SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ધન્ય ધરા શિક્ષણજગતમાં આદરણીય સ્થાન પામ્યા છે. ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રખર જ્ઞાતા છે. લાંબા સમય સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ હતા. ભારતની અનેક યુનિવર્સિટીઓમાં તેમની સેવા નોંધપાત્ર બની છે. ઇતિહાસની વિભાવના અને ઇતિહાસનું તત્ત્વજ્ઞાન એ ડૉ. જમીનદારનાં મુખ્ય કાર્યક્ષેત્રો છે. આ પરત્વેનું એમનું ચિંતન અને તેમનું લેખનપ્રદાન ધ્યાનાર્ય ગણાય છે. ભારતમાં દફતરવિદ્યાના ક્ષેત્રે થયેલા ચિંતનના વિકાસ સબબ એમનો અભ્યાસ પ્રશંસનીય છે અને તેથી જ તો તેમના પ્રયાસોને કારણે ભારતીય યુનિવર્સિટીજગતમાં સહુ પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠે ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અંતર્ગત દફતરવિદ્યાના પૂર્ણકક્ષાના વિવિધ સ્તરના અભ્યાસક્રમો એંશીના દાયકાથી અમલી બનાવ્યા અને ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતાના લગભગ ચાલીસેક કાર્યકર્તાઓને એમના માર્ગદર્શન હેઠળ સુગ્રથિત તાલીમ સંપ્રાપ્ત થઈ શકી છે. સ્થળ-નામોના અભ્યાસ પરત્વે એમનું અન્વેષણ ગણનાપાત્ર હોઈ માઈસોર સ્થિત પ્લેસનેમ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાની કાર્યવાહક સભાના સભ્ય તરીકે ઈ.સ. ૧૯૮૦ના દાયકા પર્યત સેવાઓ આપી છે. આઝાદીની લડત અંગેનાં એમનાં લખાણો પ્રશંસનીય ગણાયાં છે. “યક્ષપ્રશ્ન આર્યોનો–ઐતિહાસિક વિશ્લેષણ નામનો આશરે ૬૦ પૃષ્ઠનો મોનોગ્રાફ પ્રકારનો લેખ “સંબોધિ'માં અને બાબુરી સામ્રાજ્ય અને સાંસ્કૃતિક ગતિવિધિ' વિશેનો લેખ “ફાર્બસ ત્રિમાસિક'માં તથા “ભારતીય વિદ્યા : વિશ્લેષણ અને વિભાવના' વિશેનો લેખ સ્વાધ્યાય” માં પ્રગટ થયેલ છે. તેને શિક્ષણજગતે સુંદર આવકાર આપ્યો હતો. શિક્ષણ જગતમાં એક પ્રતિભાશાળી વ્યકિતત્વની તેમની સુંદર છાપ આજસુધી અણનમ રહી છે. ધન્યવાદ. –સંપાદક ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસનો આદર્શ રાજવી નહપાન ગુજરાતના સહુ પ્રથમ સ્વતંત્ર રાજકીય અને સાંસ્કૃતિક રાજ્યનો ક્રમાનુસાર બીજો રાજવી તે નહપાન. શક જાતિનાં જે લોકોએ ભારતમાં વિવિધ સ્થળે રાજ્યસત્તા સ્થાપી તેમાં પશ્ચિમ ભારતમાં સ્થપાયેલી રાજસત્તાનો આ રાજવી હતો. (વિશેષ સંદર્ભ વાસ્તે જુઓ મહાક્ષત્રપ રુદ્રદામા અને મહાક્ષત્રપ ચાષ્ટન વિશેનાં લખાણ). પશ્ચિમી ક્ષત્રપોનાં વિવિધ કુળમાંના પ્રથમ કુળ ક્ષહરાત વંશનો આ રાજવી ભૂમકનો પુત્ર હતો. સાહિત્યિક અને પુરાવસ્તુકીય એમ ઉભય જ્ઞાપકો ક્ષહરાત વંશના આ બીજા અને પ્રાયઃ છેલ્લા રાજવી નહપાનની રાજકીય અને સમકાલીન સંસ્કૃતિ વિશે કેટલીક મહત્ત્વની સામગ્રી આપણને સંપડાવી આપે છે. સાહિત્યિક સાધનોમાં આવશ્યકસૂત્ર નિર્યુક્તિ', “તિલોય પણ્યત્તિ', જિનસેનનું ‘હરિવંશ પુરાણ', મેરૂતુંગાચાર્યની ‘વિચારશ્રેણી', “વાયુપુરાણ', “પેરિપ્લસ' અને “આઈને અકબરી’ નો સમાવેશ થાય છે. પુરાવસ્તુકીય સામગ્રીમાં નહપાને પડાવેલા ચાંદીના સિક્કા અને એના સમયના આઠ ગુફા લેખોનો સમાવેશ થાય છે. સિક્કાઓ એના વંશ વિશે અને ગુફાલેખો એની જાતિ તેમ જ વંશ બાબતે માહિતી આપે છે. એના ચાંદીના સિક્કા લેખોમાં ગ્રીક, ખરોષ્ઠી અને બ્રાહ્મી એ ત્રણેય લિપિમાં એના માટે માત્ર “રાજા'નું વિશેષણ પ્રયોજાયું છે. એના જમાઈ ઉષવદત્તના નાસિક અને કાર્યાના ગુફાલેખોમાં રાજા'ની સાથે “ક્ષત્રપ'નું વિશેષ બિરુદ પ્રયોજાયેલું છે. એના અમાત્ય અયમના જુન્નરના ગુફાલેખોમાં “રાજા'ની વાંસોવાંસ બે બિરુદ વિશેષભાવે વપરાયાં છે : “મહાક્ષત્રપ’ અને ‘સ્વામિ'. એના રાજ્યઅમલનો સમય નિશ્ચિત કરવાનાં સાધનો મર્યાદિત અને સંદિગ્ધ છે. એના સિક્કા મિલિનિર્દેશ વિનાના છે, તેમ છતાં અગાઉ નિર્દિષ્ટ સાહિત્યિક અને પુરાવસ્તુકીય સાધનોના સંદર્ભે આપણે નહપાન ઈસ્વીની પ્રથમ સદીના બીજા-ત્રીજા ચરણમાં સત્તાધીશ હોવાનું સૂચવી શકીએ. એના ગુફાલેખોમાં ઉલિખિત વર્ષો એના રાજકાલનાં વર્ષો હોય એમ જણાય છે. એની રાજધાની ભરુકચ્છમાં હતી. એનો રાજયવિસ્તાર ઉત્તરમાં અજમેર સુધી, પશ્ચિમમાં સુરાષ્ટ્ર સુધી, પૂર્વમાં માળવા સુધી અને દક્ષિણમાં નાસિક-પુણે જિલ્લાઓ સુધી હોવાનું સંભવે છે. આવશ્યકસૂત્ર નિયુક્તિ'માંની કથા નહપાન વિશે ઠીક સામગ્રી સંપડાવી આપે છે. કથાનુસાર નહપાનના પ્રતિસ્પર્ધી સાતવાહન રાજાના નિર્વાસિત મંત્રીને પોતાના અંગત મંત્રી તરીકે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy