SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પૃથ્વીના અલંકારરૂપ સમ્રાટો-રાજ્વીઓ —ડૉ. રસેશ જમીનદાર મનુષ્ય જેમ જેમ સામાજિક પ્રાણી બનતો ગયો તેમ તેમ તેની જીવનવ્યવસ્થાની શૈલી પણ વિસ્તરતી ગઈ. આજે માનવી આસપાસ ત્રણ વ્યવસ્થા અનિવાર્યપણે જોડાયેલી છે : તે છે ધર્મ, સમાજ અને રાજ્ય. ધર્મ મનુષ્યની વ્યક્તિગત આંતરિક જરૂરિયાત છે. સમાજ મનુષ્યને કેટકેટલી નીતિરીતિથી જીવતાં શીખવે છે. ઉત્તમ સામાજિકતા વચ્ચે જીવતો મનુષ્ય જીવનભર એક પ્રકારની પરમ સુખ-શાંતિનો અનુભવ કરતો હોય છે. નહીંતર, મનુષ્ય હંમેશાં કોઈને કોઈ પ્રકારની ભયની કે અસલામતીની લાગણી વચ્ચે જીવતો હોય છે. એવી અસલામતીની લાગણીને કવચ પૂરું પાડે છે રાજવ્યવસ્થા. મનુષ્યની સમૂહચેતનાની રખેવાળી આ રાજવ્યવસ્થા કરે છે, એટલે તો આદિમાનવરૂપે ભટકતું જીવન ગાળતા મનુષ્યે સમૂહમાં રહેવાનું સ્વીકાર્યું અને ત્યારથી સમૂહવ્યવસ્થાની ધૂરા કોઈ ને કોઈ નેતાને સંભાળવાની આવી. નાના નાના કસ્બાના મુખીથી માંડીને આ વ્યવસ્થા એવી તો વિસ્તાર પામી કે રાજા--મહારાજાઓથી લઈને વિશ્વવિજેતા સમ્રાટો સુધી આ પૃથ્વી શોભાયમાન બની. ૨૦૧ સામાન્ય માનવી તો એનું રોજિંદુ જીવન જીવવામાં અને બે પાસાં સરભર કરવામાં મચ્યો રહેતો હોય છે, પણ સમગ્ર સમૂહજીવનને તો તે-તે પ્રદેશનો રાજા જ સર્વાંગી ઘાટ આપતો હોય છે. પ્રજાના વ્યાપારઉદ્યોગ, ધર્મ અને નીતિ, શિક્ષણ અને સંસ્કાર, કળા અને સંસ્કૃતિ વગેરેની ખેવના અને ચીવટ આ રાજામહારાજો જ કરતા હોય છે. ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે કે પ્રજાની સમગ્ર ઉન્નતિ અને અસ્મિતા, આબાદી અને આનબાનની ધરોહર આ રાજાઓ જ કરતા. એક સમયે રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ કે રાજર્ષિ કુમારપાળની ધર્મદેશનાથી શોભતી શાંત, અમૃતમય રાજ્ય- કારકિર્દીનો ચાંદ સોળે કળાએ ખીલ્યો હતો. જેમ વીર વનરાજે ધાર્મિક સંસ્કારો રોપવાનું અને નૈતિકતા ઘડવાનું કામ કર્યુ તેમ સોલંકી રાજાઓ પણ ધાર્મિક હોવાનું જણાય છે. રાજા ભલે શૈવ, જૈન કે અન્ય ધર્મી હોય પણ દરેક ધર્મને રાજ્યાશ્રય અને માનમોભો મળતાં રહેલાં. આ લેખમાળામાં ક્ષાત્રધર્મ, રાજપૂતીધર્મ, આશરાધર્મની તાત્ત્વિક વાતો વણી લેવામાં આવી છે. વર્તમાન ભૂતકાળના ખભે બેસીને આગળ વધતો હોય છે. આજે પણ ભારતના ઇતિહાસમાંથી ચંદ્રગુપ્ત, અશોક, અકબરશાહ, કૃષ્ણદેવ જેવા સમ્રાટોના નામ ભૂંસી શકાય તેમ નથી. એ તો ઠીક, કાઠિયાવાડ જેવા નાનકડા વિસ્તારના નાનાં નાનાં રજવાડાંના ક્ષાત્રવટ રાજનરેશો ભાવનગરના શ્રી કૃષ્ણકુમારસિંહજી કે ગોંડલના ભગવતસિંહજીનાં નામ દાયકાઓ થયા પણ લોકહૈયામાંથી ખસતાં નથી, કારણ તેઓ વ્યવહારકુશળ અને વિનયશીલ હતા. એમની શાસનશૈલી કલ્યાણગામી હતી, એટલે જ ગીતામાં કૃષ્ણે કહ્યું હશે કે, “માનવોમાં હું રાજવી છું.'' રાજવી પરંપરાના કેટલાક પ્રતાપી રાજવીઓના વ્યક્તિત્વનો પરિચય કરાવનાર ડૉ. રસેશભાઈ જમીનદાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy