SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૨૪o સંત પરમ હિતકારી ચારુમતીબહેન. દુઃખી બહેનોનાં આશ્રયસ્થાન તરીકે સારાયે ગુજરાતમાં એમની સુવાસ ફેલાઈ ગઈ હતી. અનેક બહેનોને વેશ્યાવાડેથી છોડાવી હતી અને અપહત થયેલી બહેનોને ગુંડાતત્ત્વોના હાથમાંથી પણ છોડાવી હતી. એમની યોદ્ધા અટક એમણે સાચા અર્થમાં સાબિત કરી બતાવી. ઇલાબહેન ભટ્ટ (જન્મ-૧૯૩૩) સ્વાશ્રયી મહિલા સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં ક્રાંતિ જગાડનાર વૈશ્વિક નારી ઇલાબહેન ભટ્ટ “સેવા સંસ્થાના સ્થાપક અને જનરલ સેક્રેટરી, જન્મ અમદાવાદી છે. નારીના સ્વાવલંબનના ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા કરનારાં ગુજરાતનાં લાખો બહેનોનાં પ્રિય એવાં ઇલાબહેનને મન ધર્મ અને કર્મ એક જ સેવા’ છે. ઇલા અને સેવા એ પરસ્પર પર્યાયી શબ્દો થઈ ગયા ઇલાબહેનને ગાંધીજી પ્રેરિત મજૂર મહાજન સંઘમાં ૧૯૫૫થી ૧૯૫૯ દરમિયાન મજૂર ભાઈઓ અને બહેનોનાં જીવનને નિકટથી જોવાની તક મળી. - સંતોના સત્સંગ અને એમની મધુર વાણી માનવીના વિચારોમાં પરિવર્તન લાવે છે. સંત-સત્સંગ ધર્મ તરફ વાળે છે. સારા સંસ્કારનું સિંચન કરે છે. ઉમદા વિચારોનું રોપણ કરે છે. ચિંતામુક્ત જીવનશૈલી તરફ વાળે છે. જિંદગીના તનાવમાં માર્ગદર્શન મળે છે. કેટલીક વ્યક્તિઓ સંત નથી, સાધુ નથી પણ એમનું જીવન, આચરણ અને કર્મ સંત કે મહારાજથી વિશેષ હોય છે. સંત જન્મે બ્રાહ્મણ હોવો જરૂરી નથી. વ્યક્તિનું જીવન, આચરણ અને કર્મ સંત, મહાત્મા કે મહારાજ બનાવે છે. મહાત્મા ગાંધીજી, રવિશંકર મહારાજ કે અખો ભગત આ બાબતના સરસ દાખલા છે. મા કેટલીક વ્યક્તિઓએ પોતે એક ધર્મપ્રણાલી શરૂ | કરી હતી. બીજી રીતે કહીએ તો એમણે સંપ્રદાય શરૂ | કર્યા હતા. દાદુદયાળ અને સહજાનંદ સ્વામીએ પોતાના પંથની ઓળખ ઊભી કરી હતી. પુનિત મહારાજ, કીર્તનાચાર્ય સીતારામ મહારાજ, દેવેન્દ્રવિજયજી મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, ગોભક્ત શંભુ મહારાજ જેવા ભજનિકો, કીર્તનકારો કે કથાકારો તરીકે સારી નામના મેળવી હતી. એમનું સાદગીભર્યું જીવન સંતપુરુષ જેવું હતું. આવા સંતો સાચા અર્થમાં સમાજ | માટે પરમ હિતકારી છે. મુસ્લિમ સંતો પીર તરીકે ઓળખાય છે. આવા પીરમાં અગ્રસ્થાને શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ | અગ્રસ્થાને છે. જૈન મુનિઓ વિહારી છે. કર્ણાવતી નગરી–રાજનગર અમદાવાદમાં જૈન વિહારી ઘણા સાધુઓનું મોટું યોગદાન રહ્યું છે. તેમ છતાં જ્ઞાની સંતોમાં ભારતભરમાં જેમનું મોટું નામ બોલાય છે, તે | પંડિત સુખલાલજી, મુનિ જિનવિજયજી અને મુનિ પુણ્યવિજયજી વિદ્વાનોથી ઓછા નથી. અમદાવાદની ભૂમિ સાથે સંકળાયેલ સંત વિષે જાણીએ. છે પણ લતા મિનારા-અમદાવાદ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy