SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૦૧ શ્રી અરવિન્દ, શ્રી માતાજીએ વપરાશમાં લીધેલી નાનામાં નાની ચીજવસ્તુ ચંપકલાલ આશ્ચર્યકારક પૂર્ણતાથી જાળવી રાખતા. એમના આ ખજાનાની શ્રી માતાજીએ ખાસ પ્રશંસા કરેલી. આ રીતે દુનિયાભરના ભાગ્યવાન શ્રી અરવિન્દ કેન્દ્રોને શ્રી અરવિન્દ્રના દિવ્યાંશ પ્રાપ્ત થયા છે. આ કેન્દ્રો દિવ્ય ચેતનાના વિશેષ ઊર્જા કેન્દ્રો બની રહ્યાં છે. - ૧૯૭૩માં શ્રી માતાજીએ દેહત્યાગ કર્યો. એનાં બે વર્ષ પછી ચંપકલાલે મૌન ધારણ કર્યું. શેષ જીવન મૌનમાં જ વીત્યું. હા, એમાં એમણે કેટલાક અપવાદ જરૂર કરેલા, પરંતુ ૧૯૭૫ પછી સૌએ એમને મૌન ધારણ કરેલા જ અનુભવ્યા છે. આ રીતે એમણે દેશવિદેશનું પરિભ્રમણ કર્યું. હિમાલયની પણ યાત્રા કરી. શ્રી માતાજીના જન્મશતાબ્દીના વર્ષમાં ૧૯૭૮માં તેઓ પહેલીવાર વડોદરા પધાર્યા. એ એક અદ્ભુત અનુભવ હતો. એ વખતના એમના એટેન્ડન્ટ રમણલાલ પાઠકે પોતાનાં સંસ્મરણો એક પુસ્તિકા રૂપે પણ પ્રકાશિત કર્યા છે. એ પછી તેઓ ઘણીવાર વડોદરા પધાર્યા. એમણે નર્મદા યાત્રા પણ કરી. એનાં સંભારણાં “સૌન્દર્યયાત્રા' નામે સંપાદિત થયા છે. ચમ્પકલાલના સંસ્મરણો એમ. પી. પંડિતે “ચમ્પકલાલ સ્પીક્સ' અને “ચમ્પકલાલ્સ ટ્રેજર્સ’ નામે સંપાદિત કર્યા છે. એના પ્રથમ ભાગનો ગુજરાતી અનુવાદ રોશન કુમાસિયા અને અશ્વિન દેસાઈએ કર્યો છે. ચમ્પકલાલની પોતાની પ્રાર્થનાઓ અને ઉગારો પણ ગ્રંથસ્થ થયા છે. ચમ્પકલાલને પ્રાપ્ત શ્રી માના સંદેશા “એસ્પાયરિંગ સ્વાન' નામે પ્રકાશિત થયા છે. મધુસૂદન રેડ્ડીએ ચમ્પકલાલ અંગે અંગ્રેજીમાં એક સ્મૃતિગ્રંથ સંપાદિત કર્યો છે. એનો ગુજરાતી ભાવાનુવાદ ચમ્પકલાલ : પ્રેમ અને પ્રકાશના પંજ' નામે થયો છે. જ્યોતિ થાનકીએ ‘દિવ્યતાનું પુષ્પ ચમ્પકલાલ' નામે એમનું ચરિત્ર આપ્યું છે. ચંપકલાલના અંતિમ દિવસો ગુજરાતમાં વીત્યાં. પંચમહાલ જિલ્લાના જંત્રાલ ગામના પાદરમાં આવેલા એક આશ્રમમાં તેઓ આવેલા. એમની ત્યાં સારવાર ચાલી રહી હતી, પરંતુ મે ૧૯૯૨ના રોજ એ પુણ્યભૂમિમાં આ દિવ્યતાનું પુષ્પ એના મૂળ સ્ત્રોતમાં વિલીન થઈ ગયું. શ્રી માતાજીના પ્રકાશવંત સેનાની દુમાન ઘુમાન એટલે પ્રકાશવંત. ધ લ્યુમિનસ વન. ચૂનીલાલ દેસાઈભાઈ પટેલને શ્રી અરવિન્ટે પોતે આપેલું આ નામ છે. એમણે શ્રી અરવિન્દ, શ્રી માતાજીની પ્રકાશવંત સેવા કરી. તેઓ માત્ર સાધક જ ન બન્યા, પરંતુ શ્રી માતાજીના સન્નિષ્ઠ કરણ બની રહ્યા. શ્રી માતાજીના તેઓ પુત્ર, સેવક, સેક્રેટરી, ખજાનચી, આશ્રમના વહીવટદાર (ટ્રસ્ટી), ભોજનાધ્યક્ષ બધું જ હતા. ઘુમાનનું વતન આણંદ જિલ્લાનું નાપાડ ગામ. એમનો જન્મ ૧૯ જૂન, ૧૯૦૩માં. એમના પિતા ખેડૂત હતા. જાતે જમીન ખેડતા. માતા લક્ષ્મી બહેન ભક્તિપરાયણ. આખો પરિવાર સ્વામિનારાયણમાં માને. આ સંજોગોમાં ઘુમાનનું પ્રાથમિક શિક્ષણ નાપાડ અને નાવલીમાં થયું. આઠ વર્ષની વયે એમનું લગ્ન કાશી બહેન સાથે થઈ ગયું, પણ એનાથી કોઈ વ્યવધાન આવ્યું નહોતું. ઘુમાને માધ્યમિક શિક્ષણ આણંદની દાદાભાઈ નવરોજી હાઇસ્કૂલમાં લીધું. તેઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હતા. અહીં તેઓ શ્રી અરવિન્દના આર્ય સામયિકના સંપર્કમાં આવ્યા. મેટ્રિકની સમકક્ષ વિનીતની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેઓ વધુ અભ્યાસાર્થે રવીન્દ્રનાથ ઠાકુરના શાંતિ નિકેતન ગયા. એક વર્ષ ત્યાં રહીને પ્રાચ્ય વિદ્યાનું એમણે અધ્યયન કર્યું. ત્યારબાદ તેઓ ૧૯૨૧માં ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. રાષ્ટ્રભક્તિના રંગે તેઓ રંગાયા. ૧૯૨૩માં નાગપુર ખાતેના ઝંડા સત્યાગ્રહમાં પણ તેમણે ઝુકાવેલું. આ સમય દરમિયાન તેઓ વસોના દરબાર ગોપાળદાસના જાજ્વલ્યમાન પત્ની ભક્તિબાના સંપર્કમાં આવે છે. ભક્તિબા એમના આંતરતેજને પારખી લે છે. ભક્તિબા એમને કહે છે : ચુનીભાઈ તમે વિદ્યાપીઠના જીવ નથી. તમારું સાચું ઘર પોંડિચેરી છે. (તમે) શ્રી અરવિન્દ્ર પાસે પહોંચી જાવ. ભક્તિબા એમને અને કાશીબહેનને પોંડિચેરી જવા માટે જરૂરી આર્થિક પ્રબંધ પણ કરી દે છે. ૧૯૨૪ના જુલાઈમાં તેઓ સપત્ની આશ્રમમાં પહોંચે છે. શ્રી અરવિન્દનાં પ્રથમ દર્શને જ એમને પ્રતીત થાય છે કે આ જ તો છે એમના ભાગ્યવિધાતા. શ્રી અરવિન્દના ખોળામાં તેઓ માથું મૂકી દે છે. શ્રી અરવિન્દ એમને પૂછે છે : “તમારે શું જોઈએ છે? શા માટે તમે અહીં આવ્યા છો?” ચુનીલાલ જવાબ આપે છે : “યોગ કરવા માટે આવ્યો છું.” શ્રી અરવિન્દ એમને યોગ વિશે પ૫ મિનિટ સુધી સમજાવે છે. એમને તો આશ્રમમાં કાયમી નિવાસ જ કરવો હતો, પણ હજુ સમય આવ્યો નથી એમ કહીને શ્રી અરવિન્દ એમને અનુમતિ આપતા નથી. તેઓ પાછા વતન આવી જાય છે. આણંદની દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલમાં અધ્યાપન કરે છે. સાડાત્રણ વર્ષ બાદ એમને આશ્રમવાસી થવાની અનુમતિ પ્રાપ્ત થાય છે ને તેઓ જુલાઈ ૧૯૨૭માં પોંડિચેરી શ્રી અરવિન્દઆશ્રમે પહોંચી જાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy