાં મળેલી ૧૭મી પ્રાચ્યવિદ્યા પરિષદની અધ્યક્ષ તરીકે ગુજરાતી સાહિત્ય પરિષદનાં અંધેરી-મુંબઈ ખાતે મળેલા સમ્મેલનમાં તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે અને વિલેપાર્લેમાં મળેલા સાહિત્ય પરિષદના ૨૨મા અધિવેશનના પ્રમુખ તરીકે પણ એમણે સેવાઓ આપી હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy