________________
શાશ્વત સૌરભ ભાગ-૨
૩૦૯
જણાતાં તેમણે શ્રુતિ સહિત ત્રણ સપ્તકનું એક ખાસ હાર્મોનિયમ ફ્રાન્સના “પારિસ' શહેરના વિખ્યાત હાર્મોનિયમ અને ઓરગન નિર્માતા પી. એમ. કેઝેરિલ પાસે બનાવડાવ્યું, જે ઑલ ઇન્ડિયા
મ્યુઝિક કોન્ફરન્સમાં પ્રદર્શિત કરેલું. બ્રિટિશ સરકાર તરફથી તેમને “ઓથોરિટી ઓફ, હિન્દુસ્તાની મ્યુઝિક'નો ખિતાબ અપાયેલો. અમદાવાદમાં ૧૯૨૪માં ભરાયેલી સંગીત પરિષદના તથા લખનૌની ૧૯૩૨ની પરિષદના તેઓ પ્રમુખ હતા.
તેમના નિકટના સાથી પૈકી વલસાડના ભગુભાઈ ભાવસાર અને રંગઅવધૂતના શિષ્ય દોસ્તમોહમ્મદ, ભગુભાઈના નાનાભાઈ ઘેલાભાઈ (સુરત) અને નગીનદાસ ભાવસાર ગણાવી શકાય. યોગેન્દ્ર દેસાઈ (મુંબઈ) તેમના મિત્ર હતા. એમના શિષ્યોમાં સૂરદાસ મોહનલાલ કંસારા, બીજા મોહનલાલ
બલસારા, ત્રીજા અંબાલાલ સિતારી અને ચોથા દોસ્તમોહમ્મદ ગણાય છે.
પ્રભાતદેવજીનો વારસો એમના મોટા પુત્ર જયદેવજી તથા નાના પુત્ર રૂપદેવજીમાં ઊતર્યો છે. પિતાશ્રીની યાદમાં તેમના વાદ્યો બીન અને સરોદ સ્મૃતિરૂપે તેમણે જાળવ્યાં છે. જ્યારે અન્ય વાદ્યસંગ્રહ ધરમપુરમાં આવેલ લેડી વિલ્સન મ્યુઝિયમમાં જોવા મળે છે.
ઉત્તર ગુજરાતનાં મહાન સંગીતશાસ્ત્રી વાડીલાલજી અને દક્ષિણ ગુજરાતના પ્રભાતદેવજીની સ્મૃતિ જાળવવાનું કામ આ બંને સ્થળની યુનિવર્સિટી કરી શકે. આજ સુધી આ બંને વિદ્યાપીઠોએ સંગીત વિષય અપનાવ્યો નથી એ કાર્ય તો પ્રભાતદેવજીની સ્મૃતિમાં સંગીત વિદ્યાલય સ્થાપીને જ થઈ શકે.
કેશભાઈ બારોટ
પ્રફુલ દવે
હેમંત ચૌહાણ
:
ભીખુદાન ગઢવી
દરબાર પૂંજવાળા
જગમાલ બાસેટ
On R ને
અરવિંદ બારોટ
કરશન પઢિયાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org