SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દોષો દૂર કરી સાક્ષાત્કાર કરાવવા વેનંતી કરવા લાગ્યા, ત્યારે ગુરુજીએ ઉપદેશ આપતાં કહ્યું કે “અધીરા થવાય નહીં, સમય આવે આપની તમામ મનોકામના પૂર્ણ થશે.'' ત્યારથી મિહિરાજ લૌકિક કાર્યો કરતાં કરતાં ધ્યાનપૂર્વક ચિંતન, મનન અને અધ્યયન કરવા લાગ્યા. એવે સમયે ઈ.સ. ૧૯૫૬માં સદ્ગુરુ શ્રી દેવચંદ્રજીએ મિહિરાજ ઠાકુરને ‘નાદપુત્ર’ તરીકે જાહેર કરીને પ્રણામી ધર્મના પ્રચાર-પ્રસાર સહિતની તમામ જવાબદારી સોંપી આ નશ્વર જગતમાંથી હંમેશને માટે પોતાની ઇહલીલા સંકેલી લીધી. તે પછી ગુરુપુત્ર બિહારીજીને ગુરુગાદી સોંપીને શ્રી મિહિરાજે જામનરેશના કારભારી તરીકેનું કાર્ય સ્વીકારી લીધું. મિહિરાજ ઠાકુર કારભારીની ફરજ બજાવતાં બજાવતાં ધર્મના પ્રચારનું કાર્ય પણ કરતા હતા. દરમ્યાન સદ્ગુરુ દેવચંદ્રજી પ્રત્યેના પૂજ્યભાવથી પ્રેરાઈને તેમની સ્મૃતિમાં ભંડારો કરવા તેમણે સામગ્રી એકઠી કરી ત્યારે ચુગલીખોરોએ જૂઠી ફરિયાદ કરી કે “મિહિરાજે રાજ્યના ભંડારમાંથી સામગ્રી ચોરી છે.” તેથી તેમની ધરપકડ કરી ઈ.સ. ૧૬૫૮માં તેમને નજરકેદ કરવામાં આવ્યા. મિહિરાજને ભારે આઘાત લાગ્યો. જેલમાં તેઓ સદ્ગુરુનો વિરહ કરતાં કરતાં વિલાપ કરવા લાગ્યા. વિરહનો અગ્નિ, વિલાપની શીતલતા અને પ્રેમની ઉત્કટતાથી તેમના હૃદયમાં ભારે ઘમસાણ મચ્યું. તેવે સમયે તેમને દિવ્યપ્રકાશનાં દર્શન થયાં અર્થાત્ તેમને પૂર્ણબ્રહ્મ પરમાત્માએ સદ્ગુરુ સ્વરૂપે દર્શન આપ્યાં. તેમના હૃદયરૂપી સાગરમાંથી અમૃતઝરણાં સમી શબ્દાતીત વાણીનો દિવ્ય પ્રવાહ વહેવા લાગ્યો અને આમ વિકટ સાધનાને અંતે ૪૦ વર્ષની ઉંમરે, તેમના હૃદયમાં પૂર્ણબ્રહ્મ પરમાત્માનું સાક્ષાત્ સ્વરૂપ બિરાજમાન થયું અને ત્યારથી પ્રણામી ધર્મના પાવનગ્રંથ 'તારતમ સાગર'માં સમાવિષ્ટ દિવ્યવાણીના અવતરણનો પ્રારંભ થયો. * * * જામનગરની જેલમાં દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેઓ પ્રણામી ધર્મના પ્રચારકાર્યમાં લાગી ગયા. જૂનાગઢ, દીવ, પ્રભાસપાટણ, પોરબંદર, કચ્છ-માંડવી, નલિયા, લાઠી, ઠઠ્ઠાનગરમાં પ્રણામી ધર્મનો પ્રચાર કરતાં કરતાં અરબસ્તાન પહોંચ્યા. અરબસ્તાનમાં મસ્કત, અબ્બાસી વગેરે બંદરોએ રહેતા લોહાણા વેપારી પરિવારોમાં ધર્મપ્રચાર કરી કોગ બંદર, લાઠી બંદર, ઠઠ્ઠાનગર, નલિયા, ધોરાજી, ઘોઘા બંદર, સુહાલી થઈને ધર્મપ્રચાર કરતાં કરતાં તેઓ સુરત આવી પહોંચ્યા ઈ.સ. ૧૬૭૩. સુરતમાં ૧૭ માસ સુધી ધર્મપ્રચાર કર્યો. તે દરમ્યાન Jain Education International ૧૮૯ સુરતમાં તેમના ૩૦૦૦ જેટલા અનુયાયીઓ એકઠા થયા હતા. તેમની લાગણીને માન આપીને તેમણે સુરતમાં જ ઈ.સ. ૧૬૭૩માં પ્રણામી ધર્મના બીજા તીર્થધામ ‘જાગણીપીઠ'ની સ્થાપના કરી જે ‘નાદપીઠ' તરીકે પણ ઓળખાય છે. ‘નાદપીઠ’ની સ્થાપના વખતે શ્રી મિહિરાજ ઠાકુરને તથા તેમનાં ધર્મપત્ની તેજકુંવરને સિંહાસન પર બેસાડીને સુરતના પરમધાર્મિક શ્રી ભીમભટ્ટે તેમની આરતી ઉતારી ત્યારથી પ્રણામી ધર્મમાં શ્રી મિહિરાજ ઠાકુર ‘મહામતિ શ્રી પ્રાણનાથ' તરીકે અને તેમનાં ધર્મપત્ની તેજકુંવર ‘શ્રી બાઈજૂરાજ’ તરીકે ઓળખાય છે. સુરતમાં ૧૭ માસ ધર્મપ્રચાર કર્યો. એ અરસામાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના અત્યાચારો પરાકાષ્ટાએ પહોંચ્યા હતા. તે ‘ઇસ્લામ’, ‘મુસલમાન’ કે ‘કુરાન’નો સાચો અર્થ સમજ્યા વગર બિન ઇસ્લામી પ્રજા પર જુલમ ગુજારતો હતો. તેને ‘ઇસ્લામ’– ‘મુસલમાન’ અને ‘કુરાન'નો સાચો અર્થ સમજાવવા માટે પ્રાણનાથજીએ સુરતમાંથી ૫૦૦ અનુયાયીઓ સાથે ઈ.સ. ૧૬૭૪માં પગપાળા દિલ્હી જવા ધર્મકૂચ આરંભી. સુરતથી અમદાવાદ, સિદ્ધપુર, પાલનપુર, મેરતા, મથુરા, વૃન્દાવન અને આગ્રા થઈ ઈ.સ. ૧૬૭૭માં તેઓ દિલ્હી પહોંચ્યા, પરંતુ એ અરસામાં હરિદ્વારમાં પ્રસિદ્ધ કુંભમેળો ભરાયો હતો તે જાણીને મહામતિ શ્રી પ્રાણનાથ પોતાના શિષ્યો સાથે હરિદ્વાર ગયા. હિરદ્વારમાં તેમણે રામાનુજ, નિમાનુજ, વિષ્ણુશ્યામ, મધ્વાચાર્ય વગેરે સંપ્રદાયોના આચાર્યો તથા દશનામીઓ, ષડ્દર્શનીઓના આચાર્યો–સાધુ-સંતો સાથે શાસ્ત્રાર્થ કરી આચાર્યો અને સાધુસંતોને પ્રણામી ધર્મની પદ્ધતિ સમજાવીને તમામને સંતોષ આપ્યો. તેથી પ્રણામી ધર્મની માન્યતા પ્રમાણે પ્રાણનાથજીને હરિદ્વારમાં જ ‘નિષ્કલંક બુદ્ધાવતાર' જાહેર કરવામાં આવ્યા અને ત્યારથી પ્રણામી ધર્મમાં ‘બુદ્ધશકે'નો પ્રારંભ ગણવામાં આવે છે. હરિદ્વારમાં ૪ માસ સુધી ધર્મપ્રચાર કર્યા પછી તેઓ પુનઃ દિલ્હી આવી, પોતાનો ધર્મસંદેશ ઔરંગઝેબને પહોંચાડવા, પોતાના ૧૨ મરજીવા શિષ્યો (જેમાં બે મુસ્લિમો પણ હતા– શેખબદલ અને મુલ્લા કાયમ)ને તૈયાર કર્યા. એ શિષ્યોએ મરણિયા બનીને, દિલ્હીના જુમા મસ્જિદના ઇમામ મારફતે ઔરંગઝેબની મુલાકાત લીધી અને જણાવ્યું કે “અમે આપની સમક્ષ ઇમામ મહેદી પ્રગટ્યાના સમાચાર લઈને આવ્યા છીએ. કયામતનો દિવસ નજીક આવી ગયો છે. તેની બધી નિશાનીઓ પ્રત્યક્ષ થઈ ગઈ છે. આત્માને જાગૃત કરી હિંદુ ધર્મ પરના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy