SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ નાના પ્રકારનાં બ્રહ્મોનો કરાવ્યાં. દરરોજ વીસ માની ખીચડી રંધાવીને ગરીબગરખાં લોકોને ઉતારા પર આપવાનું પુણ્ય કીધું ને પોતાના આશ્રિત એવા ગોરને દક્ષિણા તથા દાનવર્ડ પ્રસન્ન કીધાં. ત્યાંના કલેક્ટરની મુલાકાત થઈ. તેઓએ સંઘને માટે પોલીસ વગેરેની સારી મદદ કરી ને એવી રીતે શ્રાઈ કરીને સઘળો સંઘ શ્રી વારાણસીને વિષે દાખલ થયો. વારાણસીમાં શ્રીને ૧૧,૦૦૦ રુદ્રીનો હોમ થાય છે, તે કરવાનો આરંભ કર્યો. ૪૬ બ્રાહ્મણોને વરુણીમાં વરાવ્યા, ૧૪ દિવસ સુધી હોમની ક્રિયા ચાલી, તેટલા દિવસ સુધી ભાતભાતનાં પકવાનોથી નાગરી નાત જમાડી યજ્ઞ કરાવનારા દરેક બ્રાહ્મણને રૂા. પચ્ચીસ-પચ્ચીસ દક્ષિણાના દીધા. કલેક્ટરે પોતાને બંગલે બોલાવીને આમ અનંતભાઈનો આદરસત્કાર કર્યો તથા પાનસોપારીનો મેળવડો કરીને મોટું માન દીધું. કાશી ક્ષેત્રમાં સત્પુરુષોની ધર્મસભા ભરીને શાસ્ત્રવિનોદ કરાવીને પ્રસન્ન થયા, અને વિધિપૂર્વક વિદ્વાન બ્રાહ્મણોને દક્ષિણા આપી. ગાયત્રી પુરુરણ, તુલાદાન, અતિરુદ્ર ઇત્યાદિ યશ કર્યા તેના પુષે કરીને દિશાઓનાં મંડલ જેણે ઢાંકી દીધાં એવા જે શ્રી અનંતજીભાઈ તે ચતુસિપર્યંત ગંગાજલે કરીને પવિત્ર થઈને ત્યાંથી ચાલ્યા ને ઇન્દ્રપ્રસ્થ પાછા ફર્યા. ત્યાં પહોંચ્યા ત્યારે હિંદુસ્તાનના ગવર્નર જનરલ ત્યાં પધાર્યા હતા. તેમણે મોટો દરબાર ભર્યો, તેમાં શ્રી અનંતભાઈને કલેક્ટર તરફથી આમંત્રણ થયું. તેઓ બડા ઠાઠથી પધાર્યા અને ત્યાં આગળ નામદાર વાઇસરોયની તથા તેમના સેક્રેટરી સાહેબની સારી રીતે મુલાકાત થઈ. ત્યાં આગળ ખુ. બાપુસાહેબનાં જન્મની ખુશબખ્તી સાંભળીને તેની મુબારકબાદીના ખબર તાર દ્વારા જૂનાગઢ પહોંચાડ્યા. ત્યાંથી શ્રી રામચંદ્રજીની જન્મભૂમિ શ્રી અયોધ્યા, તેને વિષે સંઘ સહિત શ્રી અનંતભાઈ આવી પહોંચ્યા ને સરયુ નદીમાં સ્નાન કરીને પાવન થયા. कयावासं कृत्वा विमल सरयू तीर पुलिने । चरन्तं श्रीराम जनक-तनया या लक्ष्मणयुतं ॥ अय राम स्वामिन् जनकतनया वल्लभ विभो । प्रसीयेत्या शन्निमिषमिवनेष्यामि નિવસનું ।।૧।। અર્થ : 'હું ક્યારે અયોધ્યા જઈશ અને ત્યાં સ્વચ્છ એવા સરયૂ નદીના કિનારા ઉપર સીતા અને લક્ષ્મણ સહિત ફરતા રામ ચરિત્રની “હે રામ! તે સ્વામિન! કે જાનકીવલ્લભ Jain Education International ધન્ય ધરા હે વિભુ! પ્રસન્ન ધાઓ' એ પ્રમાણે વિનંતી કરીને દિવસો ક્યારે ગાળીશ એવા વિચારો આજે પૂર્ણ થયા. શ્રી અનંતભાઈ પ્રસન્ન થયા ત્યાંથી કુરુક્ષેત્ર, હરદ્વાર વગેરેની યાત્રા કરતાં કરતાં સંઘ સ્વદેશ મંત્રી પાછો ફર્યો ને રતલામ આવી પહોંચ્યો એ વખતે ત્યાંના મહારાજા શ્રી જસવંતસિંહજી રાઠોડ સગીર ઉમરના હોવાથી બ્રિટિશ સરકાર તરફથી મુખ્ય મુન્શી સામત અહીં હતા. તેઓએ શ્રી અનંતભાઈનો વિવેકપૂર્વક આદરસત્કાર કીધો અને મહારાજાશ્રીની મુલાકાત કરાવી આપી. આવી રીતે અનેક તીર્થોમાં ફરતાં ફરતાં પુણ્ય દાન કરતાં અને બ્રાહ્મણોને ભોજથી તૃપ્ત કરતાં કરતાં અમદાવાદ ધઈને સઘળો સંઘ વિક્રમ સંવત ૧૯૨૩ના ચૈત્ર સુદિ ૯ને રોજ શ્રી જીર્ણગઢ ક્ષેમકુશળ પહોંચ્યો ને ત્યાં તેમનો અછી રીતે આદરસત્કાર થયો. યાત્રા દરમ્યાન તે સમયના ‘કાઠિયાવાડ સમાચારે' તા. ૭મી ફેબ્રુઆરી સને ૧૮૬૬મા જે નોંધ લીધી હતી તે નીચે મુજબ હતી. દીવાન અનંત અમરચંદ કાશીની યાત્રા સાર સંઘ કાઢી અત્રેથી સિધાવ્યા છે. તેમની સાથે આશરે ૧૦૦૦ યાત્રાળુ માણસો છે." જૂનાગઢના માજી પ્રધાન અનંત અમરચંદ સંધ કાઢીને કાશીની જાત્રાએ સિધાવ્યા હતા, તે ગયા સોમવારે અત્રે અમદાવાદ પધાર્યા છે. એમનો દબદબો અને અત્રે સંઘનો દેખાવ મોટો રાજવી દેખાય છે, હોઠ આગળ છડીદાર નેકી પોકારે છે અને બીજા ઠાઠનો કોઈ પાર નથી. એ ગૃહસ્થે કાશીની જાત્રામાં રૂ।. ૨,૦૦,૦૦૦ બે લાખ ખર્ચ કર્યો હતો. કાશીમાં વિશ્વનાધ મહાદેવના તથા વડનગરમાં નાગરીના કુળદેવ હાટકેશ્વર મહાદેવનાં રૂપાનાં કમાડે કરાવ્યાં અને કાશીમાં હોને તથા પોતાની સી રૂપિયાથી તોળાઈને દાન કર્યું તે દાનને તોળાદાન કરીને તેઓ કાશીમાં તથા ગયામાં આશરે ચારેક માસ રહ્યા હતા. ત્યાં તેઓએ ભૂખ્યાતરસ્યાઓની સારી બરદાશ લીધી. દરરોજ સાદ પડાવી કોઈ ભૂખ્યા હોય તેને પ્રસાદ આપતા હતા. અંગ્રેજોનાં પણ તેઓએ પૂર્ણ માન રાખ્યાં. કાશીમાં અંગ્રેજોએ એક મોટી મિજબાની આપી હતી. રસ્તામાં જયપુરના મહારાજા, ઉદેપુરના મહારાણા અને ગ્વાલિયરમાં સિધિયા સરકાર સાથે તેઓને રૂડી મુલાકાત થઈ હતી. તેમજ બીજે જે જે ઠેકાણે જતા ત્યાં તેમને પોલિટિકલ એર્જી તથા બીજા સાહેબ લોકો સારું માન આપતા હતા. અમને ખબર આપનારા એ ગૃહસ્થની ઉદારતાની ઘણી તારીફ કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy