SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મૂળ રવિ-ભાણ સંપ્રદાયના અનુયાયી હતા, જેમની મૂળ જગ્યા ગોંડલ તાલુકાના બાંદરા ગામે આવેલી છે. rTM ઉગારામના શિષ્ય લાભુદાદા ગોંડલમાં જગ્યાનું સ્થાપન કરે છે. રવિ-ભાણ પરંપરાની ઉપર નિદર્શિત તમામ જગ્યાઓ પોતપોતાની ક્ષમતા પ્રમાણે સમાજસેવાનાં અનેકવિધ કાર્યો કરી રહી છે. દૂધઈ વડવાળાની જગ્યાઓ દૂધરેજ વડવાળા ધામમાંથી પ્રગટેલી ‘રવિ-ભાણ’ પછીની બીજી મહત્ત્વની પરંપરા તે દૂધઈ વડવાળા'ની પરંપરા, જે મહાપંથને કેન્દ્રમાં રાખીને રબારી અને માલધારીઓની પાટ ઉપાસનાનાં કેન્દ્રોરૂપે વિકાસ સાધે છે. દૂધઈ વડવાળા દેવ તરીકે ઓળખાતી જગ્યાના મૂળ સ્થાપક, દૂધરેજ વડવાળા ધામના આઠમા ગાદીપતિ શ્રી ઓધવદાસજી હતા. ‘વસતી ચેતવવા' અર્થે ગામડે-ગામડે પરિભ્રમણ કરતા, ઓધવદાસજી પોતાના શિષ્ય સમુદાય સાથે ઈ.સ.૧૮૮૭માં મૂળી પાસેના દૂધઈ ગામે આવે છે. અહીં નાની એવી પર્ણકુટીમાં અન્નદાન અને ગૌસેવાનો પ્રારંભ કરી જગ્યાની સ્થાપના કરે છે. ઉત્તરાધિકારી તરીકે પોતાના શિષ્ય મેઘસ્વામીને જગ્યાનું સુકાન સોંપી પોતે પાછા દૂધરેજ જઈ ત્યાંની ગાદી સંભાળે છે. મેઘસ્વામીએ તત્કાલીન દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં ઊભી થયેલી પાણીની તંગીને પહોંચી વળવા માટે પોતાના શિષ્યસમુદાય સાથે શ્રમયજ્ઞ કરી દૂધઈ ગામની ઉત્તર દિશામાં તળાવ અને બ્રહ્માણી નદીના કિનારે કૂવો ગળાવ્યો. આજે આ તળાવ મેઘ તળાવડી તરીકે ઓળખાય છે. મેઘસ્વામી પછી દૂધઈની આ જગ્યાની ગુરુગાદી ઉત્તરોત્તર શ્રી સેવાદાસજી, શ્રી ભગવાનદાસજી અને શ્રી લક્ષ્મીદાસજીએ સંભાળી હતી. શ્રી લક્ષ્મીદાસજીએ પોતાના કાર્યકાળ ઈ.સ. ૧૯૫૬ દરમિયાન, સ્થાપત્યવિદ શ્રી છગનલાલ સોમપુરાના માર્ગદર્શન હેઠળ, આ જગ્યાના પરિસરમાં ત્રણ શિખરવાળું, ૫૬ ફૂટ ઊંચું, કોતરણીયુક્ત મંદિર બંધાવે છે. મહંત શ્રી લક્ષ્મીદાસ પછી તેમના શિષ્ય શ્રી રામબાલકદાસજીએ આ જગ્યાની ગાદી સંભાળી હતી. હાલ વર્તમાન સમયમાં શ્રી પુરાનદાસજી આ જગ્યાનો વહીવટ સંભાળી રહ્યા છે. સમગ્ર રબારી સમાજની આસ્થારૂપ આ જગ્યામાં વિશાળ અન્નક્ષેત્ર, અતિથિગૃહ, ગૌશાળા અને રબારી સમાજનાં Jain Education International બાળકોના ઘડતર માટે વિદ્યાસંકુલ અને છાત્રાલય કાર્યરત છે. મંદિરમાં રામ-લક્ષ્મણ, જાનકી, રાધાકૃષ્ણ, શંકર અને મેઘસ્વામીની પૂજા કરવામાં આવે છે. ૧૪૩ ભારતીય સંતપરંપરાની આગવી વિશેષતાએ રહી છે કે તેની જ્યોત ક્યારેય કોઈ સીમા ભેદે કે સંપ્રદાય ભેદે અવરોધાઈ નથી. બલ્કે જ્યારે જરૂર જણાઈ ત્યારે સાંપ્રદાયિક રૂઢિચુસ્તતાને તોડી ‘સહનૌવવતુ. સહનૌ ભુનક્લુ, સહ વિ કરવાવહે'ના મંત્રને આત્મસાત જ નહીં પણ સાર્થક કરી પોતાની જ્યોતને વધારે પ્રદીપ્ત બનાવી છે. સૌરાષ્ટ્રમાં આવેલ દૂધરેજ વડવાળાધામ અને ગોંડલ વડવાળા ધામની જગ્યાઓ આ બાબતની સાખ પૂરે છે. વડવાળાધામ ગોંડલ ગોંડલ વડવાળાની જગ્યાના સ્થાપક જીવણદાસ લોહલંગરી મૂળ રામાનુજાચાર્ય પ્રવર્તીત શ્રી સંપ્રદાયના અનુયાયી હતા. છેક મારવાડથી ધર્મ-ઉપદેશાર્થે ફરતાં ફરતાં સંવત ૧૬૨૫માં સૌરાષ્ટ્રના ગોંડલ સ્ટેટમાં આવી ગોંડલી નદીને કાંઠે જગ્યા બાંધે છે. - For Private & Personal Use Only સમન્વયવાદી વિચારધારા ધરાવનાર આ સંતનું ક્રાંતિકારી કાર્ય તો એ હતું કે તત્કાલીન વકરેલી સાંપ્રદાયિક રૂઢિચુસ્તતાને તોડવા દૂધરેજ જઈ અરસ-પરસ એકત્વ સાધવા, સાંપ્રદાયિક વિધિ-વિધાનોની આપ લે કરે છે. દૂધરેજ, જે મૂળ દશનામી શંકરાચાર્યની શૈવ પરંપરા અને ગોંડલ લોહલંગરી મૂળ, રામાનુજાચાર્યની વૈષ્ણવી પરંપરા, આ વૈષ્ણવી પરંપરા ‘શિવ’નું નામ પણ ન બોલી શકે એવા સાંપ્રદાયિક રૂઢિચુસ્ત સમયમાં આ બન્ને સંતોએ પરંપરા તોડી, બન્ને જગ્યાએ પ્રકૃતિના તત્ત્વ વટવૃક્ષને માધ્યમ બનાવી, સ્મૃતિચિહ્નોની આપલે કરી સાંપ્રદાયિક એકત્વ સાધ્યું. આજે આ બન્ને જગ્યાઓ ‘વડવાળા ધામ’ તરીકે ઓળખાય છે. વડવાળા ધામ તરીકે ઓળખાતી ગોંડલની આ જગ્યામાં, વટવૃક્ષ નીચે વીતી ગયેલા કાળનો હિસાબ આપતી મહાત્મા લોહલંગરીની સમાધિ ભાવિકો માટે તીર્થસ્થાનરૂપ છે. જીવણદાસ લોહલંગરી પછી જગ્યાની ગાદીને ઉત્તરોત્તરે ધનબાઈમા, કલ્યાણદાસજી, રામદાસજી, રચનાદાસજી અને ભાણદાસજીએ સંભાળી હતી. ભાણદાસજી મહંત પદે આવ્યા હતા. હાલ બાલકદાસજી પછી તેમના પુત્ર જમનાદાસજી ગાદી શોભાવી રહ્યા છે. જગ્યામાં છેલ્લાં ૪૦ વર્ષથી નિયમિત ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે. www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy