SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ધન્ય ધરા બાપુરાવ ફણસાલકર, મહાપ્રભુજીની બેઠકના કીર્તનિયા શ્રી લાલુ મહારાજ, જગદીશ મંદિરવાળા પખવાજી શ્રી મંગુભાઈ વગેરેને સંભારવા જોઈએ. સારોદના ઠાકોર સાહેબના આશ્રિત ગાયક મીરસાહેબ તથા હાલોલના રા. સા. જીવણલાલ પખવાજવાદક તથા ડાકોરના જયેષ્ઠારામભાઈ તબલાવાદક એમને પણ સંભારીએ. પાટણની હવેલીમાં છબીલદાસ નાયક હતા. પ્રો. મૌલાબક્ષના પુત્ર હઝરત ઇનાયતખાં (સૂફી) એ હોલાંડ આદિ દેશોમાં ભારતીય સંગીતનો ઘણી લાક્ષણિકતાથી તત્ત્વજ્ઞાનસભર ને સુરુચિપૂર્ણ પ્રચાર કર્યો છે. પરદેશમાં અલપઝલપ પ્રવાસ ખેડનારા હિંદી સંગીતકારો કરતાં એમનો ફાળો વિશેષ દીર્ધજીવી ગણવો જોઈએ. ૫. સંગીત પ્રત્યે નૂતન ભાવના તથા નવાં મૂલ્યો : આમ અનેક દેશી રજવાડાં ઠકરાત કે ક્યાંક ક્યાંક શેઠિયાઓએ પોતપોતાનો સંગીતશોખ ને મોભો જાળવવા- સાચવવા સંખ્યાબંધ ગાયકો-વાદકો પોતાની પાસે રાખ્યા હતા. આ રીતે આ સંગીતકારોને નિજની કલાપ્રવૃત્તિ માટે આર્થિક સહારો મળી રહેલો, પરનું સંગીત એક ભદ્ર સંસ્કારપ્રવૃત્તિ તરીકે સર્વ કોઈ પોતાના જીવનમાં સ્વીકારી શકે, માણી શકે ને શિક્ષણ તથા આત્મવિકાસના એક જરૂરી અંગ તરીકે તેની સાધના ને સ્થાપના થાય એવી આકાંક્ષા સમાજજીવનમાં પ્રગટેલી નહીં, અથવા તો, એવી આબોહવા તેને કદી મળેલી નહીં. સંગીત પ્રત્યે માન હોવા છતાં તેના વ્યવસાય પ્રત્યે ને ઘણીયે વાર વિનાકારણ તેના વ્યવસાયીઓ પ્રત્યે સૂગ હતી. આ સ્થિતિ સારા હિંદમાં હતી, તેવી ગુજરાતમાં હતી. ૧૮૫૭ પછી સમાજજીવનમાં અનેક અનેક દિશાઓમાં જે ક્રાંતિઓ થઈ, અંગ્રેજી શિક્ષણ દ્વારા નવીન વિચારો ને પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યે જે નવી દષ્ટિ આવી તેને પરિણામે લોકોમાં સ્વાભિમાન ને તાજગી પ્રગટ થયાં. વીસમી સદીના પ્રારંભમાં રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ. તેનાં આંદોલનો દરેક ક્ષેત્રમાં પહોંચ્યાં. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમમાં [આજના હરિજન આશ્રમમાં સવારસાંજ પ્રાર્થનાઓમાં સંગીતને સ્થાન આપ્યું ને પંડિત ખરે જેવા સેવાભાવી સંગીતકારને આશ્રમવાસી બનાવ્યા. પં. ખરે રાગદારી સંગીતના ઉત્તમ જ્ઞાતા હતા ને તેમણે સંગીતને આજીવનધર્મ તરીકે અપનાવેલું હતું. ગુજરાતમાં સંગીતનો પ્રચાર ને આદર વધારવામાં એમનો ફાળો ઘણો મોટો છે. ગુજરાત વિદ્યાપીઠ પોતાના સ્નાતક =B.A.]ના અભ્યાસક્રમમાં એક ઐચ્છિક વિષય તરીકે સંગીતને સ્થાન આપ્યું. સંગીત પ્રત્યે લોકાદર બઢાવવામાં આ રીતે સત્યાગ્રહ આશ્રમે તથા ગુજરાત વિદ્યાપીઠે પોતાનો ફાળો અવશ્ય આપ્યો છે ને તેનું મૂલ્ય ઘણું છે. - સારાયે દેશમાં સંગીત પ્રત્યે માન ને પ્રીતિ વધારનાર ને અનેક કુટુંબોમાં સંગીતશિક્ષા દાખલ કરનાર આ યુગના મહાન સંગીતકાર ને પ્રચારક સ્વ. વિષ્ણુદિગંબરજીએ અનેકવાર ગુજરાત-સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરી સંગીત પ્રત્યે જનતામાં રુચિ પેદા કરી. સર્વપ્રથમ લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના થઈને તે પાછળ પં. વિષ્ણુદિગંબરને ગુજરાતના ગિરનારનિવાસી સંન્યાસિની મહાપ્રેરણા કારણભૂત બની હતી એ યાદ કરવા જેવું છે. સંગીતનો વ્યવસાય મહદ અંશે મુસ્લિમ ઘરાણાંઓમાં જ મર્યાદિત થયો હતો ને સંગીતને ગાયક-ગાયિકા તથા વાદનકારોની વ્યક્તિગત મર્યાદાઓને કારણે ઘણું સહન કરવું પડેલું. આ પરિસ્થિતિમાં સંગીતનો સોદ્ધાર કરવાનું માન સ્વ. વિષ્ણુદિગંબરજીને તથા તેને શાસ્ત્રીય ભૂમિકા પર મૂકવાનું શ્રેય સ્વ. પંડિત ભાતખંડેજીના ભાગે જાય છે. આ મહાનુભાવોએ સર્જેલા વાતાવરણનો લાભ ગુજરાતને પણ મળ્યો ને ગુજરાતી ભાષાભાષી અનેક વ્યક્તિઓમાં સંગીતકલા વિષે અથાગ પ્રીતિ જન્મી ને કલાની સાધના થવા માંડી. મથુરા, બનારસ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ઇત્યાદિ અનેક પ્રાંતોમાંથી કેટલાયે સંગીતશિક્ષકો ગુજરાતમાં આવી વસ્યા ને ગુજરાતમાં સંગીતનો શોખ પોષવામાં પોતપોતાનો ફાળો આપ્યો. પંડિત વિષ્ણુદિગંબરજી પાસેથી ઓમકારનાથ ઠાકુર ઉત્તમ રીતે તૈયાર થયા ને આખાયે ભારતમાં ને તે પછી પરદેશોમાં પણ, એક ઘણા ઉચ્ચકોટિના કલાકાર તરીકે પંકાયા. એમના જ ભાઈ શ્રી રમેશચંદ્ર ઠાકુર પણ ઉત્તમ વાદનકાર હતા ને હારમોનિયમ, વાયોલિન, જલતરંગ, તબલાંતરંગ આદિ વાદ્યો પર પણ સારો કાબૂ ધરાવતા હતા. પંડિત ઓમૂકારનાથે સારાયે હિંદમાં ગુજરાતને સંગીતના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન અપાવ્યું ઉત્તમ મધુર કંઠ ને ગાયકીની વિશિષ્ટ છટાથી એમણે સંગીતના વિષયમાં ગુજરાતનું મોં ઊજળું રાખવામાં મોટો ફાળો આપ્યો છે. એક કાળે એકબે દાયકાઓ સુધી, હળવા સંગીત દ્વારા ગુજરાતના જનસમાજનું મનોરંજન કરનાર માસ્ટર વસંતને પણ જરૂર સંભારીએ. પ્રભાતફેરીઓના જમાનામાં ગુજરાતની જનતાનો એ અત્યંત લાડીલો કલાકાર હતો. એક ઉચ્ચકોટિના બહુશ્રુત સંગીતવિદ્વાન તરીકે સુરતના શેઠ શ્રી કંચનલાલ મામાવાળાનું નામ ઉસ્તાદી દુનિયામાં જાણીતું છે. એમની અનેક રોગોમાં કરેલી ગુજરાતી ગીતબંદિશો તવિષયક એમની ઉચ્ચ રસિકતાનું દર્શન કરાવે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy