SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ‘શબરી' કાવ્ય અંગે નૂતન ભાલોદકરે અને ધર્મિષ્ઠા ધારિયાએ એમ. ફિલ નિમિત્તે અધ્યયન કર્યાં છે. પૂજાલાલ પર પડેલા શ્રી અરવિન્દના પ્રભાવ અંગે પ્રવીણા પટેલે, ‘સાવિત્રી’ અનુવાદ અંગે પરમ પાઠકે પીએચ.ડી. નિમિત્તે સંશોધન કર્યું છે. આ રીતે પૂજાલાલનો એક નવો પરિચય પ્રાપ્ત થાય છે, પરંતુ પૂજાલાલે ‘પારિજાત’ના એક કાવ્યમાં કહ્યું છે : “અમે તો ચિરયાત્રીઓ અનંત અંતરો તણા.” આ જ છે એમનો સાચો પરિચય. જેમના પ્રત્યેક કર્મમાં દિવ્યતા પ્રગટતી ચંપકલાલ ચંપકલાલ એટલે શ્રી માતાજીના સિંહ. શ્રી માતાજીએ એમને ૧૯૬૦માં ‘હી ઇઝ માય લાયન' તરીકે ઓળખાવેલા. એમને ત્રેપન વર્ષ સુધી શ્રી અરવિન્દ્ર, શ્રી માતાજીના અંતેવાસી તરીકે રહેવા મળ્યું. આ પારસમણિના સ્પર્શે એમના જીવન સમગ્રનું રૂપાંતરણ થઈ ગયું. એમનું ખરું જીવન તો આંતરિક અને બહુપરિમાણી હતું. સપાટી પર રહીને એ અંગે વાત કરવી એ એક દુઃસાહસ ગણાય. ચંપકલાલનું વતન પાટણ. પિતા છોટાલાલ પુરાણી. માતા ઉમિયાબહેન. બન્ને અણીશુદ્ધ બ્રાહ્મણ. પિતા તો ‘પુરાણી મહારાજ' તરીકે ઓળખાતા. આવા માતાપિતાને ત્યાં ૨ ફેબ્રુઆરી ૧૯૦૨ના રોજ ચંપકલાલનો જન્મ. ભારતીય પંચાંગ મુજબ એ વસંત પંચમીનો દિન હતો. ચંપકલાલને શાળાનું પરંપરાગત શિક્ષણ માફક આવ્યું નહોતું. હા, વ્યાયામ માટે તેઓ અખાડે જરૂર જતા. ત્યાં એમનો ભેટો પૂનમચંદ સાથે થાય છે. પૂનમચંદ અખાડાના સેન્ડો જ માત્ર નહોતા. અખાડે આવતા છોકરાના આત્માને પણ જાગૃત કરતા. તેઓ શ્રી અરવિન્દના સંપર્કમાં હતા. જીવનના પહેલા પંદર-સત્તર વર્ષ પૂનમચંદ જ ચંપકલાલનો આદર્શ હતા. એ સમયે ભરૂચમાં એક આશ્રમ ચાલતો. ત્યાંના સંચાલક દીક્ષિતજી એકવાર પાટણ આવે છે. ચંપકલાલનું હીર પિછાણે છે. પુરાણી મહારાજ પાસેથી તેઓ ચંપકલાલની રીતસરની ભિક્ષા માગે છે. ને એમને ભરૂચ લઈ આવે છે. સત્તર વર્ષની વયે ચંપકલાલ ભરૂચ આવે છે. થોડા સમય બાદ પૂનમચંદ પણ ત્યાં પહોંચે છે. અહીં સૌ શ્રી અરવિન્દથી પરિચિત હતા. ચંપકલાલ અને એમના સાથીઓને શ્રી અરવિન્દનાં દર્શન કરવાની તીવ્ર અભીપ્સા જાગે છે. એ માટે જરૂરી નાણાં તો એમની પાસે નહોતાં. તેઓ પગપાળા બીલીમોરા Jain Education International ધન્ય ધરા સુધી પહોંચે છે. પછી પ્રબંધ થતાં રેલવેમાં મુંબઈ અને ત્યાંથી પોંડિચેરી પહોંચે છે. આ એક રોમાંચક કથા છે. પહેલી એપ્રિલ ૧૯૨૧ના રોજ સાંજે એમને શ્રી અરવિન્દનાં દર્શન થાય છે. ચંપકલાલ શ્રી અરવિન્દને જેવા જુએ છે કે દોડીને એમના ચરણોમાં પડી જાય છે. એમનું દેહભાન ચાલ્યું જાય છે. એક કલાક સુધી તેઓ પ્રણિપાતની મુદ્રામાં રહે છે. શ્રી અરવિન્દે પણ એમને ખલેલ ના પહોંચાડી. એ વખતે એમને અનુભવાયેલું કે પોતે સાક્ષાત્ શિવના સાન્નિધ્યમાં છે જીવનમાં હવે કાંઈ જ કરવાનું રહ્યું નથી. ૧૯૨૧માં તેઓ આઠ દિવસ શ્રી અરવિન્દના સાન્નિધ્યમાં રહે છે. એમની વચ્ચે થોડો વાર્તાલાપ પણ થાય છે. પછી તેઓ ભરૂચ પાછા ફરે છે. પૂનમચંદને તો પોંડિચેરી વસવાની અનુમતિ વહેલી મળી હતી. ૧૯૨૩માં તેઓ ત્યાંથી પાછા ગુજરાત આવતા હોય છે. ત્યારે સ્વયં શ્રી અરવિન્દે ચંપકલાલને પોતાની સાથે પોંડિચેરી લઈ આવવાનું કહ્યું હતું. શ્રી અરવિન્દ્રે પોતે કોઈને સામેથી પોંડિચેરી બોલાવ્યા હોય એવી આ પ્રથમ ઘટના. પોંડિચેરીમાં આરંભે ચંપકલાલ શ્રી અરવિન્દની સેવામાં હતા. શ્રી માતાજી તો એ સમયે કોઈને મળતાં નહોતાં, પણ એમણે ચંપકલાલને જોયેલા ને શ્રી અરવિન્દને કહેલું : ‘આ છોકરો મને મારા કામમાં મદદ કરશે. એ સાચે જ ખૂબ ઉપયોગી થઈ પડશે.' સમય આવતાં ચંપકલાલ માતાજી પાસે કામ કરે છે. આ રીતે તેઓ અનન્ય ભાવે સેવા કરે છે. શ્રી માતાજી એમનું સર્વાંગી ઘડતર કરે છે. શ્રી અરવિન્દે, શ્રી માતાજી દેહમાં હતા ત્યાં સુધી સતત ચંપકલાલ એમની સેવામાં રહે છે. આ રીતે પોતે દિવ્ય કર્મોના કર્તા બની રહે છે. એમના પ્રત્યેક કર્મમાં દિવ્યતા પ્રગટે છે. શ્રી અરવિન્દે ધ મધર' પુસ્તકમાં દિવ્ય કર્મોના કર્તાની ચર્ચા કરી છે, જેનું જીવંત ઉદાહરણ ચંપકલાલ પોતે બની રહે છે. ૧૯૨૬ના ૨૪ નવેમ્બરના સિદ્ધિ દિનના ખાસ ધ્યાનમાં ચંપકલાલ, પૂનમચંદ અને એમનાં પત્ની ચંપાબહેન પણ હાજર હોય છે. ચંપકલાલને સેવાકાર્યમાંથી થોડો ઘણો સમય મળતો એમાં તેઓ કલાત્મક કાર્ડઝ બનાવતા. અદ્ભુત ચિત્રો દોરતા. એમણે બે કમળનાં ચિત્રો દોરેલાં. એમને તો શ્રી અરવિન્દે, શ્રી માતાજીના વિશેષ આશીર્વાદ મળેલા. પછી તો તેઓ માર્બલિંગના પણ ચિત્રો કરતા. એમના એ ચિત્રોના પ્રતીકાત્મક અર્થો શ્રી માતાજીએ પોતે આપ્યા છે. આ ચિત્રોનું આલ્બમ ‘ચમ્પકલાલ એઝ એન આર્ટીસ્ટ' નામે પ્રકાશિત થયું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy