SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ વખતે ન્યૂબર્ન શહેરના અમેરિકન પરિવારમાં રહીને તેમણે નોર્થકેરોલિના રાવમવા ન્યૂબર્ન શહેર સહિતનાં ૧૫ શહેરોમાં વિશ્વધર્મનું સ્વરૂપ પ્રણામી ધર્મ' વિષય પર વ્યાખ્યાનો આપી અમેરિકન નાગરિકોની પ્રીતિ સંપાદન કરી હતી. તે પછી ૧૯૯૮માં શ્રીકૃષ્ણ પ્રણામી એસોસિએશન, યુ.એસ.એ. દ્વારા હ્યુસ્ટન શહેરમાં અને ૨૦૦૦માં વોશિંગ્ટન શહેરમાં યોજાયેલ ‘શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ'માં શ્રી ૧૦૮ પ્રાણનાથજી મંદિર ટ્રસ્ટ-પન્નાના ચેરમેન તરીકે ઉપસ્થિત રહી પ્રણામી ધર્મના તત્ત્વજ્ઞાન પર પ્રશંસનીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. પ્રણામી ધર્મના પ્રસિદ્ધ તીર્થધામ શ્રી પદ્માવતીપુરીધામ પન્ના'નો સુપેરે વહીવટ ‘શ્રી ૧૦૮ પ્રાણનાથ મંદિર ટ્રસ્ટ, કરે છે. એ ટ્રસ્ટ બોર્ડના ૧૯૯૫થી ૧૯૯૯ દરમ્યાનના ટ્રસ્ટી તરીકે, સને ૧૯૯૯થી ૨૦૦૭ દરમ્યાન મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પન્નાધામનો સુપેરે વહીવટ કરીને–અનુપમ વિકાસ સાધીને ડૉ. પંડિતે પ્રણામી જગતની નોંધપાત્ર સેવા કરી છે. પન્ના શહેરમાં પ્રવેશવાના સ્થળે ભવ્ય-આકર્ષક ‘શ્રી પ્રાણનાથ દ્વાર'નું નિર્માણ, પન્ના શહેરની મધ્યમાં શ્રી પ્રાણનાથ ચોક'નો વિકાસ, ૪૨ રૂમોની સગવડવાળા દેવચંદ્રજી ભવનનું નિર્માણ, ‘શ્રી દેવચંદ્રજી મંદિર'નું નવનિર્માણ, શ્રી જમુનાજી-કૂવાના પાણીનું રાસાયણિક પરીક્ષણ, હોમથિયેટર, ધર્મપ્રચાર માટે વી.સી.ડી. અને કેસેટોનું નિર્માણ, પ્રાણનાથ લાઇબ્રેરીનો પ્રારંભ, સંગીત વિદ્યાલયનો પ્રારંભ તથા આશરે ૩૫૦ વર્ષ પૂર્વેનાં શ્રી પ્રાણનાથજી, શ્રી બાઈજૂરાજજી અને મહારાજા છત્રસાલનાં વસ્ત્રો-વાઘા–જામા, પાઘડી, કલગી, પાવડી, પાલખી, વાજિંત્રો, હથિયારો, ઓજારો, શ્રૃંગાર માટેનાં સાધનો સહિતની પ્રાચીન સામગ્રીથી ભરપૂર પ્રણામી જગતના પ્રથમ સંગ્રહાલય ‘શ્રી પ્રાણનાથ મ્યુઝિયમ'નું આ લેખના લેખકના નિદર્શન હેઠળ કરેલું નિર્માણ વગેરે રચનાત્મક તથા સર્જનાત્મક કાર્યો દ્વારા ડૉ. પંડિતે પન્નાને તથા પ્રણામી ધર્મને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનો અભિનંદનીય પ્રયાસ કર્યો છે. તેમને માન સાથે એનાયત થયેલ ધી રોટરી ફાઉન્ડેશન ઓફ રોટરી ઇન્ટરનેશનલ પાઉલ હેરિસ ફેલોશિપ', ‘ગ્લોબલ સોસાયટી ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, નવી દિલ્હી તરફથી ‘ચિકિત્સક રત્ન’ એવોર્ડ તથા ૧૯૭૭-૭૮ની રાષ્ટ્રીય સ્તર પર પ્રકાશિત ગ્રંથ ‘ઇન્ડિયા હુ ઇઝ હુ'ના પૃ. ૩૮૫ પર તેમનાં સેવાકાર્યોની થયેલી સગૌરવ નોંધ વગેરે એમના વૈદ્યકીય, સામાજિક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્રના સેવાકીય તપનું Jain Education International સુપરિણામ છે. ડૉ. દિનેશ પંડિત આજે પણ સત્યપ્રિય, ન્યાયપ્રિય, નમ્ર, સ્વમાની, શિસ્તપ્રિય, ચીવટવાળા, નિર્ભય, કર્મઠ, લેખનપ્રિય અને ઉત્તમ વક્તા તરીકે સારી રીતે પ્રેરણાદાયક સેવાધર્મ બજાવી રહ્યા છે. અસ્તુ. ધન્ય ધરા હવામહેલનો ઝરૂખો, વઢવાણ For Private & Personal Use Only મહાકાળી મંદિરવાળો ભાગ, હીરા ભાગોળ-ડભોઈ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy