SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ધન્ય ધરા કસ્તૂરભાઈ લાલભાઈ શેઠ (૧૮૯૪–૧૯૮૦) કસ્તૂરીમૃગ સમા શેઠ કસ્તૂરભાઈ અમદાવાદના નહીં, ગુજરાતના શ્રેષ્ઠીઓમાં અગ્રસ્થાન મેળવનાર ઉદ્યોગપતિનો જન્મ અમદાવાદમાં થયો હતો. મહાજનની કે શ્રેષ્ઠીની સદીઓ જૂની પરંપરા જાળવીને આધુનિક યુગને અનુકૂળ શિક્ષણ, ધર્મ, કળા, સ્થાપત્ય તથા સંશોધન વગેરે અનેક કાર્યોથી આ શહેરને શણગારવાનો યશ તેમને મળ્યો છે. આ સર્વે પાછળ એમની અસાધારણ શક્તિઓ, પ્રખર બુદ્ધિ, વિરલ સૂઝભર્યું શાણપણ અને પુરુષાર્થપરાયણતા છે. જનહિતમાં, જાહેર કાર્યોમાં તેમ જ પ્રજાની મુશ્કેલીઓના સમયે તેમણે સુયોગ્ય માર્ગદર્શન આપેલ બન્યા. ૧૯૪૪થી મ્યુનિસિપાલિટીના સભ્ય રહ્યા. ૧૯૪૫થી ૪૮ સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રહ્યા. ૧૯૪૯માં મ્યુનિસિપાલિટીનું કોર્પોરેશનમાં રૂપાંતર થતાં તેઓ શહેરના પ્રથમ નગરપતિ (મેયર) બન્યા. શેઠ ચિનુભાઈ ૧૨ વર્ષો સુધી મેયર રહ્યા. તેમના સત્તાકાળ દરમિયાન શહેરનો સર્વતોમુખી વિકાસ કરી શહેરનો નવો ચહેરો ઉપસાવ્યો. દૂધેશ્વરનું આધુનિક વૉટર વર્કસ, દૂધડેરી, સ્નાનાગારો, જાહેર બાગબગીચા, સરદાર પટેલ સ્ટેડિયમ, સંસ્કાર કેન્દ્ર (મ્યુઝિયમ), ટાગોર હોલ, નેહરુ બ્રિજ, શાહીબાગ અન્ડર બ્રિજ, મ્યુનિસિપલ શાળાનાં મકાનો, પ્રસૂતિગૃહો, વિશાળ પ્રાણીસંગ્રહાલય, કાંકરિયાનું નવું સ્વરૂપ, બાલવાટિકા, ઓપન એર થિયેટર અને પાર્ટી પ્લોટ વગેરે કાર્યો દ્વારા અમદાવાદ શહેરને આબાદ બનાવ્યું. - ચિનુભાઈ શેઠ આમજનતામાં ચિનુભાઈ મેયર તરીકે જાણીતા થયા અને નામના મેળવી. શહેરમાં બંધાયેલ અસંખ્ય નાગરિક સ્થાપત્યોને કારણે ભારતનાં સ્થાપત્યોના નકશામાં અમદાવાદનું નામ અગ્રસ્થાને મૂક્યું. જવાહરલાલ નેહરુ એક જાહેરસભામાં બોલેલા-“ભારતના એક શહેરની પ્રગતિ માટે મેયર કેટલું કરી શકે છે, એ જોવું હોય તો અમદાવાદ જવું જોઈએ.”—એમ કહી ચિનુભાઈ મેયરનાં કામોકાર્યોની ઉચિત મિલ ઉદ્યોગ ઉપરાંત રસાયણ ઉદ્યોગમાં ભારે સફળતા મેળવી. ભારતભરના ઉદ્યોગપતિઓમાં એમણે અગ્રસ્થાન મેળવેલ હતું. આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ તરીકેની વિરલ સેવાઓ આપીને રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા વગેરેનાં જિનાલયોનો જીર્ણોદ્ધાર કરેલ છે. એમ કહેવામાં આવે છે કે જેનો પથ્થરોમાં પૈસા નાખે છે. તે કહેવત એમણે ખોટી પાડી છે. એમણે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા કેળવણીના વિકાસ માટે શૈક્ષણિક મકાનોના-પથ્થરોમાં મબલખ પૈસા નાખ્યા છે, વાપર્યા છે એમ કહેવાય. શહેરમાં ૧૯૧૮ અને ૧૯૨૭માં આવેલ પૂરરાહત કાર્યમાં તેમણે નોંધનીય કામ કર્યું હતું. શાંતિદાસ ઝવેરી પછી જૈન શ્રેષ્ઠી તરીકે શેઠ કસ્તૂરભાઈનો ઉલ્લેખ કરવામાં કોઈ અતિશયોક્તિ નથી! અમદાવાદ શહેર તેમનું કાયમી ઋણી રહેશે. ચિનુભાઈ ચિમનલાલ શેઠ (૧૯૦૯-૧૯૯૩) અમદાવાદના કલ્યાણ અને સુખાકારી માટે સતત જાગ્રત શ્રેષ્ઠીવર્ય શેઠ ચિનુભાઈ ચિમનલાલ જીવનના છેલ્લા શ્વાસ સુધી ચિંતિત હતા. ચિનુભાઈએ પાયાનું બાળશિક્ષણ બનારસમાં, કૉલેજશિક્ષણ અમદાવાદ અને મુંબઈમાં લીધેલું. એક દિવસ સરદાર વલ્લભભાઈ પટેલે શેઠ કસ્તૂરભાઈને કહ્યું–“તમારા ત્યાંથી અમદાવાદ શહેર માટે કોઈને આપો.” ત્યારે કસ્તૂરભાઈએ ચિનુભાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું“ચિનુભાઈને લઈ જાઓ.” વલ્લભભાઈએ ચિનુભાઈને મ્યુનિસિપાલિટીમાં લીધા. ૧૯૪૦માં ચૂંટણીમાં જ્વલંત વિજયી પથ્થરોમાં સૌંદર્ય ખડું કરતી સીદી સઈદની જાળી-અમદાવાદ Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy