SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ શાશ્વત સોરભ ભાગ-૨ થઈ. આ સમગ્ર ધનરાશિનું ટ્રસ્ટ રચી શિક્ષણ આદિ સમાજસેવાના માર્ગે તે દ્રવ્યનો વિનિયોગ કરવાની પહેલ પણ કરી. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ભારત સાધુસમાજના અમદાવાદ ખાતેના અધિવેશનમાં સ્વાગતાધ્યક્ષ થયા અને પછી રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે વરણી પામી સમગ્ર ભારતમાં સંતો- શિષ્યો સાથે વિચરણ કરી ધાર્મિક ક્ષેત્રે નવચેતનાનો સંચાર કર્યો. પૂર્વ પ્રાથમિકથી માંડી કોલેજ સુધીના શિક્ષણનો તેમણે પ્રબંધ કર્યો. તે સાથે છાત્રાલયોનું આદર્શ સંચાલન કરી છાત્રોને રમતોખેલકૂદ સ્પર્ધાઓ, પ્રવાસો ઉપરાંત સંસ્કૃત તથા સંગીતમાં રસ લેતા કર્યા. પરદેશમાં પણ શ્રી મુક્તજીવન પાઇપ બેન્ડ તથા ક્રિકેટ વગેરેની સ્પર્ધાઓ માટે સુસજ્જ કર્યા. વ્યક્તિગત જીવનમાં આધ્યાત્મિક સાધના અને સામાજિક જીવનમાં સાર્વત્રિક સમુદ્ધારને અનુલક્ષતી કર્તવ્યપરાયણતાના પંથે, સત્સંગી સમાજને પ્રેરતા સ્વામીબાપાની દેશવિદેશમાં અનેક નગરયાત્રાઓ થઈ છે અને હરિભક્તોએ તેમને સુવર્ણ ઉપરાંત પ્લેટિનમ તથા પંચરનોથી પણ તોળ્યા છે, છતાં સ્વામીબાપાએ પોતાના જીવનમાં તો ઉપવાસો, મૌન અને એકાંતસેવનને મહત્ત્વ આપ્યું છે. પોતે સાદાઈથી વૈરાગ્યનિષ્ઠ જીવન જીવી સમાજોદ્ધાર માટે ભગીરથ પુરુષાર્થ કર્યો છે. પોતાની આ લોકકલ્યાણકારી દૃષ્ટિને આત્મસાત્ કરી ચૂકેલા પોતાના સમર્થ ઉત્તરાધિકારી પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજને, શ્રી સ્વામિનારાયણ ગાદીની સંપૂર્ણ જવાબદારી સોપી ક્રાંતિકારી સ્વામીબાપાએ ૧૯૭૯માં ઇંગ્લેન્ડ ખાતે બોલ્ટનમાં મનુષ્યલીલા સંકેલી લીધી. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજશ્રી અડગ નિષ્ઠાપૂર્વક ગુરુદેવના પાદામ્બજોનો પરિમલ વિશ્વ સમસ્તમાં પ્રસારી રહ્યા છે. તેના એક પ્રતીકરૂપે દર્શનીય છે ઘોડાસર ખાતેનું “શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર' યાને world peace center (ausila Borsa. કૃષ્ણશંકર શાસ્ત્રી (૧૯૧૯-૨૦૦૨) કૃષ્ણશંકર શાસ્ત્રીનો જન્મ તા. ૧૯-૯-૧૯૧૯ના રોજ પાદરા તાલુકાના સાધી ગામે થયો હતો. એમનું મૂળ નામ શ્રીકૃષ્ણ હતું. એમના પિતાજી ભજન-કીર્તનમાં માહિર હતા. એમણે ગુરુકુળમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ લઈ બધા ધાર્મિક ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. વારાણસીમાં વિશારદ થયા. કૃષ્ણશંકર નામ ધારણ કરી, એક ગામથી બીજે ગામ કથાકીર્તન શરૂ કર્યા. દ્વારકાથી શ્રીમદ્ ભાગવત પારાયણની શરૂઆત કરી. જનસેવા અને ધર્મના પ્રચાર માટે એમણે અસંખ્ય ભાગવત કથાઓ કરી. એમણે શ્રીમદ્ ભાગવતના મૂળ શ્લોક પર આઠથી વધુ સંસ્કૃત ટીકાઓના મોટા ૨૦ જેટલા ગ્રંથો લખ્યા છે. તેઓ વિદ્વાન કથાકાર હતા. એમ કહેવાતું, કે તેઓ પંડિતોના કથાકાર હતા. ૧૯૬૫માં સંસ્કૃત-સંસ્કાર સેવાના વિકાસ માટે શ્રી ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરી. સોલા ગામમાં જમીન મેળવીને ૧૯૬૯માં શિલાન્યાસ કર્યો. ૧૯૭૯માં શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરી. ૧૯૮૩માં રસરાજ પ્રભુ, યમુના મહારાણીજી, શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુના મંદિરનું નિર્માણકાર્ય પૂરું કર્યું. શ્રીનાથજી ભગવાનનું આ બહુ મોટું કૃષ્ણધામ છે. એમનું સાધુમય કૃષિજીવન લોકો માટે પ્રેરણારૂપ હતું. વૃદ્ધાવસ્થાને કારણે એમનું સ્વાથ્ય કથળતાં ભાગવતુ વિદ્યાપીઠમાં તા. ૩-૬-૨૦૦૨ના રોજ એમનો દેહવિલય થયો, પણ ભાગવત્ વિદ્યાપીઠની એકે એક ઈટમાં એમના જીવનની સુગંધ સમાયેલી છે. સંત દેવેન્દ્રવિજયજી મહારાજ (૧૯૧૬-૧૯૯૯) અમદાવાદમાં જન્મેલા દેવેન્દ્ર વિજયજીને એમના પિતાજી વિજયશંકરજીના સંગીત અને કીર્તનનો વારસો મળ્યો. તેમણે સંગીત વિશારદ થઈ, ભજન-કીર્તનમાં પ્રભુત્વ મેળવ્યું. એમની વાણીમાં મધુરતા હતી. ગામેગામથી એમને ભજન-કીર્તન માટે નોતરી મળતા. એમનો મોટો ચાહક વર્ગ હતો. એમણે ૧૯૫૦માં ‘આશીર્વાદ ટ્રસ્ટ’ રચી માનવમંદિરસ્થાપનાનો સંકલ્પ કર્યો. એ મુજબ મેમનગર વિસ્તારમાં કમળ આકારમાં ભવ્ય આકર્ષક મંદિર બાંધ્યું જેમાં મંગલકારી, સુંદર સૌમ્ય અંબાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી. આ મંદિરના પરિસરમાં ગગનને આંબતી “શિવ’ મૂર્તિ ભવ્યતાનું દર્શન કરાવે છે. વળી મંદિર દ્વારા સંગીતવિદ્યાલય, દવાખાનું અને જનઉપયોગી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન આ મંદિરનો માહોલ ભક્તિમય અને મહત્ત્વ ધરાવતો હોય છે. દેવેન્દ્રવિજયજીએ મુંબઈ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને અમેરિકામાં શિકાગોમાં માનવમંદિરોની સ્થાપના કરી છે. ધર્મસંસ્કૃતિના પ્રચાર અર્થે ઘણા દેશોની મુલાકાત લીધી હતી. એમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy