SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અંકે કરેલી જ્ઞાનજિજ્ઞાસાને સંતોષવા એમણે ઘણાં કષ્ટ પણ વેઠ્યાં : અન્નછત્રમાં જમવું, ધર્મશાળામાં રહેવું, કપડાં વેચી ‘અમરકોશ' ગ્રંથ ખરીદવો અને કપડાં ખરીદવા અમરકોશ' વેચી દેવો, સંસ્કૃત શીખવા શિખાસૂત્ર ધારણ કરવું, બૌદ્ધ બનવા શિખાસૂત્ર ત્યાગવું અને પીળાં વસ્ત્ર ધારણ કરવાં વગેરે વિરોધાભાસી કાર્યનો સમાવેશ થાય છે. સિલોનમાં પાલિનો અભ્યાસ કર્યો અને શ્રામણેરી દીક્ષાય લીધી. બ્રહ્મદેશમાં બૌદ્ધભિક્ષુ પણ થયા. કોલકાતામાં પાલિ ભાષાનો સઘન અભ્યાસ કર્યો. આ બધી રઝળપાટ તેમણે ૧૮૯૭થી ૧૯૦૬ દરમ્યાન કેવળ ને કેવળ સંપૂર્ણ વિદ્યાકીય દીક્ષા પ્રાપ્ત કરવા કરી, વિશેષ તો બૌદ્ધધર્મનું જ્ઞાન સંપ્રાપ્ત કરવા વિષે. ૧૯૦૬માં કોલકાતામાં પાલિના અધ્યાપક થયા. ત્યાંથી પૂણે ગયા અને ‘વિસુદ્ધિમગ્ગ’ અને ‘બોધિચર્યાવતાર' ગ્રંથોના મરાઠીમાં રૂપાંતર કર્યાં. ૧૯૧૨થી ૧૯૧૮ દરમ્યાન તેઓ પૂણેમાં પાલિના અધ્યાપક થયા. ઉક્ત ગ્રંથના અન્વેષણકાર્યથી આકર્ષાઈ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં જવાનું નિમંત્રણ મળ્યું. ૧૯૧૦, ૧૯૧૮, ૧૯૨૬ અને ૧૯૩૧માં એમ ચાર વખત અમેરિકાની વિઘાયાત્રા કરી. આ કારણે રશિયાનું નિમંત્રણ મળ્યું અને કેટલાક પાલિગ્રંથોનાં સંપાદન કર્યાં. ૧૯૨૦માં ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં ગૂજરાત પુરાતત્ત્વ મંદિર'ના આચાર્ય મુનિ જિનવિજયજીના આગ્રહથી ધર્માનંદ પાલિભાષા અને બૌદ્ધધર્મના અધ્યયનઅધ્યાપન-અન્વેષણ–અર્થે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. જોકે ૧૯૨૨થી ૧૯૨૭ અને ૧૯૨૮થી ૧૯૩૦ દરમ્યાન અમેરિકા અને રશિયા જવા–આવવાની વિદ્યાકીયપ્રવૃત્તિ તો ચાલુ રહી. વિદ્યાપીઠમાંના એમના વિઘાકાર્ય દરમ્યાન એમણે આઠેક ગ્રંથો પાલિ ભાષામાં લખ્યા જે વિદ્યાપીઠે પ્રકાશિત કર્યા : બુદ્ધલીલા સારસંગ્રહ (૧૯૨૩), ધમ્મપદ (૧૯૨૪), આપવીતી (૧૯૨૫), સમાધિમાર્ગ અને બૌદ્ધસંઘનો પરિચય (૧૯૨૫), સુત્તનિયાત અને ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદો (૧૯૩૧). આ ઉપરાંત વિદ્યાપીઠકાળ પહેલાં અને તે પછી એમણે લખેલા ગ્રંથ-બુદ્ધધર્મસંઘ (૧૯૧૧), બુદ્ધચરિત્ર, હિન્દી સંસ્કૃતિ અને અહિંસા (૧૯૩૭) અને અભિધમ્મ (૧૯૪૪)નો સમાવેશ થાય છે. ધર્માનંદ ખરા અર્થમાં મહાજ્ઞાની હતા. તેઓ શાસ્ત્રાભ્યાસી હતા જ પણ એમની ઇતિહાસ અને અન્વેષણની દૃષ્ટિ બહુ સ્પષ્ટ હતી. એમની વિશેષતા એ હતી કે તેઓ પોતે Jain Education Intemational ૧૮૩ જ સત્ય સમજાય તે જો અપ્રિય હો તો પણ તેઓ મિત્રો કે બીજાઓને કહેતાં અચકાતા નહીં. આથી પંડિત સુખલાલજી એમને ચોખ્ખા દિલના માનવી કહેતા. તેમનામાં મેં મૈત્રી અને કરુણાની વૃત્તિનો ઉદ્વેગ જાતે અનુભવ્યો છે. ઇતિ. આથી તો બધી જ કોમના, બધા જ પંથના અને બધી જ કક્ષાના સંખ્યાબંધ સામાન્યજણ, વિદ્વાનો અને શ્રીમંતો એમના ચાહક હતા. ૧૯૩૯માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય અને કાશી વિદ્યાપીઠમાં અતિથિ અધ્યાપક તરીકે જોડાયા અને અન્વેષણકાર્ય કર્યું. અંતિમ દિવસોમાં તેઓ સેવાગ્રામ જઈને રહ્યા. ત્યાં અનશનથી જીવન સંકેલી લેવા, કહો કે ઇચ્છામૃત્યુ વાસ્તે, કટીબદ્ધ થયા. અહીં એમની સ્મૃતિમાં ‘કોસાંબીકૂપ' રચાયો અને તે ઉપર તક્તી મુકાઈ : જેમનું જળ જેવું નિર્મળ જીવન હતું. ચોથી મેથી આમરણ ઉપવાસ દ્વારા આમંત્રિત મૃત્યુદેવને અતિથિવત્ ક્ષણભર વિશ્રામ માટે છોડીને એમણે ૨૨મી મેએ જીવનના એ સનાતન સ્રોતને આશીર્વાદ આપ્યા, એ શ્રી ધર્માનંદ કોસાંબીજીની પવિત્ર સ્મૃતિમાં. ઇતિ. નિર્વાણ ૪-૬-૧૯૪૭.” અવિરત સાધનાના અદ્વિતીય સાધક, બૌદ્ધપરંપરાના નૈષ્ઠિક અભ્યાસી અને પાલિ વાડ્મયના ત્રિખંડ પંડિત (વિદ્યા, તીર્થ, યાત્રા) તથા મૈત્રી-કરુણા-ઉપેક્ષા-મુદિતામાં બ્રહ્મવિહાર કરનાર ધર્માનંદને અંતિમ અંજલિ આપતાં ૪-૬-૪૭ના રોજ દિલ્હીની સાયં પ્રાર્થનામાં ગાંધીજીએ કહેલું : “જે મૂક સેવક છે, ધર્મની સેવા કરે છે જેમને લોકો ઓળખતાં પણ નથી આવા એક આચાર્ય કોસાંબીજી હતા. તેઓ હિન્દુસ્તાનના બૌદ્ધધર્મ અને પાલિના આગેવાન વિદ્વાન હતા. એમણે સ્વયં ફકીરી સ્વીકારી હતી. તેઓ પ્રાર્થનામય હતા. ઈશ્વરને પ્રાર્થના કે આપણે સહુ એમનું અનુકરણ કરીએ. ઇતિ. For Private & Personal Use Only રા'લખપત છતરડી, ભૂજ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy