SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ રાષ્ટ્રપિતા-મહાત્મા ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૬૯–૧૯૪૮) વિશ્વની મહાન વિભૂતિનો પરિચય આપવો એટલે હિમાલયનો પરિચય આપવા બરાબર કહેવાય! આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની બાબતમાં આમ જ કહેવાય. પોરબંદરમાં જન્મ લેનાર, વિલાયતમાં વકીલાતનો અભ્યાસ કરી, વ્યવસાયાર્થે દક્ષિણ આફ્રિકા જનાર, સ્વદેશ પાછા ફરી, અમદાવાદને કર્મભૂમિ બનાવનાર અને આ દેશની આઝાદીની ચળવળને દોરવણી આપનાર એવા મોહનદાસ કરમચંદ ગાંધીએ બાપુજી, મહાત્મા અને છેલ્લે રાષ્ટ્રપિતાનું બહુમાન લોકો દ્વારા મેળવ્યું હતું. ગાંધીજીએ ૧૯૧૫માં અમદાવાદ આવી કોચરબ વિસ્તારમાં આશ્રમ સ્થાપ્યો, ત્યારથી દેશને આઝાદી મળી તેના બરાબર સાડા પાંચ મહિના પછી ૧૯૪૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધીના સમયને ભારતમાં ‘ગાંધીયુગ’ કહેવાયો. આ યુગમાં ગાંધીજીએ દેશની આઝાદીની લડતમાં આપેલ યોગદાન કે બલિદાનનું મૂલ્યાંકન કરવા માટે કોઈ શબ્દો નથી! ગાંધીજીએ લોકોમાં સ્વદેશી ભાવના' કેળવીને તેનો રાષ્ટ્રીય લડતમાં હથિયાર તરીકે ઉપયોગ કર્યો. આશ્રમની સ્થાપનાથી સામાજિક ક્રાંતિ શરૂ થઈ. સાદો ખોરાક, જાતમહેનત, ખાદીનો સાદો પહેરવેશ, સ્ત્રીસન્માન, ગ્રામોદ્યોગ, ધર્મપરાયણતા અને પ્રાર્થના વગેરે બાબતનો પરિચય દેશને કરાવ્યો. ૧૯૧૭-૧૮માં મિલમજૂરોની લડતમાં ગાંધીજીની દોરવણીથી મિલમાલિકો અને મજૂરો વચ્ચે મહાજન પ્રથા મુજબ પંચ દ્વારા સમાધાન થયું અને તેમની પ્રેરણા અને આશીર્વાદથી મજૂર મહાજન સંઘનો જન્મ થયો હતો. ૧૯૨૦માં અસહકારની ચળવળ દ્વારા ગાંધીજીએ દેશને અહિંસાનો સંદેશ આપ્યો. તેમણે લોકોમાં સમર્પણની ભાવના કેળવી, જેના પરિણામે વિદ્યાર્થીઓએ સ્કૂલો છોડી, વકીલોએ વકીલાત છોડી, લોકોએ સરકારી નોકરીઓ છોડી અને આમલોકોમાં મોટી દેશદાઝ પેદા કરી. ૧૯૨૨માં ગાંધીજીના જેલવાસથી, લોકોમાં પોલીસનો ભય દૂર થવા માંડ્યો. મારપીટની ભીતિ દૂર થઈ. લોકો ોલીસનો માર સહન કરવા તૈયાર થયા. જેલવાસને હસતે મુખે ભોગવવા તૈયાર થયા. Jain Education International ધન્ય ધરા ૧૯૩૦માં ગાંધીજીએ ‘દાંડીકૂચ’ દ્વારા ‘સવિનય કાનૂન ભંગ'નો દેશને સંદેશ આપ્યો અને આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું. ૧૯૪૦માં તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ દ્વારા પ્રજાનું માન, આબરૂ, સ્વમાન અને સ્વાતંત્ર્યનો મંત્ર કેળવ્યો. ૧૯૪૨માં ‘હિંદ છોડો આંદોલન' દ્વારા લોકોમાં દેશ માટે મરી ફીટવાની દેશદાઝ ઊભી કરી. લોકોમાં કરેગે યા મરેંગે'નો જુસ્સો પેદા કર્યો. આ રીતે જોઈએ તો આઝાદીની ચળવળમાં ગાંધીજીનો કેટલો મહામૂલો ફાળો હતો ! તેઓ હંમેશાં હિન્દુ-મુસ્લિમ એકતાના હિમાયતી હતા અને તેના કારણે તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપ્યું. તેમને માનવ–માનવ વચ્ચેની ભેદરેખા–વર્ણપ્રથા ગમતી નહોતી અને મંજૂર નહોતી. તેઓ સાચા અર્થમાં દલિતોના ઉદ્ધારક હતા. તેઓ દિલતોને ભગવાન (હિર)ના માણસ (જન) સમજતા અને તેથી જ તેમને ‘હિરજન’ નામ આપ્યું. ગાંધીજીને મન ‘માનવ ધર્મ' શ્રેષ્ઠ ધર્મ હતો. તેમને મન મારવા કરતાં મરવાનો મહિમા મોટો હતો. સત્ય બોલવાની પ્રતિજ્ઞાએ ગાંધીજીને ઘણી કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું. ‘સત્યના પ્રયોગો' કરનાર આ યુગપુરુષની માનવમાત્ર તરીકેની કલ્પના થઈ શકે તેમ નથી. દિલ્હીમાં ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ પ્રાર્થના સભામાં જતાં ગાંધીજીને નાથુરામ ગોડસે નામની વ્યક્તિએ ઉપરાઉપરી ત્રણ ગોળીઓ છોડીને વીંધી દીધા. સાચા અર્થમાં પૂર્ણ પુરુષોત્તમ જેવા માનવદેહે ‘હે રામ' બોલી દેહત્યાગ કર્યો. ગાંધીજીની સ્મશાનયાત્રામાં ઊમટી પડેલી માનવમેદની-માનવ સમુદાય વિષે કલ્પના કરવી રહી! જે જગ્યાએ ગાંધીજીને અગ્નિદાહ અપાયો, તે જગ્યા ગાંધીજીની સમાધિ–રાજઘાટ તરીકે દિલ્હીનું પવિત્ર સ્થાન ગણાય છે. દિલ્હીમાં આવતા દુનિયાભરના મહાનુભાવો કે રાજકીય પુરુષો રાજઘાટ જઈ ગાંધીજીની સમાધિને પુષ્પાંજલિ અર્પે છે, જે ભારત સરકારનો એક ‘પ્રોટોકોલ’ છે. આજે જો ગાંધીદર્શન કરવાં હોય કે ‘ગાંધી સમજ' લેવી હોય તો રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ જોવી રહી! દુનિયાના પચાસ ટકાથી વધુ દેશોમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. ભારત દેશનાં નાનાં કે મોટાં બધાં જ શહેરોમાં ગાંધીસ્મૃતિ એક યા બીજા સ્વરૂપે ચોક્કસ જોવા મળશે, એટલે જવાહરલાલ નેહરુએ યથાર્થ વર્ણવ્યું છે-‘ગાંધીજી જ્યાં ચાલ્યા ત્યાં યાત્રા બની, જ્યાં બેઠા ત્યાં મંદિર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy