SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સેવાકાર્યમાં જોડાતા. ખેડૂતો અનાજ ઉઘરાવી લાવીને ગાડેગાડાં ઠાલવતા. આમ સરયુ મંદિર લોકસેવાનું એક મહાન તીર્થ બની ગયું હતું. તેઓ જીવનના અંતકાળ સુધી આ સ્થળે રહ્યા અને જનતાને ધર્માભિમુખ કરવામાં, ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવામાં અને જનતાના દુઃખમાં સહભાગી બનવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પી દીધું હતું. એમના જન્મસ્થળ પાટડી ગામમાં પાટડી દરબાર પિરવાર તરફથી રૂપિયા ૫૧,૦૦૦ અને અન્ય લોકફાળામાંથી બનાવેલ સરયુદાસજીની પ્રતિમાની અનાવરણ વિધિ સચ્ચિદાનંદજી સ્વામીના વરદ્ હસ્તે ૧૦-૯-૨૦૦૩ના રોજ કરવામાં આવી છે. સંત નરસિંહદાસજી મહારાજ (૧૮૫૧–૧૯૫૯) જગન્નાથ મંદિરના સ્થાપક સિદ્ધ સંત હનુમાનદાસજી નાની સરખી દહેરી (મંદિર) બાંધી પૂજા કરતા હતા, ત્યારે એક નાનો સરખો તેજસ્વી બાળક ગૌસેવા કરવા આકર્ષાયો. બાલ મુકુંદદાસજીએ એને નરસિંહદાસજી નામ આપી દીક્ષા આપી, ટૂંક સમયમાં બાળ નરસિંહદાસજી જ્ઞાનશક્તિથી સૌના માનીતા બન્યા. ‘સાધુ તો ચલતા ભલા'ની જેમ પહોંચેલા નરસિંહદાસજીએ ત્યાંના ભાવનગર રાજાના દિવાને શિહોરમાંના મંદિરમાં સ્થાન આપ્યું. આ બાબત બાલમુકુંદદાસજીને ખ્યાલમાં આવતાં એમણે બે ભક્તોને શિહોર મોકલી, નરસિંહદાસજીને અમદાવાદ પાછા બોલાવી લીધા અને જગન્નાથ મંદિરજીની સેવાપૂજા અને વ્યવસ્થા કરવાનું કામ સોંપ્યું. બાલમુકુંદદાસજી બ્રહ્મલીન થતાં મંદિરના મહંત તરીકેની જવાબદારી ધાર્મિક નિષ્ઠાથી નિભાવી અને મંદિરની શાન તથા સુવાસ ચોમેર ફેલાવી. ખભે સવા હાથનો રૂમાલ, કેડમાં બે હાથની ધોતી અને ચાર આંગળની લંગોટી-આ એમનાં કપડાં હતાં. તેઓ પગે કંઈ પહેરતા નહીં. જમણવારમાં કે કુંભમેળામાં તેઓ ઉપવાસ કરતા. જગન્નાથપુરીની યાત્રા પછી એમણે ૧૮૭૮થી જગન્નાથ મંદિરમાં રથયાત્રાની શરૂઆત કરી. ત્યારથી શહેરમાં રથયાત્રાની પ્રણાલી ચાલુ છે. વયોવૃદ્ધ થયા હોવા છતાં યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિથી ગૌસેવાનું અને મંદિરમાં સાધુસંતોને જમાડવાનું કામ કરતા. ક્યારેય ભંડારામાં તૂટ પડતી નહીં. એમની ગૌસેવા, માનવસેવા અને પ્રભુસેવાથી પ્રભાવિત થઈને સંતોએ એમને Jain Education International ૪૯ મહામંડલેશ્વરથી નવાજ્યા. એ જમાનામાં રેશનિંગ ચાલતું હતું ત્યારે મંદિરમાં ૩૦૦-૪૦૦ સાધુસંતોનું અન્નક્ષેત્ર ચાલતું હતું. કદી અનાજની તંગી પડી નહોતી. એમણે સિત્તેર વર્ષ મંદિરના ગાદીપતિ તરીકે રહી, ૧૦૮ વર્ષ લાંબી જિંદગી સિદ્ધ સંતની જેમ જીવી જગન્નાથ મંદિરની સુવાસ ચારે દિશામાં વધારી હતી. સંત પુનિત મહારાજ (૧૮૭૨–૧૯૬૨) અમદાવાદમાં એક ઉત્તમ કક્ષાના ભનિક અને કથાકાર તરીકે સંત પુનિત મહારાજનું નામ બોલાય છે. જૂનાગઢમાં જન્મેલા પુનિત મહારાજનું મૂળ નામ બાલકૃષ્ણ હતું. તેઓ બાળપણથી રામનામની ધૂન બોલતા. શાંતિમિયાં નામના સ્કૂલ શિક્ષક પાસેથી કાવ્યો લખવાની અને મધુર રાગે ગાવાની પ્રેરણા મેળવી. જિંદગીની કારકિર્દીની શરૂઆત અગિયાર રૂપિયાના પગારથી પોસ્ટ ઑફિસમાં પટાવાળાની નોકરીથી કરી, અમદાવાદમાં મિલમાં અને કાળુપુર રેલ્વે સ્ટેશન ઉપર કુલી તરીકે કામ કર્યું. આગળ જતાં જિંદગીક્રમમાં તેઓ કરુણાભરી સ્થિતિમાં મુકાયા. દવા કરાવવાની પરિસ્થિતિ નહીં હોવાથી, એમના વહાલસોયા પુત્રે જાન ગુમાવ્યો. એમની અશક્ત તબિયત થતાં ટી.બી. રોગ લાગુ પડ્યો. એક દિવસ કામનાથ મહાદેવમાં ચાલતી કથાના શબ્દો બાલકૃષ્ણના કાને પડ્યા-“રામનામ મંત્ર એ જ શ્રેષ્ઠ ઔષધ છે. તેનાથી તનના અને મનના રોગ મટે છે. તમામ પ્રકારની ચિંતા પ્રભુને સોંપી, તેની શરણાગતિ સ્વીકારો.” કામનાથ મંદિરેથી બાલકૃષ્ણ સારંગપુરના રણછોડજીના મંદિરમાં પહોંચી, પ્રભુની શરણાગતિ સ્વીકારી. ત્યારથી તેઓ પ્રભુભક્તિમાં જોડાયા. એમણે રણછોડને વહાલા કર્યા અને માથે ચડાવ્યા. આગલોડવાળા રાધેશ્યામ મહારાજે એમને બાલકૃષ્ણમાંથી ‘પુનિત મહારાજ' બનાવ્યા અને ભજનો કરવા લાગ્યા તથા કથા કરવા લાગ્યા. ડાકોરના રણછોડજીના સંઘ શરૂ કર્યા. પછી પુનિતમહારાજ તરીકે ચોમેર છવાઈ ગયા. મણિનગરમાં રામોલિયા પરિવાર તરફથી એમને જમીન દાનમાં મળી. ત્યાં પુનિત આશ્રમ બાંધી સેવાકાર્યો શરૂ કર્યાં. લોકોમાં ધર્મભાવના જગાડી. ઘરે ઘરે ‘રામમંત્ર’ લખાવવા શરૂ કરાવ્યા. ‘જનકલ્યાણ'નું પ્રકાશન શરૂ કર્યું. આજે પણ તે ધાર્મિક પ્રકાશનોમાં સૌથી વધારે પ્રતો વેચાતું સામયિક છે. એમણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy