SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ કીર્તન સાંભળવાથી તેનો ગુંજારવ મનમાં અનુભવાતો. લોકોએ એમને કીર્તનકેશરી'થી નવાજ્યા હતા. એમનો જીવ ‘માનવમંદિર’ અને દિલ ‘કમળમંદિર’ જેવું હતો. પ્રમુખસ્વામી મહારાજ (જન્મ-૧૯૨૦) વડોદરા જિલ્લાના ચાણસદ ગામમાં જન્મેલા પ્રમુખસ્વામી મહારાજનું મૂળ નામ શાન્તિલાલ છે. એમના પિતાજી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખશ્રી શાસ્ત્રીજી મહારાજના ભક્ત હતા. એમના પિતાજી શાંતિલાલને લઈને બોચાસણ દર્શનાર્થે ગયેલા ત્યારે, શાસ્ત્રીજી મહારાજ બાળ શાન્તિલાલને જોઈને બોલ્યા-આ તો અમારો છે.” પિતાજીએ આ સાંભળી ખુશી વ્યક્ત કરી હતી. મેટ્રિકની પરીક્ષા સમયે શાસ્ત્રીજીનો સંદેશો મળતાં, શાન્તિલાલ ગૃહત્યાગ કરી, શાસ્ત્રીજી પાસે પહોંચી ગયા. શાસ્ત્રીજીએ શાન્તિલાલને નારાયણ સ્વરૂપદાસ નામ આપી દીક્ષા આપી. કઠોર સાધના કરી એમણે સંસ્કૃત અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એમનો મધુર અવાજ અને વાચનરીતિ હલકદાર હોવાથી શ્રોતાઓમાં ખૂબ પ્રિય થયા. ૧૯૪૯માં એમની અમદાવાદની સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ, ત્યારથી તેઓ પ્રમુખસ્વામી’ તરીકે ઓળખાવા લાગ્યા. શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મલીન થયા પછી એમણે યોગીજી મહારાજ સાથે વીસ વર્ષ કામ કર્યું. એમણે શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ અને યોગીજી મહારાજનો અમૃતમહોત્સવ ખૂબ ધામધૂમથી ઊજવ્યો. યોગીજી મહારાજ બ્રહ્મલીન થતાં, પ્રમુખ સ્વામી ગામડે ગામડે ફરી સત્સંગમંડળો, યુવામંડળો, બાળમંડળો, સ્થાપી સમાજઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ઉપર લઈ, ધર્મ-સંસ્કારનું સિંચન કરતા. ધર્મની સાથે લોકસેવાનો પ્રયોગ અમલમાં મૂક્યો. અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ કે ધરતીકંપ ગમે તે કુદરતી પ્રકોપમાં એમની ટીમ પહોંચી જાય. મોટો યુવાવર્ગ એમની સાથે જોડાયો. ૧૯૮૫માં ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ હરિવલ્લભ ભાયાણી Jain Education International બકુલ ત્રિપાઠી ધન્ય ધરા અમદાવાદમાં ૫૯ દિવસ સુધી બસો એકર જમીનમાં સ્વામિનારાયણ નગર ઊભું કરીને ઊજવ્યો. શ્રીજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ વખતે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે ગાંધીનગરમાં ‘અક્ષરધામ' બાંધ્યું. દિલ્હીમાં ‘અક્ષરધામ’ના નિર્માણથી તેઓ જગભરમાં છવાઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજે આશરે ૩૫૫ જેટલાં મંદિરો બાંધવાના અજોડ સર્જક તરીકે ગ્રિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્ઝ'માં મિલેનિયમ એડિસનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આશારામ બાપુ (૧૯૪૧) સિંધ પ્રાંતમાં જન્મેલા, આશુમલ. એમના પિતાજી દેશના ભાગલા પછી, અમદાવાદ આવી વસ્યા. ૩-૪ ધોરણ સુધીનું શિક્ષણ મણિનગરની જયહિંદ સ્કૂલમાં લીધેલું. પરણવાની ઉંમરે જગત નીરસ લાગતાં ગૃહત્યાગ કરી, ભરૂચના આશ્રમમાં જતા રહેલા. કુટુંબીજનોની સમજાવટથી પાછા આવી, સંસારી જીવન શરૂ કર્યું. શરૂઆતમાં કોલસાનો વેપાર શરૂ કર્યો. પછી ખાંડનો વેપાર શરૂ કર્યો પણ એમનો ધર્મપરાયણ સ્વભાવ સંસારી જીવનમાં સેટ થતો નહોતો. છેલ્લે ફેબ્રુઆરી ૧૯૬૪માં સંસારત્યાગ કર્યો. કેદારનાથ સુધી ફરતાંફરતાં, લીલાશાહને સદ્ગુરુ અપનાવ્યા અને ઑક્ટોબર ૧૯૬૪માં તેઓ આશુમલમાંથી આશારામ બાપુ બન્યા. તે પછી ડીસામાં અઢી વર્ષ સુધી એકાંતમાં સાધના કરી. ૧૯૭૨માં અમદાવાદના મોટેરા ગામ નજીક સાબરમતી નદીકિનારે ઝૂંપડી બાંધી આશ્રમ શરૂ કર્યો. આજે આશ્રમ એક મોટું વટવૃક્ષ બની ગયું છે. શ્રદ્ધાળુઓ અને શિષ્યો માટેનું મોટું આ તીર્થસ્થાન છે. આશારામબાપુ અધ્યાત્મજ્ઞાનની સાથે સાથે વ્યસનમુક્તિ, આદિવાસી વિકાસ, સંસ્કૃતિપ્રચાર, કુરિવાજનાબૂદી જેવી પ્રવૃત્તિ ઉપર ખાસ ભાર મૂકે છે. મૌન અને ધ્યાન શિબિર ચલાવે છે. ગૌશાળા પણ ચલાવે છે. આશારામબાપુ આતમને અજવાળે ઊજળા સંત છે. ગૌરવશાળી પ્રતિભાઓ રેખાંકન : સવજી છાયા, દ્વારકા For Private & Personal Use Only નિરંજન ભગત બચુભાઈ રાવત www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy