SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ જેવી હકીકત છે. સરકારી ગાયનશાળા ઉપરાંત ‘કલાવંત કારખાના' એ નામનું આખું એક ખાતું (Department) ચાલતું હતું. જેમાં ઘણી ઉત્તમ કોટીના ગાયકો-વાદકોને સ્થાન આપવામાં આવેલું. નાસરખાં અને ગંગારામજી જેવા મૃદંગાચાર્યો, કરમબક્ષ તથા ગુલાબસિંહને તેમના પુત્રો કુબેરસિંહ-ગોવિંદસિંહ જેવા તબલાંવાદકો, અલીહુસેન અને જમાલુદ્દીન બીનકાર તથા ઇનાયતહુસેન તેમ જ ઘસીટખાં સિતારિયા, શહનાઈવાદકમાં વસઈકર ને ગાયકવાડ, જલતરંગપ્રવીણ ગુલાબસાગર જેવા સાજનવાઝો આ ખાતાને શોભાવતા હતા. તદુપરાંત ભાસ્કરબુવા બખલે જેવા શિષ્યના ગુરુ ફૈજમહમદખાં, ગુલામ રસૂલખાં, ઉસ્તાદ આલમગીર, તસદુક હુસેનખાં, ગુલામ અબ્બાસખાં ને તેમની પાસે તૈયાર થયેલા આફતાબે મૌસિકી ખાં પૈયાજખાં જેવાં ગાયકરત્નોની સિદ્ધિઓથી આજનું ગુજરાત જરા પણ અજાણ નથી. ખાં. અબ્દુલકરીમખાં પણ થોડો સમય વડોદરામાં આવી રહેલા. વડોદરાના આ બીજા જ્યોતિમંડળ આસપાસ એટલું મોટું શિષ્યવૃંદ રહેતું કે બીજા દરજ્જાના અનેક ગાયકોવાદકોની નામાવલિ પણ વિસ્તારભયે આપી શકાય એમ નથી. છેલ્લાં સો વર્ષની સૌ પ્રથમ અખિલ હિંદ પરિષદ રાજ્યાશ્રયે વડોદરામાં ૧૯૧૬માં ભરાઈ એ સંગીતના ઇતિહાસમાં એક ઘણી જ મહત્ત્વની વસ્તુ તરીકે સંભારવી જરૂરી છે. આ પરિષદમાં હિંદભરમાંથી ગાયકોવાદકો આવ્યા હતા ને પં. ભાતખંડેની અનોખી દોરવણી નીચે સંગીતવિષયક અનેક પ્રશ્નો છણાયા હતા. આજની મધ્યસ્થ સંગીત-નાટક અકાદમી [દિલ્હી] એ પોતાના કાર્યપ્રદેશ વિષે જે આદર્શો સમ્મુખ રાખ્યા છે તેમાંના મહત્ત્વના સઘળા આ પહેલી પરિષદની યોજના ને ઠરાવોમાં જોઈ શકાય છે. આધુનિક યુગમાં સંગીતોત્થાનના કાર્યમાં સૌથી મહત્ત્વનું પ્રથમ પગરણ ગુજરાતમાં ભરાયેલું એ માટે ગુજરાત જરૂર ગર્વ લઈ શકે. સંગીતને ઉત્તેજન-પોષણ આપવાના કાર્યમાં બીજાં દેશી રાજ્યોએ પણ પોતપોતાના શોખ ને શક્તિ પ્રમાણે ફાળો નોંધાવ્યો છે. ભાવનગરના મહારાજા ભાવસિંહજીના આશ્રયે પંડિત ડાહ્યાલાલ શિવરામે ‘સંગીત કલાધર' નામનો એક બૃહદ્રંથ રચ્યો [૧૯૦૧], જેમાં ગાયનવાદનનૃત્ય એ ત્રણે કળાઓ પર સારું વિવેચન છે. આ પહેલાં જામનગરના રાજ્યગાયક વાદક પંડિત આદિતરામ શાસ્ત્રીએ ૧૮૮૯માં સંગીતાદિત્ય' નામનો એક સરસ ગ્રંથ હિંદીમાં પ્રગટ કર્યો હતો. આમાં ધ્રુપદ–ધમાર, Jain Education International ધન્ય ધરા તરાના, ટપ્પા, ચતરંગ આદિ અનેક સ્વરચિત રચનાઓ ગ્રંથિત કરી અનેક નવી બંદિશો [=Music Compositions] આપી છે, જે આજે પણ પ્રયોગને યોગ્ય છે. ભાવનગરના રાજ્યાશ્રયે સંગીતની આરાધના કરતા સંગીતકારોમાં રહીમખાં, ડાહ્યાલાલ, દલસુખરામ, ચંદ્રપ્રભા ઊર્ફે બાબલીબાઈ, નારાયણદાસ દલસુખરામ તબલાંવાદક, મણિલાલે હાર્મોનિયમવાદનના બે પુસ્તકો લખ્યા. મણિલાલ હારમોનિયમ-વાદક; તદુપરાંત ગાયક ને સિતારવાદક અમીરખાં તથા મહમદખાં-ફરીદી બીનકાર એ સર્વને સંભારવાં જોઈએ. ભવાનરાવ પિંગળે-અંગ્રેજીમાં જેમણે ‘ડિસ્કશન ઓન ઇન્ડિયન મ્યુઝિક' નામનું સ્વતંત્ર વિચારો ધરાવતું વિવેચનાત્મક પુસ્તક આપ્યું–તેમને પણ યાદ કરવા જોઈએ. ધરમપુરના મહારાજા શ્રી મોહનદેવજીના ભાઈ રાજકુમાર શ્રી પ્રભાતદેવજી પોતાની સંગીતપ્રિયતા માટે મશહૂર હતા ને તે કારણે અનેક સંગીતપરિષદોના પ્રમુખ પણ ચૂંટાયેલા. એમણે પણ પોતાના રાજ્યમાં સંગીતશાળા શરૂ કરેલી તથા ‘સંગીતપ્રકાશ’ નામનો, રાગોની સમીક્ષા તથા પુરાણી ચીજોની બંદિશ આપતો ઉત્તમગ્રંથ પ્રગટ કર્યો [૧૯૨૦ તથા ૧૯૪૧] તેમના કાકા મહારાજા શ્રી વિજયદેવજીએ ‘સંગીતભાવ’ નામનો એક ઘણો મહત્ત્વાકાંક્ષી ગ્રંથ બે ભાગમાં પ્રગટ કર્યો, જેની પાછળ એમણે બેથી અઢીલાખ રૂપિયા ખર્ચ્યા હોવાનું મનાય છે. આ ગ્રંથ ફ્રેન્ચ, અંગ્રેજી, હિંદી તથા ગુજરાતી એમ સંયુક્ત ચાર ભાષામાં સ્ટાફ નોટેશનમાં પ્રસિદ્ધ થયો છે ને દુનિયાનાં મોટાં ગ્રંથાલયોમાં પણ હિંદી સંગીત ઉપર એક આકર-ગ્રંથ તરીકે વપરાય છે. પ્રભાતદેવજી એક સારા બીનકાર હતા અને પ્રસિદ્ધ બીનકાર બંદેઅલીખાંના શિષ્ય કાદરબક્ષના શિષ્ય હતા ને તેમના ગુરુને તથા સતારિયા અબ્દુલ હઝીઝખાંને તેમણે પોતાના રાજ્યમાં સ્થાન આપેલું. આ કાદરબક્ષ તે પ્રસિદ્ધ બીનકાર બંદેઅલીખાંની શિષ્યા ચુન્નાજીના ભાઈ તથા નથ્થુખાંના શાગિર્દ થાય. મહારાજાએ ‘રાગપ્રવેશિકા’ નામની સંગીતશ્રેણીનું તથા પાશ્ચાત્ય સંગીતના ધોરણે હિંદી સંગીતમાં સ્ટાફ નોટેશનની પદ્ધતિ અનુસાર ‘મ્યુઝિક મેગેઝિન' નામના માસિકનું પ્રકાશન પણ હાથ પર લીધેલું. ધરમપુરની પાસે જ આવેલ વાંસદા સંસ્થાનમાં મહારાજા ચંદ્રસિંહજીના સમયમાં રહીમખાં નામે વાદક હતા, જેઓ સિતાર, બીન તથા જલતરંગ ઉત્તમ પ્રતિનું વગાડતા. પં. ભાતખંડેજીના પ્રમુખ શિષ્ય પં. વાડીલાલ પણ વાંસદારાજમાં ઠીકઠીક રહ્યા હતા. બીજાં નાનાંમોટાં રાજરજવાડાંઓમાં પણ અનેક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy