SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ‘ભોજન વિના ભજન મુશ્કેલ' એ ન્યાયે સહજાનંદે ભોજનશાળાઓ સ્થાપી અને સંપ્રદાયના સાધુઓને તે કાર્ય વાસ્તે તત્પર કર્યા, કહો કે માનવતાની સેવાના આ કાર્યમાં સહજાનંદે એમના સાધુઓને જોતર્યા. આ સાધુઓ ભિક્ષા માગી લાવે, રસોઈ બનાવે, જરૂરિયાતમંદોને વહેંચે. જ્યાં પાણીની તંગી હોય ત્યાં સાધુસમાજે કૂવા, તળાવ વગેરે જેવાં મૂર્તકાર્ય નિર્માણ કર્યાં. સહજાનંદને સમજાયું કે જે સમાજ નિરક્ષર હોય, ભૂખથી વ્યથિત હોય અને ભૂતપ્રેતવહેમમાં માનતો હોય તેવા સમાજને ઊંચે ઉઠાવવા તેમનામય થવું જોઈએ. પ્રજાને શિક્ષણ દ્વારા દૂષણોથી મુક્ત કરવી જોઈએ. આ માટે એમણે કોઈ શાળામહાશાળા ના સ્થાપી પણ સ્વયં શિક્ષક બનીને ગામેગામ અને નગરેનગર પ્રજાજનોની વચ્ચે જઈ તેમને શિક્ષિત કરવાનો મહાયજ્ઞ-જ્ઞાનયજ્ઞ આરંભ્યો હતો. એમની શાળા ચાર દિશાઓની હતી. જ્યાં જ્યાં જાય ત્યાં તેઓ સભા ભરે અને લોકોના પ્રશ્નોના ઉત્તર આપે. આમ સમાજના ઉત્થાન માટે અને સામાજિક એકતાના સંદર્ભે ભગવાન સહજાનંદે ભાગવતધર્મના પ્રચારનું કાર્ય કર્યું અને તે દ્વારા સમાજમાં વ્યસ્ત દૂષણોને નિર્મૂળ કર્યાં અને સમાજને સારા ભાવિ માટે પ્રેરિત કર્યો. સમર્પિત સાધુઓના જૂથની મદદથી તેઓ અહિંસા પ્રેમ, ત્યાગ અને સૌમ્યતા અર્થાત્ સત્યશિવસુંદરના અભિગમથી સંસારનાં દૂષિત પરિબળો સામે ઝઝૂમ્યા. જન્મે બ્રાહ્મણ, અભ્યાસથી પંડિત, ધર્મે વૈષ્ણવ, કર્મે સુધારક અને જીવનસૂત્ર સંન્યાસીનું એવા આ સંતસુધારક સહજાનંદે ગુજરાતના સમાજજીવનને ઉજમાળ્યું, પોતાના જીવનથી અને જીવી જાણીને. એમનું પૂર્ણ ધ્યેય ચુસ્ત અને બંધિયાર ગુજરાતી સમાજને સંગઠિત અને ખુલ્લા સમાજ તરીકે પરિવર્તિત કરવાનું હતું, જે વાસ્તે એમણે સામાજિક મૂલ્યો અને નૈતિક ધોરણોનો સહારો લીધો. એમના સમયનો તકાજો સહજાનંદનું જીવનલક્ષ્ય હતું. અસ્તુ. બૌદ્ધધર્મના અધ્યેતા ધર્માનંદ કૌસાંબી જેમનું જન્મસ્થળ ગોવા છે પણ જેમની કર્મભૂમિ ગુજરાત છે અને જેમના યોગદાનથી ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિ ઉજ્જ્વળ બન્યાં છે તેવા બૌદ્ધાભ્યાસી વિદ્વાન છે ધર્માનંદ દામોદર કૌસાંબી. માતા આનંદીબાઈની કૂખે એમનો જન્મ, ૯ Jain Education International ધન્ય ધરા ૧૦-૧૮૭૬માં. માતાપિતાનું એ સાતમું સંતાન હતા, એટલે એક બહેન અને છ ભાઈમાં એ સહુથી છેલ્લા. જન્મસમયથી મંદબુદ્ધિના. આથી, પાંચમા ધોરણથી વધુ અભ્યાસ ન કરી શક્યા, પણ આત્મશક્તિ અને આત્મશ્રદ્ધા પ્રબળ હોઈ તેમણે પોતાના વ્યક્તિત્વને ઉત્તભક ઘાટ આપ્યો હતો. પાંચમા ધોરણ પછીનો ઔપચારિક અભ્યાસ કર્યા વિના કે પદવી પ્રાપ્ત કર્યા વિના તેઓ પ્રથમ પંક્તિના વરેણ્ય વિદ્વાન તરીકેનું કાઠું કંડારી શક્યા. આથી સંસારે એમને ‘ત્રિખંડ પંડિત' અને ‘આધુનિક ભારતના દ્વિતીય બુદ્ધઘોષ' જેવાં મહામૂલાં વિશેષણોથી અભિનંદ્યા. ધર્મના, કહો કે માનવધર્મના, પ્રચારમાં જેઓ હંમેશાં આનંદ પામતા રહ્યા–રહેતા તે છે ધર્માનંદ. નામ પ્રમાણે ગુણજ્ઞ. સોળ વર્ષની વયે લગ્નગ્રંથિમાં બંધાયા. એમનું સાંસારિક જીવન લગભગ સાધુચિરતનું, ગૃહસ્થીનું ઓછું. લગ્નને કારણે ઘરની જવાબદારી ગળે વળગી તો તે પણ હસતે હૈયે સ્વીકારી. એમના પુત્રનું નામ પણ દામોદર, જેઓ ગણિતવિદ્યાના મહારથી વિદ્વાન અને ભારતીય સંસ્કૃતિના પરમભાવક હતા. એમના બાલ્યકાળ દરમ્યાન દેશ આઝાદીના જંગમાં ગળાડૂબ હોઈ, ધર્માનંદ કેવી રીતે તેનાથી વિમુક્ત રહી શકે. આથી, સ્વદેશીવ્રતના ભક્ત બન્યા, જેનાથી તેઓ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્યરત થયા. ૧૯૩૦ની મીઠાની લડતમાં જોડાઈને જેલવાસ ભોગવ્યો તે સિવાય સ્વાતંત્ર્યપ્રાપ્તિના યજ્ઞમાં પ્રત્યક્ષ રીતે એમનું યોગદાન કશું નથી. એમના જીવનઘડતરમાં તુકારામના અભંગોનો મુખ્ય ફાળો રહ્યો છે. આ કારણે ધર્માનંદને જીવન જીવવા જેવું જણાયું અને સંસાર સારરૂપ સમજાયો. ૨૧ની વયે એમણે ‘બુદ્ધચરિત્ર’ વાંચ્યું. આ વાચને એમની જીવનદિશા નિર્ણિત કરી આપી અને તેથી બૌદ્ધ અધ્યયન અને બુદ્ધના વિચાર–પ્રચાર-પ્રસાર–આચાર એમનાં જીવનમંત્ર બની રહ્યાં. એમણે જીવનમાં ઘણાં વ્રત લીધાં હતાં તેથી તેઓ ‘વ્રતધારી'થી ખ્યાત હતા. આજીવન બૌદ્ધસાહિત્યનાં અન્વેષણ અધ્યયન-અધ્યાપન વિષે તેમણે દેશવિદેશના ઘણા પ્રવાસ કરેલા : પૂણે, કાશી, કોલકાતા, મદ્રાસ જેવાં દેશસ્થ સ્થળ; બ્રહ્મદેશ, નેપાળ, શ્રીલંકા, અમેરિકા, રશિયા જેવા વિદેશોનું ભ્રમણ તથા કુશિનારા, રાજગૃહ, શ્રાવસ્તી, કપિલવસ્તુ, લુંબિનીવન જેવાં બૌદ્ધતીર્થોની યાત્રાનો સમાવેશ થાય છે. એમની આ ભ્રમણશીલતાને કારણે ધર્માનંદ દેશપરદેશના સંખ્યાબંધ વિદ્યાપુરુષના સંપર્કમાં આવ્યા. જાગેલી અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy